સામાન્ય નાગરિકોની મિલકતો સીલ, પણ અદાણીનો કરોડોનો ટેક્સ બાકી છતાં કોઈ કાર્યવાહી નહીંઃ કોંગ્રેસ – properties of common citizens sealed, but no action against adani dues of crores of tax says congress

0


કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મોદી સરકારને અદાણી-અંબાણીની સરકાર કહેતા આવ્યા છે. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા કોંગ્રેસના શહેઝાદ ખાન પઠાણે અદાણીના બાકી રહેલા પ્રોપર્ટી ટેક્સ અંગે સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે અદાણી ગેસની વિવિધ જગ્યાનો છેલ્લા ત્રણ વર્ષનો 5.64 કરોડ રૂપિયા તથા અદાણી હસ્તકના ઈન્ટરનેશનલ એરપોર્ટનો 6.14 કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ બાકી છે. આમ બંનેનો કુલ મળીને 11.78 કરોડ રૂપિયા ટેક્સ બાકી છે અને તેની સાથે પ્રોફેશનલ ટેક્સની રકમ પણ બાકી નીકળે છે. આ બાકી રહેલા ટેક્સને વસૂલવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે સામાન્ય નાગરિકોની 5,000 રૂપિયાની રકમ પણ બાકી હોય તો મિલકતો સીલ કરવામાં આવે છે.

કોંગ્રેસે જણાવ્યું હતું કે જો સમાન્ય લોકોનો 5000 રૂપિયાનો ટેક્સ પણ બાકી હોય તો તેમાં 10 ટકા વોરંટ ફી ઉમેરીને તાકીદે ભરી જવાની નોટિસ આપવામાં આવે છે. આ નોટિસમાં ટેક્સ નહીં ભરાય તો પાણી-ગટરના કનેક્શન કાપી નાંખવાની અથવા તો મિલકત જપ્ત કરવાની પણ ચેતવણી આપવામાં આવે છે. જ્યારે અદાણીનો કરોડોનો ટેક્સ બાકી હોવા છતાં સરકાર કોઈ કાર્યવાહી કરી રહી નથી.

તેમણે આગળ જણાવ્યું હતું કે, હાલમાં મંદી ચાલી રહી છે અને મોંઘવારી હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા જોહુકમી સાથે બાકી ટેક્સની વસૂલાત માટે પ્રોપર્ટી સીલ કરવામાં આવે છે. જ્યારે 11 કરોડથી વધુ રકમનો ટેક્સ બાકી હોવા છતાં અદાણી જેવા માનીતા ઉદ્યોગપતિને શા માટે છોડી દેવામાં આવે છે? કોંગ્રેસ નાના-મોટા વેપારીઓ માટે નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારોના દિવસોમાં ટેક્સની વસૂલી માટે સીલ મારવાની ભેદભાવ ભરેલી કાર્યવાહીનો વિરોધ કરે છે.

તેમણે ઉમેર્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશનની હાલત એટલી ભયંકર હદે વકરી ગઈ છે કે બિનજરૂરી અને ઉડાઉ ખર્ચાના કારણે કોર્પોરેશનની તિજોરીનું તળિયું દેખાઈ રહ્યું છે. તેવામાં અદાણી ગેસ અને ઈન્ટરનેશનલ એરપોર્ટની પ્રોપર્ટી ટેક્સની બાકી રકમ તાકીદે વસૂલવા માટે કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે કોંગ્રેસ મેયરને પત્ર પણ લખ્યો છે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here