અમદાવાદઃ વ્યાજે લીધેલા 50 હજારની સામે 5 લાખ ચૂકવ્યા છતાં 18 લાખની માગણી કરાતા યુવકે જીવન ટૂંકાવ્યું – moneylenders taken 5 lakh against 50 thousand and demands more man end life in ahmedabad

0


અમદાવાદ શહેરમાં 45 વર્ષના યુવકે 50 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા જેની સામે તેણે 5 લાખ રૂપિયા ભર્યા આમ છતાં પણ તેની પાસે સતત વધારે રૂપિયાની માગણી કરવામાં આવતી હતી અને પોતાના પર પડી રહેલા ત્રાસથી કંટાળી ગયેલા યુવકે આખરે જીવન ટૂંકાવ્યું છે. આ મામલે હવે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ મામલે નોંધયેલી ફરિયાદ પ્રમાણે જીવરાજપાર્ક વિસ્તારમાં રહેતા 45 વર્ષના યુવકે સોમવારે ત્રણ વ્યાજખોરો દ્વારા અપાતા ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું છે, મૃતકે વ્યાજે 50,000 રૂપિયા લીધા હતા, અને તેની સામે તેમણે 5 લાખ રૂપિયાની ચૂકવણી કરી હતી. આ પછી પણ તેમની પાસે વધુ 18 લાખ રૂપિયાની માગણી વ્યાજખોરો દ્વારા કરવામાં આવી રહી હતી.

મૃતક નીતિન મકવાણાના પત્ની જેનીફર દ્વારા કરાયેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, નીતિન ફોટોગ્રાફર અને જમીન દલાલીનું કામ કરતા હતા, જ્યારે જેનિફર થલતેજમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. પત્નીએ ફરિયાદમાં જણાવ્યું કે નીતિને લગભગ 2 વર્ષ પહેલા મહેશ રબારી, ચંપા રબારી અને સેંધા રબારી પાસેથી વ્યાજે 50,000 રૂપિયા લીધા હતા.

નીતિને જ્યારે વ્યાજે રૂપિયા લીધા ત્યારે પહેલો વ્યાજનો 12,000 રૂપિયાનો હપ્તો કાપીને 38,000 રૂપિયા આપવામાં આવ્યા હતા. આ પછી વ્યાજખોરોએ નીતિન પાસેથી રૂપિયાની ઉઘરાણી કરીને 5 લાખ રૂપિયા તથા તેમની સોનાની રિંગ લઈ લીધી હતી. નીતિનને આરોપીઓએ છેતરીને રૂપિયા 5 લાખ લીધા હોવાનું જણાવ્યું હતું તેઓ આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

ફરિયાદ મુજબ સોમવારે સેંધા રબારીએ નીતિનના ઘરે જઈને જ્ઞાતિ સૂચક અપશબ્દોનો ઉપયોગ કરીને 18 લાખ રૂપિયા માગણી કરી હતી અને નીતિનને મારી નાખવાની ધમકી પણ આપી હતી. થોડા સમય પછી પાડોશીઓએ નીતિનના ઘરમાં તપાસ કરી તો તેની લાશ જોવા મળી હતી. આ ઘટના બની ત્યારે પણ સેંધા રબારીની નીતિનના ઘરની બહાર હાજરી હતી અને પછી નીતિનની લાશ જોઈને તે ફરાર થઈ ગયો હતો.

વાસણા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આ અંગે તપાસ શરુ કરી છે. મૃતકના પત્નીને પતિએ લખેલી જે ચીઠ્ઠી મળી તે પણ ફરિયાદની સાથે વાસણા પોલીસને સોંપી છે. જેમાં મહેશ, ચંપા અને સેંધા નામનો ઉલ્લેખ છે. આ મામલે આરોપી સામે SC/ST (અત્યાચાર નિવારણ) એક્ટ અને ગુજરાત મની-લેન્ડર્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here