સગાઈના એક દિવસ પહેલા ‘યે હૈ મોહબ્બતે’ની હિરોઈનને થયું હોઠ પર ઈન્ફેક્શન – yeh hai mohabbatein actress krishna mukherjee contracts lip infection a day before her engagement

0


Edited by Vipul Patel | I am GujaratUpdated: 7 Sep 2022, 11:01 pm

‘યે હૈ મોહબ્બતે’ની હિરોઈન કૃષ્ણા મુખર્જી (Krishna Mukherjee)ની 8 સપ્ટેમ્બરે સગાઈ છે. તેના એક દિવસ પહેલા જ તેના હોઠ પાસે ઈન્ફેક્શન થતા તે ઘણી ટેન્શનમાં છે. તેણે પોતાના ચહેરાનો એક ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને પોતાની પરેશાની વિશે ફેન્સને જણાવ્યું. સગાઈના એક દિવસ પહેલા જ આ સમસ્યા થતા તે ઘણી અપસેટ થઈ ગઈ છે.

 

કૃષ્ણા મુખર્જીએ પોતાની સગાઈના એક દિવસ પહેલા જ એક તસવીર શેર કરી પોતાની પરેશાની વ્યક્ત કરી.

હાઈલાઈટ્સ:

  • કૃષ્ણા મુખર્જીએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી પોતાની પરેશાની વિશે જણાવ્યું.
  • તેના હોઠોની પાસે સોજો આવી ગયો છે અને સ્કીન રફ થઈ ગઈ છે.
  • કૃષ્ણાએ તેના બોયફ્રેન્ડ સાથે વર્ષ 2023માં લગ્ન કરવાની જાહેરાત કરી છે.
મુંબઈ: તાજેતરમાં જ ‘યે હૈ મોહબ્બતે’ની હિરોઈન કૃષ્ણા મુખર્જી (Krishna Mukherjee)એ ફેન્સ સાથે ગુડ ન્યૂઝ શેર કર્યા કે તે બોયફ્રેન્ડ સાથે સગાઈ કરવા જઈ રહી છે. આ ખાસ પ્રસંગ પહેલા કૃષ્ણા સાથે કંઈક એવું થઈ ગયું કે, તે ઘણી ટેન્શનમાં છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાના ચહેરાની એક તસવીર શેર કરી જણાવ્યું કે, તેની સાથે અચાનક શું થઈ ગયું છે. તેની સગાઈના એક દિવસ પહેલા જ તેના ચહેરા પર ઈન્ફેક્શન થઈ ગયું છે. તેના હોઠોની પાસે સોજો આવી ગયો છે અને સ્કીન રફ થઈ ગઈ છે. ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરતા તેણે આ વાતની જાણકારી આપી.

કૃષ્ણા મુખર્જીએ જણાવ્યું કે, તેને લિપ ઈન્ફેક્શન થઈ ગયું છે. સગાઈના થોડા કલાક પહેલા આ સમસ્યા થતા તેને ઘણી મુશ્કેલી પડી રહી છે. કેપ્શનમાં તેણે લખ્યું છે કે, ‘સાચે જ…? મારી એન્ગેજમેન્ટના એક દિવસ પહેલા જ આ થયું છે.’ સાથે જ એક ઈમોજી પણ શેર કરી છે.

Krishna Mukherjee Lip infection

કૃષ્ણા મુખર્જીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર તસવીર શેર કરી હોઠ પાસે થયેલા ઈન્ફેક્શન અંગે જણાવ્યું.

ઉર્વશી રૌતેલા અને PAK ક્રિકેટર નસીમ શાહ વચ્ચેનો રોમૅન્ટિક વીડિયો વાઈરલ થયો, અભિનેત્રી ટ્રોલ થઈ
8 સપ્ટેમ્બરે છે કૃષ્ણાની સગાઈ
કૃષ્ણા મુખર્જી માટે હાલ સેલિબ્રેશનનો સમય છે. તે સગાઈની તૈયારીઓને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ તેણે જણાવ્યું હતું કે, તે 8 સપ્ટેમ્બર, 2022એ પોતાના બોયફ્રેન્ડ સાથે સગાઈ અને વર્ષ 2023માં લગ્ન કરવા જઈ રહી છે.

Brahmastra: મહાકાળના દર્શન કર્યા વિના જ પાછા ફર્યા Ranbir Kapoor-Alia Bhatt, હિન્દુ સંગઠનોએ કર્યો વિરોધ
કોણ છે કૃષ્ણા મુખર્જી?
કૃષ્ણા મુખર્જી પંજાબની વતની છે. તેણે એક્ટિગ કરિયરની શરૂઆત ‘ઝલ્લી અંજલી’થી કરી હતી. તે પછી તે ‘યે હૈ આશિકી’માં રેશાંય ભાટિયાની ઓપોસિટ જોવા મળી હતી. પછી તે ‘ટ્વિસ્ટ વાલા લવ’, ‘એમટીવી બિગ એફ’, ‘યે હૈ મોહબ્બતે’, ‘નાગિન-3’, ‘કુછ તો હૈ’, ‘નાગિન એક નયે રંગ મેં’થી લઈને ‘શુભ શગુન’ જેવી સીરિયલમાં કામ કરી ચૂકી છે.

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપSource link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here