Girl Suicide just 5 days Before Wedding Vadodara: લગ્નના 5 દિવસ પહેલા જ યુવતીએ આપઘાત કર્યો, ઘરમાંથી મળી આવ્યો મૃતદેહ – alleged suicide of girl in vadodara just five days before wedding

0


હાઈલાઈટ્સ:

  • લગ્ન પહેલા જ દીકરીએ જીવન ટૂંકાવતા પરિવારની લગ્નની ખુશી માતમાં ફેરવાઈ
  • મૃતક યુવતીના પિતા અમદાવાદ ખાતે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ક્લાસ-2 ઓફિસર છે
  • રાતે સુવા ગઈ, સવારે બહેન જ્યારે ઉઠાડવા ગઈ ત્યારે આપઘાત અંગે જાણ થઈ
  • યુવતીની 2 વર્ષ પહેલા બેંગ્લોરના યુવક સાથે સગાઈ થઈ હતી, 24 ડિસે. લગ્ન હતા

વડોદરા: શહેરના ગૌત્રી રાજેશ ટાવર રોડ વિસ્તારમાં રહેતી યુવતીએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ યુવતીના પાંચ દિવસ પછી લગ્ન થવાના હતા. જો કે, લગ્ન પહેલા જ તેણીએ જીવન ટૂંકાવી લેતા પોલીસે ગુનો દાખલ કરીને આપઘાત પાછળનું કારણ જાણવા માટેની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. દીકરીએ આપઘાત કરી લેતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે અને લગ્નની ખુશી માતમાં ફેરવાઈ ગઈ છે.

ગ્રાહક કોર્ટમાં ડેટા ઓપરેટર તરીકે નોકરી કરતી હતી યુવતી
પ્રાપ્ત અહેવાલો અનુસાર, શહેરના લલિતાનગર સોસાયટીમાં રહેતી 27 વર્ષીય યુવતી ગ્રાહક કોર્ટમાં કોન્ટ્રાક્ટ પર ડેટા ઓપરેટર તરીકે નોકરી કરતી હતી. દરમિયાન લગ્નના પાંચ દિવસ પહેલા તે ઉપરના માળે સૂવા ગઈ અને સવારે બહેન જ્યારે તેને ઉઠાડવા રૂમમાં ગઈ તો દરવાજો અંદરની બંધ હતો. જેથી તેણીએ મકાનની અગાશીએ જઈને રૂમમાં જોતા બહેને આપઘાત કરી લીધો હોવાનું જણાતા બૂમાબૂમ કરી હતી.

મૃતક યુવતીના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરાશે
ત્યારબાદ પરિવારે જેમ તેમ કરીને રૂમમાં અંદર જઈને તપાસ કરતા તેનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. જેથી પરિવારે ગોરવા પોલીસને જાણ કરતાં ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે કબજે કરેલા યુવતીના મોબાઈલની પણ તપાસ કરશે અને સોશિયલ મીડિયા એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે.

દીકરીએ જીવન ટૂંકાવી લેતા લગ્નની ખુશીઓ માતમાં ફેરવાઈ
મીડિયા રિપોર્ટ અનુસાર મૃતક યુવતીના પિતા અમદાવાદમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ક્લાસ ટૂ ઓફિસર છે. યુવતીની બે વર્ષ પહેલા સગાઈ થઈ હતી. તેનો મંગેતર બેંગ્લોરમાં નોકરી કરે છે અને 24 ડિસેમ્બરના રોજ તેમના બંનેના લગ્ન થવાના હતા. એક તરફ પરિવાર લગ્નની તૈયારીઓ કરી રહ્યો હતો અને દીકરીએ આવું પગલું ભરી લેતા હવે લગ્નની ખુશીઓ માતમાં ફેરવાઈ ગઈ છે.



Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here