aadhaar-voter id linking: આધાર-વોટર આઈડી લિંક કરવાનું બિલ લોકસભામાં પાસ, શું છે નફો-નુકસાન? – aadhaar-water id linking bill passed in lok sabha, what is profit-loss?

0


હાઈલાઈટ્સ:

  • પાંચ રાજ્યોની ચૂંટણીઓ પહેલાં કેન્દ્ર સરકારે લોકસભામાં ચૂંટણી અધિનિયમ બિલ બહુમતીથી પસાર કર્યું
  • વિપક્ષે બિલનો ભારે વિરોધ કર્યો, ઉત્તર પ્રદેશ ચૂંટણી પહેલાં ગેરલાભ ઉઠાવવાની આશંકા વ્યક્ત કરી
  • આધાર સાથે વોટર આઈડી લિંક કરવાથી અનેક ગેરરીતિઓ અટકશે, જ્યારે પ્રાઈવસી પર ખતરો

કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં ચૂંટણી અધિનિયમ સંશોધન બિલ વિપક્ષના ભારે વિરોધ વચ્ચે બહુમતીથી પસાર થઈ ગયું હતું. કાયદા મંત્રી કિરણ રિજિજુએ આ બિલને લોકસભામાં રજૂ કર્યું હતું. આ બિલનો ઉદ્દેશ્ય વોટર આઈડીને આધાર કાર્ડ સાથે જોડવાનો છે. બિલના અમુક પ્રાવધાનો પર આપત્તિ વ્યક્ત કરતાં વિપક્ષે બિલને સંસદની સ્થાયી સમિતિમાં મોકલવાની માગ કરી હતી. તેવામાં આ સમગ્ર બિલ શું છે? તેનાથી શું નફો થશે કે શું નુકસાન અને વિપક્ષથી તેનો કેમ વિરોધ કરી રહ્યું છે, તે જાણો.

લોકસભામાં બિલને રજૂ કરતી વખતે કિરણ રિજિજુએ કહ્યું કે, આધાર કાર્ડને વોટર બિલ સાથે જોડવું જરૂરી નથી, તે સ્વૈચ્છિક છે. તેનાથી સરનામું જાણવામાં મદદ મળશે અને નકલી વોટિંગ રોકવામાં મદદ મળશે. ચૂંટણીમાં સુધારાઓની નજરે જોઈએ તો આ ખુબ જ મહત્વપુર્ણ બિલ છે. આ સિસ્ટમમાં જો તમારું નામ 2 જાન્યુઆરી સુધી મતદારયાદીમાં નથી આવતું, તો તમારે 1 વર્ષ રાહ જોવી પડતી હતી. અને હવે આ માટે વર્ષમાં 4 વખત વિન્ડો ખુલશે.

રાજ્યોમાં ચૂંટણીઓ પહેલાં જે નેતાઓનાં ઘરે IT, ED, CBIની રેડ પડી તેમનાથી જ હારી BJP

આધાર સાથે વોટર આઈડી લિંક કરવાના ફાયદા શું?

આ બિલના ફાયદા જણાવતાં વકીલ અશ્વિની ઉપાધ્યાયે જણાવ્યું કે, દેશમાં આજે પણ કરોડો લોકોનાં ડુપ્લિકેટ વોટર આઈડી બનેલાં છે. નવો કાયદો બન્યા બાદ આ તમામ ડુપ્લિકેટ વોટર આઈડી ગાયબ થઈ જશે. આ ઉપરાંત આધાર સાથે વોટર આઈડી લિંક કરાવતા ઘૂષણખોરોને પકડવામાં મદદ મળશે. આ ઉપરાંત ફેક વોટર આઈડીથી થતાં અનેક ગેરકાયદે ગતિવિધિઓ પર અંકુશ લાગી જશે. હાલમાં ફેક વોટર આઈડીની મદદથી મોબાઈલ કનેક્શન લેવામાં આવી રહ્યું છે. રાશન કાર્ડ બનાવવામાં આવે છે. અનેક પ્રકારની સરકારી યોજનાઓનો લાભ લેવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં રોહિંગ્યા બાંગ્લાદેશીઓએ વોટર આઈડી બનાવ્યા છે. અને આ તમામ વસ્તુઓ પર કંટ્રોલ કરવા માટે આ કાયદો ખુબ જ ફાયદાકારક નીવડશે.

આ ઉપરાંત એક્સપર્ટ્સનું કહેવું છે કે, આ કાયદાથી નકલી વોટિંગ ઉપર પણ લગામ લાગી જશે. એક જ વ્યક્તિનું શહેર અને ગામમાં વોટર લિસ્ટમાં નામ હોય છે, જેને કારણે તે બંને જગ્યાઓએ વોટ આપી શકે છે. નવા કાયદા બાદ અલગ-અલગ સ્થાનો પર તમે મતદારયાદીમાં નામ જોડી શકાશે નહીં. અને આ પ્રકારે ચૂંટણીઓમાં ગડબડ ઓછી થઈ શકે છે.
શું છે કોલ્ડ ડે અને કોલ્ડ વેવ વચ્ચેનું અંતર! આગામી 3 દિવસ કાતિલ ઠંડીથી બચીને રહેજો
વિપક્ષ કેમ કરી રહ્યું છે આ બિલનો વિરોધ?

કોંગ્રેસ સહિત વિપક્ષી દળોએ બિલનો વિરોધ કરતાં કહ્યું છે કે, તેનાથી લોકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થશે. સાથે આરોપ લગાવ્યો છે કે, આ બિલ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું ઉલ્લંઘન કરે છે. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, આટલી ઉતાવળ કઈ વાતની છે. આજે જ બિલ લાવવું અને આજે જ પાસ કરાવવું. આ ઉતાવળ પરથી લાગે છે કે સરકારના ઈરાદા ઠીક નથી. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં આ બિલનો દુરુપયોગ કરવામાં આવી શકે છે.

આધાર સાથે વોટર આઈડી લિંક કરવાના ગેરફાયદા શું?

હાલમાં મતદાતાઓનો ડેટા ચૂંટણી પંચની પાસે રહે છે. અને તે સરકારના અન્ય કોઈપણ ડેટાબેઝની સાથે લિંક હોતો નથી. આધાર અને વોટર આઈડી લિંક કરવાથી તમામ જાણકારીઓ એકબીજા સાથે જોડાઈ જશે. હાલમાં જ ડેટા લીક અને હેકર્સે તેને હાંસલ કરવા માટેની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. તેનાથી લોકોની પ્રાઈવેસી ખતમ થઈ જશે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here