Uorfi Javed અને એક્સ-બોયફ્રેન્ડ વચ્ચે શરૂ થઈ નવી દોસ્તી! ‘ઝલક દિખલા જા 10’માં Paras Kalnawatના પર્ફોર્મન્સના કર્યા વખાણ – uorfi javed praises ex boyfriend paras kalnawat performance in jhalak dikhhla jaa 10

0


પૂર્વ પ્રેમીઓ ઉર્ફી જાવેદ (Uorfi Javed) અને પારસ કલનાવત (Paras Kalnawat) ફરી એકવાર ચર્ચામાં છે. હાલમાં જ ઉર્ફી જાવેદે પૂર્વ બોયફ્રેન્ડ પારસ કલનાવતના વખાણ કર્યા હતા. પારસ હાલ ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા 10’ (Jhalak Dikhhla Jaa 10)માં જોવા મળે છે. આ શોમાં પારસનું પર્ફોર્મન્સ તેના ફેન્સ ઉપરાંત ઈન્ડસ્ટ્રીના કલાકારોને પણ પસંદ આવી રહ્યું છે. પારસની પૂર્વ ગર્લફ્રેન્ડ ઉર્ફી જાવેદ પણ હવે આ લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. ઉર્ફીએ સોશિયલ મીડિયા પર પારસના પફોર્મન્સના વખાણ કર્યા છે.

પારસ અને ઉર્ફી જાવેદનું બ્રેકઅપ થયું ત્યારે બંને વચ્ચે સંબંધો કડવાશભર્યા હતા. ભૂતકાળમાં પણ તેઓ એકબીજા પર વાક્પ્રહાર કરી ચૂક્યા છે. પરંતુ સૌના આશ્ચર્યની વચ્ચે ઉર્ફી જાવેદ પૂર્વ પ્રેમીના વખાણ કરી રહી છે. ઉર્ફીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ‘ઝલક દિખલા જા 10’નો પ્રોમો શેર કરતાં લખ્યું હતું, “યાર, તારો વિકાસ જોઈને ખૂબ ગર્વ થાય છે.” સાથે જ તેણે હાર્ટ ઈમોજી મૂક્યું હતું. પારસે પણ આ સ્ટોરી પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરતાં ઉર્ફીનો આભાર માન્યો હતો.

ઉર્ફી સાથેના સંબંધોના સમીકરણ વિશે વાત કરતાં પારસ કલનાવતે કહ્યું, “તેના કામ પ્રત્યેના સમર્પણ અને મહેનત માટે મને માન છે. અમે ભૂતકાળમાં તેણે કરેલા સંઘર્ષ વિશે વાત કરી હતી અને તેના લીધે જ મને તેના પર ગર્વ થાય છે. દુનિયામાં દેખાય છે તેમ અમે બંને એકબીજા સાથે લડવા માટે તૈયાર નથી બેઠા. અમારા બંનેના મનમાં એકબીજા માટે માન અને આદરની ભાવના છે.”

આ વાત આટલેથી ના અટકી, ઉર્ફીએ બીજી એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી જેમાં પારસ અને તેની કોરિયોગ્રાફર શ્વેતા શારદા જોવા મળી રહ્યા છે. ઉર્ફીએ આ સ્ટોરી શેર કરતાં લખ્યું, “‘ઝલક’માં તેઓ મને ખૂબ પસંદ આવી રહ્યા છે.”

દરમિયાન, ‘ઝલક દિખલા જા 10’ના પહેલા એપિસોડમાં જજ નોરા ફતેહીએ પારસ કલનાવતના વખાણ કર્યા હતા અને તેને હેન્ડસમ કહ્યો હતો. નજીકથી તે કેટલો આકર્ષક લાગે છે તેમ પણ નોરાએ કહ્યું હતું. જણાવી દઈએ કે, ‘અનુપમા’ શોમાંથી કાઢી મૂકાયેલા પારસ કલનાવતે ‘ઝલક દિખલા જા 10’થી ડાન્સ રિયાલિટી શોના જોનરમાં ડેબ્યૂ કર્યું છે. આ તરફ ઉર્ફી અને પારસ કડવાશ ભૂલીને નવી મિત્રતા શરૂ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.





Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here