ayurvedic remedies for hair fall, ખરતા વાળની સમસ્યાને જડમૂળથી દૂર કરશે આયુર્વેદ એક્સપર્ટે જણાવેલા સાવ સસ્તા 3 ઉપાય; અજમાવી જૂઓ – ayurvedic remedies to hair fall doctor dixa bhavsar savaliya shared three easy tips to reduce hair problem

0


Hairfall Reasons and Treatments: પાતળા, પાંખા અને બરછટ વાળ તમારાં લૂકને ડલ બનાવે છે. વાળની સમસ્યાઓ જેમ કે, વાળ ખરવા, સતત ગૂંચવાળા રહેવા કે પછી પુષ્કળ પ્રમાણમાં વાળ ખરવાથી તેની અસર તમારાં ઓવરઓલ લૂક ઉપર પણ જોવા મળે છે. ખાસ કરીને ચોમાસાની સિઝનમાં ફ્રિઝી અને ગૂંચવાળા વાળની સમસ્યા સૌથી વધારે જોવા મળે છે.

આયુર્વેદ નિષ્ણાત ડોક્ટર દિક્ષા ભાવસાર (Dr Dixa Bhavsar Savaliya, Ayurveda Doctor) જણાવે છે કે, ત્રણ વર્ષ અગાઉ તેઓને થાઇરોઇડ સમસ્યાના કારણે વાળ ખરવાની સમસ્યા શરૂ થઇ હતી. આ સિવાય તેમના ઘણાં પેશન્ટ પણ કેલ્શિયમની ઉણપ, આયર્નની ઉણપ, અપુરતી ઉંઘ, થાઇરોઇડ, ઓટો-ઇમ્યૂન ડિઝિઝ, તણાવ, કોવિડ બાદની સ્થિતિ કે પછી ટાયફોઇડ અને અમુક બીમારીઓ બાદ વાળ ખરવાની સમસ્યાની ફરિયાદ કરતાં હતા.

વાળ ખરવા પાછળ ધૂળ, પ્રદૂષણ ઉપરાંત ન્યૂટ્રિશનની ઉણપ પણ જવાબદાર હોય છે. વાળને હેલ્ધી રાખવા માટે અમુક પ્રકારના ડાયટને ફૉલો કરવું જરૂરી છે. આ સિવાય ડોક્ટર દિક્ષા ભાવસારે ત્રણ સરળ રીત જણાવી છે, આયુર્વેદિક પદ્ધતિથી તમે તમારાં વાળને ભરાવદાર અને મુલાયમ બનાવી શકો છો.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

brown-bottles

brown-bottles

ન્યાસા

ન્યાસાનો અર્થ થાય છે રાત્રે સૂતા પહેલાં અથવા સવારમાં નાકમાં ગાયના ઘીના બે ટીપા નાખવા. આમ કરવાથી ખરતા વાળ, અકાળે સફેદ થયેલા વાળની સમસ્યા તો દૂર થશે જ સાથે જ વાળનો ગ્રોથ વધશે. ન્યાસા પદ્ધતિથી યાદશક્તિ વધે છે ઉપરાંત ધ્યાન એકાગ્રતા અને ઉંઘમાં પણ ફાયદો થાય છે.

જો તમને ગાયનું ઘી માફક ના આવી રહ્યું હોય તો અન્ય આયુર્વેદિક ઓઇલ્સ જેમ કે, અનુતૈલા (anu-taila), શડબિંદુ તૈલા (Shadbindu taila) વગેરેને ઉપયોગ પણ કરી શકો છો. ન્યાસાથી સાયનસ, માથાના દુઃખાવામાં પણ રાહત મળશે. જો આ પહેલાં તમારાં આયુર્વેદિક ડોક્ટરની સલાહ ચોક્કસથી લો.

​વાળને આપો ડાયરેક્ટ પોષણ

શરીર માટે પોષણ આપણને ખોરાકથી મળી રહે છે, આ સિવાય વાળને ડાયરેક્ટ પોષણ આપવું પણ જરૂરી છે. આ માટે તમે રેગ્યુલર હેર ઓઇલ અને હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો. વાળ માટે એવા તેલનો ઉપયોગ કરો જેમાં નારિયેળ, ભૃંગરાજ, લીમડો કે જાસૂદના ગુણ રહેલા હોય છે. આ પ્રકારના તેલથી વાળ ખરતા બંધ થશે ઉપરાંત તણાવ, અપુરતી ઉંઘ, થાઇરોઇડમાં પણ રાહત મળશે.

આયુર્વેદ નિષ્ણાત પાસેથી જાણો હેર ફૉલનું નિદાન

​હેર ફૉલ અટકાવતી ચા

વાળ ખરતા અટકાવવા માટે વધુ એક રેમેડી છે ચા – ડોક્ટરે જણાવેલી આ ચા પીવાથી તમારાં શરીરમાં વાત અને પિત્તની સમસ્યા દૂર થશે અને તમારાં વાળને પોષણ પણ મળશે. આ ચા બનાવવા માટે 7થી 10 મીઠા લીમડાના પાન લઇને તેને 300 મિલી એટલે કે, 1 ગ્લાસ પાણીમાં ત્રણ મિનિટ સુધી ઉકાળો, હવે તેમાં 1 જાસૂદનું ફૂલ નાખો અને 3 મિનિટ સુધી પાણીને એમ જ રહેવા દો. પાણી હળવું ઠંડુ થાય ત્યારબાદ તેને ગાળીને પી લો. આ ચાને તમે સવારે, સાંજે અથવા ઉંઘતા પહેલાં પણ પી શકો છો.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here