Uorfi Javedના કપડા પર ફોટોગ્રાફર એવું વિચિત્ર બોલી ગયો કે તે બહુ જ ગુસ્સે થઈ ગઈ – uorfi or urfi javed slams photographers for commenting on her clothes

0


ઉર્ફી જાવેદ (Uorfi/Urfi Javed) જાતે જ પોતાના કપડા ડિઝાઈન કરીને પહેરે છે, પરંતુ તે ઘણી વખત સામાન્ય કરતા એકદમ અલગ પ્રકારના કપડા પહેરીને ચર્ચાનો વિષય બની જતી હોય છે. પરંતુ તેને પોતાના કપડા પર કોઈ આડી-અવડી કમેન્ટ કરે તે પસંદ નથી. આવામાં જ્યારે સેલિબ્સના ફોટો વિડીયો લેવા માટે પહોંચનારા લોકો જાત-જાતની કમેન્ટ કરતા હોય છે, તેઓ સેલિબ્સ માટે જે તે બોલતા હોય તે પણ રેકોર્ડ થઈ જતું હોય છે. આવા જ એક વિડીયો દરમિયાન કોઈ ફોટોગ્રાફર/વિડીયોગ્રાફરે કરેલી કમેન્ટથી ઉર્ફી જાવેદ ગુસ્સે થઈ છે અને તેણે પોતાના કપડા પર કરેલી કમેન્ટ અંગે ચાલુ ઈવેન્ટમાં જ ફોટોગ્રાફર્સને ખખડાવી નાખ્યા હતા.

ઉર્ફી જાવેદનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો
કાયમ ઉર્ફી જાવેદ ફોટોગ્રાફર્સ સાથે મસ્તીના મૂડમાં જોવા મળતી હોય છે. જોકે, ઝલક દિખલા જા લોન્ચિંગ પાર્ટી દરમિયાનનો જે વિડીયો છે તેમાં ફોટોગ્રાફર કંઈક એવું બોલી જાય છે કે જેનાથી ઉર્ફી અપસેટ થઈ ગઈ છે.

આ વિડીયોમાં જે શબ્દો સંભળાય છે તેને લઈને ગુસ્સે થયેલી ઉર્ફીએ ફોટોગ્રાફર્સને સવાલ કર્યો હતો. વિડીયોના બેગ્રાઉન્ડમાં કોઈ કંઈક શોભે નહીં તેવું બોલે છે. જેના કારણે ઉર્ફી ગુસ્સામાં જોવા મળી હતી.

ચાલુ ઈવેન્ટમાં ફોટોગ્રાફર્સને ખખડાવી નાખ્યા
ગુસ્સામાં આવેલી ઉર્ફીએ કહ્યું હતું કે, “છેલ્લે હું ઝલક દિખલા જા પર આવી હતી ત્યારે તમારામાંથી કોઈ એકે કમેન્ટ કરી હતી કે આજ ઢંગ કે કપડે પહેન કે આઈ હૈ.” તેણે આ રેકોર્ડિંગ પ્લે કરીને સવાલ કર્યો કે “આ કોનો આવાજ છે? કોનો અવાજ છે આ, હું પૂછું છું તમને..” ઉર્ફીએ બધાને સંભળાય તે માટે આ વિડીયોને સ્પીકર પર પણ પ્લે કર્યો હતો. જોકે, આ સાંભળીને ફોટોગ્રાફર્સ પણ સ્તબ્ધ થઈ ગયા હતા અને આ વિશે કોઈ કશું બોલ્યું નહોતું. આ પછી તેણે એવું પણ કહ્યું કે તમને ખબર હશે પણ તમે નામ આપતા નથી.

‘હું તમને માન આપું છું.. અને મને શું મળી રહ્યું છે?’
પોતાના કપડાને લઈને થયેલી કમેન્ટ અંગે ઉર્ફી કહે છે કે, “હું આના માટે નથી આવતી, પ્લીઝ.. જો તમારે કપડા પર કમેન્ટ કરવી હોય તો ઘરે જઈને કરો. મારા કપડા પર આજ પછી કોઈ કમેન્ટ નહીં કરે. હું તમને ઘણી રિસ્પેક્ટ આપું છું, અને તેના બદલામાં મને આ શું મળી રહ્યું છે? પ્લીઝ! હું આ જ કહેવા માટે આવી હતી.”

આટલું કહ્યા પછી ઈવેન્ટમાંથી તે ગુસ્સે થઈને જતી રહે છે પણ પછી તેનો ગુસ્સો શાંત થતા તે ફોટોગ્રાફર્સ સામે ફરી આવે છે અને તેમને પોઝ આપે છે. આ સાથે તે ફોટોગ્રાફર્સને એવી પણ સલાહ આપે છે કે હવે ફરી આવું ના થવું જોઈએ.



Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here