gujarat weather forecast, Gujarat Weather Forecast: બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સર્જાતા ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા – gujarat weather forecast heavy rain is likely in gujarat as new system forms in the bay of bengal

0


બંગાળના ઉપરવાસમાં વારંવાર હળવા દબાણ ઉભા થવાની સંભાવના છે. જેના પગલે ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, મહારાષ્ટ્ર સહિતના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. દિવાળી અને નવા વર્ષ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશરની નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. ત્યારે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ ભારેથી અતિભારે વરસાદ પડવાની વકી છે.

 

બંગાળની ખાડીમાં લો પ્રેશરની નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. ત્યારે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ ભારેથી અતિભારે વરસાદ પડવાની વકી છે.

હાઈલાઈટ્સ:

  • બંગાળના ઉપરવાસમાં હળવા દબાણ સર્જાવાની સંભાવના
  • ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં વરસાદ પડવાની વકી
  • 9 અને 10 સપ્ટેમ્બરના રોજ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે
અમદાવાદઃ રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળના ઉપરવાસમાં વારંવાર હળવા દબાણ ઉભા થવાની સંભાવના રહેતા દેશના મોટાભાગના વિસ્તારોમાં વરાસદી માહોલ સર્જાય એવી શક્યતા છે. જેના પગલે ગુજરાત, (Gujarat Weather Forecast) રાજસ્થાન અને મહારાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. જેથી એવું અનુમાન સેવવામાં આવ્યું છે કે, આગામી 12થી 20 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે. સાથે જ ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, છત્તીસગઢ, રાજસ્થાનના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની (Rain news) શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

આ વિસ્તારોમાં વરસાદની આગાહી
અરબ સાગરમાં વહન આવતા ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. જેથી અમદાવાદ સહિત વડોદરા, આણંદના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. ઉપરાંત દક્ષિણ-સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. તો 17 સપ્ટેમ્બરની આસપાસ હવાનું બીજુ દબાણ જોવા મળશે. તો 23 સપ્ટેમ્બરની આસપાસ હળવા દબાણની શક્યતા છે. તો ઓક્ટોબર મહિનાની આસપાસ દરિયા કિનારાના ભાગોમાં ભારે પવન ફૂંકાય એવી શક્યતા છે.
IELTS Scam: ગાંધીનગરનો અમિત ચૌધરી 14 લાખ રુપિયામાં ઉંચા બેન્ડનું સેટિંગ કરી આપતો
દિવાળી પર વાદળછાયુ વાતાવરણ રહી શકે છે
તો 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. આ સિવાય શરદ પૂનમના દિવસે જો ચંદ્ર શ્યામ વાદળોથી ઢંકાયેલો રહેશે તો 10 ઓક્ટોબરની આસપાસ પણ વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. આમ તો આવી સિસ્ટમો સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં જ સર્જાતી હોય છે. તો દિવાળી અને નવા વર્ષના દિવસે વાતાવરણ વાદળછાયુ રહી શકે છે. તો ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં દક્ષિણ ભારતમાં ભારે વાવાઝોડા સાથે ભારે વરસાદ પણ વરસી શકે છે. જેથી તેની સામાન્ય અસરો દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રના અન્ય ભાગો, રાજ્યના કેટલાંક વિસ્તારોમાં જોવા મળી શકે છે. આ સિવાય 23 સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધીમાં ભારે ગરમી પડે એવા પણ એંધાણ છે. સાથે જ વરસાદના પ્રમાણમાં ગરમીમાં પણ વધઘટ જોવા મળી શકે છે.
રામોલઃ ‘પતિ-પુત્ર અશુદ્ધ છે’, તાંત્રિકે વિધીના બહાને મહિલાની લાજ લૂંટવાનો કર્યો પ્રયાસ
બે દિવસ ભારેથી અતિભારે વરસાદની વકી
તો હવામાન વિભાગના નિયામક મનોરમાબહેન મોહન્તીના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીમાં લો પ્રેશરની નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. ત્યારે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ ભારેથી અતિભારે વરસાદ પડવાની વકી છે. જેના પગલે ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલી લો પ્રેશર સિસ્ટમ પર હવામાન વિભાગ નજર રાખી રહ્યું છે. લો પ્રેશર સર્જાયા બાદ ગુજરાતમાં કેવો વરસાદ પડશે એનું અનુમાન 8 સપ્ટેમ્બરના રોજ ખબર પડશે. તો આગામી પાંચ દિવસ સુધી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે.

આસપાસના શહેરોના સમાચાર

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપSource link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here