ગુજરાતના રાજ્યપાલનું વિવાદિત નિવેદન, ‘હિંદુ સમાજ ઢોંગી નંબર 1 છે, સ્વાર્થ માટે જ ગાય માતાની જય બોલાવે છે’ – gujarat governor acharya devvrat calls hindus biggest bigots

0


અમદાવાદ: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નર્મદા જિલ્લાના પોઈચા ગામે નિલકંઠધામ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં એક કાર્યક્રમમાં બોલતા હિંદુ સમાજ વિશે કંઈક એવું કહી દીધું કે તેનાથી વિવાદ ઊભો થઈ ગયો છે. તેમણે કહ્યું કે, હિંદુ સમાજ ઢોંગી નંબર 1 છે. રાજ્યપાલે કહ્યું કે, હિંદુ સમાજ સ્વાર્થ માટે જ ગાય માતાની જય બોલાવે છે. તેમના આ નિવેદનથી હિંદુ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. પોઈચા ખાતે યોજાયેલા ‘પ્રાકૃતિક કૃષિ…પ્રકૃતિના શરણે’ કાર્યક્રમમાં બોલતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ નિવેદન કર્યું હતું.

રાજ્યપાલે કહ્યું કે, ‘લોકો મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા અને ચર્ચમાં જાય છે, એટલા માટે કે પૂજા કરીશું તો ભગવાન પ્રસન્ન થશે. પણ જો પ્રાકૃતિક ખેતી કરવાની શરૂ કરવામાં આવે તો ભગવાન આપો આપ પ્રસન્ન થઈ જશે. તેમણે કહ્યું કે, રાસાયણિક ખેતી તો પ્રાણીઓને મારવાનું જ્યારે પ્રાકૃતિક ખેતીથી પ્રાણીઓને જીવનદાન મળે છે. પ્રાકૃતિક ખેતીનું અભિયાન કોરોના કાળને બાદ કરતા છેલ્લા ત્રણેક વર્ષથી ખૂબ જ ગતિથી આગળ વધી રહ્યું છે. નર્મદા જિલ્લાની આશરે 3371 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. જો દેશના ખેડૂતો આત્મનિર્ભર બનશે, તો દેશ પણ આત્મનિર્ભર બનશે. પ્રાકૃતિક ખેતી જ ખેડૂતો અને ખેતીને આત્મનિર્ભર બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે.’

રાજ્યપાલે હિંદુઓને ઢોંગી નંબર 1 જણાવતા કહ્યું કે, મનુષ્ય ગૌમાતાની પૂજા કરે છે, માથે તિલક લગાવે છે પણ જો ગૌમાતા દૂધ આપતી બંધ થઈ જાય તો ઘરમાંથી કાઢી મૂકે છે. તેમણે કહ્યું કે, જે ગૌમાતાનું દૂધ નથી પીતા કે ગૌમાતાને પાળતા પણ નથી એવા લોકો પણ સ્વાર્થ માટે ગૌ માતાની જય બોલાવે છે. રાજ્યપાલે કહ્યું કે, આ દુનિયાના અસંખ્ય પ્રાણીઓમાં મનુષ્ય સૌથી મોટો ઢોંગી, પાખંડી, બનાવટી અને દેખાવો કરનાર પ્રાણી છે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here