મંદિરમાં પ્રવેશ કરવા બાબતે પટેલ વૃદ્ધને કહ્યા અપશબ્દો, ઈંટથી માર માર્યો – gandhinagar patel man thrashed for sitting in temple

0


હાઈલાઈટ્સ:

  • ગાંધીનગરના માણસા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ મારપીટની ફરિયાદ.
  • બપોરના સમયે મંદિરમાં બેઠેલા એક વૃદ્ધ પર ઈંટથી હુમલો કરવામાં આવ્યો.
  • પોલીસ ગુનો નોંધીને હુમલા પાછળનું કારણ જાણવાનો પ્રયત્ન કરી રહી છે.

અમદાવાદ- ગાંધીનગરના માણસામાં શનિવારના રોજ એક 61 વર્ષીય વૃદ્ધને માર મારવાની ઘટના બની હતી જેની ફરિયાદ માણસા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. ફરિયાદ અનુસાર પીડિત વ્યક્તિ પાટીદાર સમાજન હતા અને તેઓ જે મંદિરમાં પૂજા કરવા જતા હતા ત્યાં ઓબીસી વર્ગના લોકો પૂજા કરે છે, માટે તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો.

ફરિયાદી નરસિંહ પટેલ વ્યવસાયે ડ્રાઈવર છે અને માણસામાં ચારવડ ખાતે રહે છે. તેમણે પોતાની ફરિયાદમાં પોલીસને જણાવ્યું કે, શનિવારના રોજ લગભગ બે વાગ્યે તેમની સાથે આ ઘટના બની હતી. તેમણે એફઆઈઆરમાં લખાવ્યું કે, હું શનિવારે બપોરે માતાજીના મંદિરે ગયો હતો અને થોડી વાર માટે ત્યાં બેઠો હતો. થોડી વારમાં રણછોડ મારવાડી નામનો શખ્સ જે ચારવડમાં અંબા તળાવ પાસે રહે છે તેમણે મને પૂછ્યું કે હું મંદિરમાં કેમ પ્રવેશ્યો.

મોબાઈલમાં ગેમ રમવાની લ્હાયમાં પિતાનું એકાઉન્ટ કર્યુ ખાલી, પુત્ર સામે નોંધાવી ફરિયાદ

નરસિંહ પટેલ જણાવે છે કે, રણછોડ મારવાડીએ મને અપશબ્દો કહ્યા અને જ્યારે મેં વિરોધ કર્યો તો મને માર માર્યો. તેણે મારા પર ઈંટથી હુમલો કર્યો જેના કારણે મને ગરદનના ભાગે ઈજા પણ થઈ છે. ઈજાગ્રસ્ત થયા પછી નરસિંહ પટેલ જ્યારે પડી ગયા તો ગામના અન્ય સભ્ય લાલાજી ઠાકોરે તેમને રણછોડ મારવાડીથી બચાવ્યા. રણછોડે નરસિંહ પટેલને ધમકી આપી કે, જો તે ફરી આ મંદિરમાં પ્રવેશ કરશે તો તેમણે માઠા પરિણામો ભોગવવા પડશે.

હેડ ક્લાર્ક પરીક્ષા કેસમાં મોટો ખુલાસો, પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક થયું હતું પેપર
નરસિંહ પટેલને પહેલા માણસાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને પછી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા. પછીથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકો-લીગલ કેસ ફાઈલ કરવામાં આવ્યો. માણસા પોલીસે ઈજા પહોંચાડવી, અપશબ્દોનો ઉપયોગ કરવો વગેરે ગુના નોંધ્યા છે. આ કેસની તપાસ કરનારા અધિકારી આર.આર.પટેલ જણાવે છે કે, પોલીસ કેસમાં વધારે તપાસ કરી રહી છે અને જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે આમ કરવા પાછળનો રણછોડ મારવાડીનો અન્ય હેતુ શું હોઈ શકે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here