સુરતના PIનો એકતરફી પ્રેમ! પરિણીતાની કૉલ ડિટેઈલ કઢાવીને ફોન કરનારાઓને ધમકાવ્યા! – surat policeman threaten to callers after get number of woman and call details

0


એક તરફી પ્રેમમાં પાગલ શખ્સ દ્વારા મહિલાની છેડતી કરવામાં આવતી હોવાના કિસ્સા બનતા હોય છે અને આવા રોમિયો સામે પોલીસ ફરિયાદના આધારે પગલા ભરતી હોય છે. પરંતુ સુરતમાં એક એવી ઘટના બની છે કે જેમાં અધિકારી કક્ષાના પોલીસકર્મી મહિલાના એક તરફી પ્રેમમાં પાગલ હોવાની ઘટના બની હોવાની ચર્ચાઓ શરુ થઈ છે. અહીં પીઆઈ પરિણીત મહિલાના એક તરફી પ્રેમમાં પાગલ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં સુરત પોલીસ કમિશનર અજય તોમરે પોલીસ અધિકારી સામે તપાસના આદેશ આપ્યા છે. અધિકારીની સુરતમાં બદલી થયા બાદ તેમણે પરિણીતાની ગેરકાયદેસર રીતે કૉલ ડિટેઈલ્સ કઢાવીને જાસૂસી કરી હોવાનું પણ સામે આવી રહ્યું છે. આ કારણે શહેર પોલીસના માથે ફરી એકવાર કાળી ટીલી લાગી રહી છે.

આ કેસમાં મળતી વિગતો એવી છે કે થોડા સમય પહેલા જ સુરતમાં બદલી થયા બાદ પોલીસ ઈન્સ્પેક્ટરે સુરેન્દ્રનગરની પરિણીતાની જાસૂસી શરુ કરી હતી. આ પરિણીતા સાથે તેમનો લગ્ન પહેલા પરિચય થયો હતો પરંતુ સમય જતા તે યુવતી અને ઈન્સ્પેક્ટરના બીજે લગ્ન થઈ ગયા હતા. જોકે, તેમણે હવે પરિણીતાનો નંબર મેળવીને તેની કૉલ ડિટેઈલ્સ કઢાવી હતી.

રિપોર્ટ્સ મુજબ કૉલ ડિટેઈલ્સના આધારે પીઆઈએ પરિણીતાની સાથે જે કોઈ વાત કરતું હોય તેમને ધમકાવવામાં આવતા હતા, આ દરમિયાન પોલીસ અધિકારીએ પરિણીતાના પતિને પણ ધમકાવ્યા હતા. ટેક્નોલોજીનો દુરોપયોગ કરીને પોલીસકર્મી બધાને ફોન કરતા હોવાની બાબતે પરિણીતાના પતિએ સુરત અને સુરેન્દ્રનગર પોલીસને લેખિતમાં જાણ કરી છે.

ફરિયાદની સાથે પરિણીતાના પતિએ પીઆઈ સાથે થયેલી વાતનું રેકોર્ડિંગ પણ પોલીસને સોંપ્યું છે.

સુરત પોલીસનો કેસ નથી આમ છતાં પોલીસ અધિકારી શહેરમાં ફરજ બજાવતા હોવાથી તેમની સામે ખાતાકીય તપાસ શરુ કરવામાં આવી છે. આ મામલે શહેર પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું છે કે, “આ બનાવ સુરતનો નથી. પરંતુ ફરિયાદ મળી છે માટે પોલીસ અધિકારી સામે તપાસ સોંપવામાં આવી છે. ઈન્ક્વાયરી રિપોર્ટ બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે.”Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here