ચાર વર્ષની ઉંમરમાં મેળામાં ખોવાઈ ગયો હતો કપિલ શર્મા, શેર કર્યો મજાનો કિસ્સો – kapil sharma shared the incident from childhood when he was host in fair

0


હાઈલાઈટ્સ:

  • કપિલ શર્માએ યુટ્યુબ ચેનલ પર શેર કર્યો પોતાના શૉનો વીડિયો.
  • ફિલ્મ ધમાકાની ટીમ પ્રમોશન માટે આવી હતી ત્યારની ક્લિપ શરે કરી.
  • કાર્તિક શર્માની વાત સાંભળીને કપિલને બાળપણનો કિસ્સો યાદ આવ્યો.

કોમિક ટાઈમિંગ અને હ્યુમરને કારણે કરોડો લોકોના દિલ પર રાજ કરનારો કપિલ શર્મા પોતાના શૉ પર આવનારા મહેમાનો પાસેથી અનેક મજાના કિસ્સા કઢાવતો હોય છે. પરંતુ અમુકવાર તે પોતાના જીવનના કિસ્સા પણ શેર કરતો હોય છે. કપિલ શર્મા પોતાની યુટ્યુબ ચેનલ પર એપિસોડમાં ના જોવા મળી હોય તેવી વાતચીત પણ શેર કરતો હોય છે. તાજેતરમાં જ તેણે ફિલ્મ ધમાકાના પ્રમોશનનો એક વીડિયો શેર કર્યો છે. ધમાકાના પ્રમોશન માટે કાર્તિક આર્યન, મૃણાલ ઠાકુર અને અમૃતા સુભાષ કપિલના સેટ પર પહોંચ્યા હતા. આ એપિસોડમાં કપિલે પોતાના બાળપણનો એક મજાનો કિસ્સો સંભળાવ્યો હતો.

કપિલ શર્મા કાર્તિક આર્યન સાથે તે સમય બાબતે પ્રશ્ન કરે છે જ્યારે તે મેળામાં ખોવાઈ ગયો હતો. કાર્તિકની વાત સાંભળીને કપિલને પણ પોતાના બાળપણનો કિસ્સો યાદ આવી ગયો. કપિલ કાર્તિક આર્યનને કહે છે કે, આપણી સ્ટોરી લગભગ એક જેવી જ છે. મારી મમ્મી પણ મને મેળામાં લઈ ગઈ હતી અને પછી હું ગુમ થઈ ગયો હતો. આટલુ કહીને કપિલ પોતાની મમ્મીને ચિડાવવા માટે કહે છે, વિચારો મમ્મી, તમારું કેટલું નુકસાન થઈ જતું.

બર્થ ડે પર કરીના કપૂરે દીકરાને કહ્યો ‘ટાઈગર’, દીદી સારાએ વિશ કરતાં શેર કરી ક્યૂટ તસવીર

કપિલ ઓડિયન્સમાં બેઠેલા તેના મમ્મીને પૂછે છે કે તે સમયે તે કેટલા વર્ષનો હતો. કપિલના મમ્મી કહે છે કે તે સમયે તે ચાર વર્ષનો હતો. કપિલ આગળ જણાવે છે કે, હું ખોવાઈ ગયો તો લાઉડ સ્પીકરમાં જાહેરાત કરવામાં આવી. તે સમયે એક વ્યક્તિ મને ઉંચકીને જાહેરાત થતી હતી ત્યાં લઈ જતો હતો. તેટલામાં મારા મમ્મી અને માસી મને શોધતા શોધતા આવ્યા. મારા મમ્મીએ મને અનાઉન્સર પાસે લઈ જનારા વ્યક્તિની જ દાઢી ખેંચી અને તેને બોલવા લાગી કે મારા છોકરાને તુ ક્યાં લઈ જાય છે. મેં પહેલીવાર મારી મમ્મીને આટલા ગુસ્સામાં જોઈ હતી. પણ મમ્મી મને ખબર છે તુ જ મને ભુલી ગઈ હતી ક્યાંક.

ગૂંચવાયેલા સંબંધોની ‘ગહેરાઈયાં’ બતાવશે દીપિકા પાદુકોણની ફિલ્મ, ફર્સ્ટ લૂક-રિલીઝ ડેટ જાહેર
ઉલ્લેખનીય છે કે કપિલ શર્માના લગભગ દરેક એપિસોડમાં તેની મમ્મી હાજર હોય છે. કપિલ શૉ દરમિયાન તેની મમ્મી સાથે મજાક કરવાનું છોડતો નથી. તે સ્ટાર્સ સાથે તેની માતાની મુલાકાત પણ કરાવે છે. એક એપિસોડ દરમિયાન કપિલ શર્માએ કહ્યુ હતું કે, પહેલા મારી માતા મને કહેતી રહેતી હતી કે લગ્ન ક્યારે કરીશ અને જ્યારે વહુ આવી ગઈ છે તો તેની સાથે ઘરે નથી રહેતી. આ અઠવાડિયે ધ કપિલ શર્મા શૉમાં અક્ષય કુમાર, સારા અલી ખાન અને આનંદ એલ રાય ફિલ્મ અતરંગી રેના પ્રમોશન માટે પહોંચ્યો હતો અને ખુબ મસ્તી કરી હતી.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here