લગ્નના 9 મહિના બાદ જ પિતા બન્યો એક્ટર Vipul Roy, પત્નીએ આપ્યો દીકરીને જન્મ – actor vipul roy and wife melis atici blessed with baby girl

0


ટીવી એક્ટર વિપુલ રોય (Vipul Roy)એ ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ મેલિસ (Melis Atici) સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા જ દિવસોમાં કપલે ગુડન્યૂઝ આપ્યા હતા. તેમના પહેલા સંતાનનો જન્મ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર 2022માં થવાનો હતો. આખરે કપલની ઈંતેજારીનો અંત આવ્યો છે. 8 સપ્ટેમ્બરે વિપુલ રોયની પત્નીએ દીકરીને જન્મ (Vipul Roy Blessed with Baby Girl) આપ્યો છે.

‘ધ કપિલ શર્મા શો’માંથી કપાયું વધુ એક પત્તું, ભારતી-કૃષ્ણા બાદ આ જૂના જોગીએ છોડ્યો સાથ

વિપુલ રોય બન્યો પિતા

અગાઉ અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં વિપુલ રોયે કહ્યું હતું, “હું આતુરતાથી રાહ જોઈ રહ્યો છું અને પિતા બનવાનો અનુભવ માણવા માગુ છું.” હવે વિપુલની દીકરીનો જન્મ થઈ ગયો છે ત્યારે નિઃશંકપણે કપલ સાતમા આસમાને હશે. વિપુલની પત્ની મેલિસ સાન ફ્રાન્સિસકોમાં રહે છે અને આઈટી કંપની ચલાવે છે.

વિપુલે શેર કર્યો દીકરીનો વિડીયો

દીકરીના જન્મ અંગે વાત કરવા વિપુલનો સંપર્ક તો ના થઈ શક્યો પરંતુ તેની નજીકના સૂત્રએ અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીને જણાવ્યું, “વિપુલ અને મેલિસ ખૂબ આનંદમાં છે. હાલ મેલિસ મુંબઈમાં છે અને થોડા મહિના સુધી અહીં જ રહેશે.”

શાહિદ કપૂરે પત્ની ‘મીરા બેલ’ માટે રાખી શાનદાર બર્થ ડે પાર્ટી, કેક છોડી ડિનરનું મેનૂ જોવામાં વ્યસ્ત

લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશીપમાં રહ્યો હતો વિપુલ

મેલિસ અને વિપુલ બંને અલગ અલગ ફીલ્ડમાં કામ કરે છે. તેમનું ફીલ્ડ પણ એવું છે કે બંને હંમેશા લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશીપમાં જ રહ્યા છે. અગાઉ આ વિશે વાત કરતાં વિપુલે કહ્યું હતું, “ટેક્નોલોજીની મદદથી અમે વિડીયો કૉલ અને ફોન દ્વારા સંપર્કમાં રહીએ છીએ. અમારા લોન્ગ ડિસ્ટન્સ મેરેજમાં મેલિસે વધારે પ્રયાસ કર્યા છે. લગ્ન પહેલા પણ અમે લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશીપમાં હતા અને મહામારી દરમિયાન આ સ્થિતિ મુશ્કેલ લાગતી હતી. જોકે, અમે સ્થિતિ સારી રીતે સંભાળી રહ્યા હતા. અમે પાંચ વર્ષથી સાથે છીએ.” વર્કફ્રંટની વાત કરીએ તો, વિપુલે ‘FIR’, ‘જીની ઔર જૂજુ’ ‘હમ ફિર મિલેંગે’ વગેરે જેવા શોમાં કામ કર્યું છે.

મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો રાજકુમાર રાવ, ઉતાવળમાં ફટાફટ અંદર જતો રહ્યોSource link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here