BJP નેતાએ કર્યા કેટરિનાના વખાણ, કહ્યું- આ કોઈ તૈમૂર-ઔરંગઝેબની માતા નહીં બને – bjp leader arun yadav asks people to welcome katrina kaif

0


મુંબઈ- વિકી કૌશલ અને કેટરિના કૈફ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. 9મી ડિસેમ્બરના રોજ રાજસ્થાનમાં તેમણે પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં સાત ફેરા લીધા. કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નમાં પ્રાઈવસી અને સુરક્ષાને ખૂબ મહત્વ આપવામાં આવ્યુ હતું. ફેન્સ બન્નેની એક ઝલક જોવા માટે આતુર હતા. કેટરિના અને વિકીએ લગ્ન પછી તમામ ફંક્શનની તસવીરો ફેન્સ સાથે શેર કરી હતી. ઈન્ડસ્ટ્રીના તમામ લોકોએ કેટરિના અને વિકીને શુભકામનાઓ પાઠવી છે. હજી પણ ફેન્સ તેમની તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે. પરંતુ આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના હરિયાણાના આઈટી સેલના ચીફ અરુણ યાદવે સોશિયલ મીડિયા પર એક વિવાદાસ્પદ વાત કહીને શુભકામના પાઠવી છે.

બર્થ ડે પર કરીના કપૂરે દીકરાને કહ્યો ‘ટાઈગર’, દીદી સારાએ વિશ કરતાં શેર કરી ક્યૂટ તસવીર

ભારતીય જનતા પાર્ટીના નેતાએ સોશિયલ મીડિયા પર કેટરિના કૈફનો ફોટો શેર કર્યો છે. આ તસવીર તે સમયની છે જ્યારે તેઓ લગ્નના થોડા દિવસ પછી મુંબઈ પાછા ફર્યા હતા. તેમણે સાથે લખ્યું છે કે, ગળામાં મંગળસૂત્ર, સેંથામાં સિંદૂર, સૌમ્ય સ્મિત. આની મજાક ઉડાવવાના સ્થાને તેનો ઈતિહાસ ભુલાવીને સ્વાગત કરો. કારણકે આ કોઈ તૈમૂર અથવા ઔરગંઝેબની માતા નહીં બને. તેમની આ ટ્વિટ પર મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. અમુક લોકો તેમના આ વિચારની ટીકા કરી રહ્યા છે તો અમુક લોકો આવકારી રહ્યા છે.

‘મીડિયા અને મારા પરિવારે મને ગુનેગાર બનાવી દીધો’, આખરે રાજ કુન્દ્રાએ તૌડ્યું મૌન
કમેન્ટ સેક્શનમાં એક યુઝરે કેટરિનાની સરખામણી પ્રિયંકા ચોપરા સાથે કરી છે. ઉલ્લેખનીય છે કે કેટરિના કૈફનો જન્મ હોન્ગ કોન્ગમાં થયો હતો. લંડનમાં શિફ્ટ થતા પહેલા તે અન્ય ઘણા દેશોમાં રહી ચૂકી છે. બ્રિટિશ પરિવારની હોવા છતાં તેણે સવાઈ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટમાં ભારતીય રિવાજો અનુસાર લગ્ન કર્યા. કેટરિનાના ભાઈ-બહેનોએ પણ પીઠી, મહેંદી અને લગ્નની અન્ય વિધિઓને એન્જોય કરી હતી.

કેટરિના અને વિકી લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, પરંતુ લગ્ન થયા ત્યાં સુધી એકપણ વાર તેમણે પોતાના રિલેશનશિપ બાબતે સત્તાવાર નિવેદન નથી આપ્યું. લગ્નની અટકળો શરુ થઈ ત્યારે પણ મોટાભાગના લોકો માટે આ સમાચાર અવિશ્વસનીય હતા. પરંતુ આખરે આ કપલે પોતાના રિલેશનશિપને આગળ વધારીને લગ્ન સુધી લઈ ગયા.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here