52 વર્ષીય બિઝનેસમેને 98.98 પર્સન્ટાઈલ સાથે પાસ કરી NEETની પરીક્ષા, અભ્યાસ છોડ્યાના 30 વર્ષ પછી ઉમદા હેતુ માટે ફરી પકડી ચોપડી – 52 year old businessman cracks neet exam and that too for a good cause

0


અમદાવાદ: બુધવારે રાત્રે જ્યારે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)નું રિઝલ્ટ ઓનલાઈન જાહેર થયું ત્યારે પ્રદીપ કુમાર સિંહ (Pradeep Kumar Singh)ના મનને શાતા વળી. જે સપનું તેમણે લાંબા સમયથી સેવ્યું હતું આખરે તેને પૂર્ણ કરવાનો સમય હવે પાકી ગયો હતો. બોડકદેવમાં રહેતા 52 વર્ષીય બિઝનેસમેન 30 વર્ષ પહેલા જ સક્રિય અભ્યાસ છોડી ચૂક્યા હતા છતાં NEETની પરીક્ષામાં તેમણે 720માંથી 607 માર્ક્સ મેળવ્યા છે. પરીક્ષામાં તેઓ સારા ગુણ સાથે ઉત્તીર્ણ થયા છે ત્યારે કોઈને પણ એવું જ લાગે કે ‘વ્હાઈટ કૉલર’ જોબ માટે તેમણે આટલી મહેનત કરી હશે પરંતુ હકીકત કંઈક અલગ જ છે. પ્રદીપ કુમાર સિંહનો ઉદ્દેશ છે કે તેઓ ગરીબ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે NEETનું કોચિંગ આપે જેથી તેઓ આ પરીક્ષા પાસ કરીને ડૉક્ટર બની શકે.

NEET UG 2022માં સમગ્ર દેશમાં પ્રથમ નંબરે આવેલી તનિષ્કાએ જણાવ્યું પોતાની સફળતાનું રહસ્ય

નીટની પરીક્ષામાં મેળવ્યા 98.98 પર્સન્ટાઈલ

“52 વર્ષની વયે મેં 98.98 પર્સન્ટાઈલ મેળવ્યા છે. મેડિકલ કોલેજમાં એડમિશન લેવાનો મારો કોઈ ઈરાદો નથી પરંતુ હું ગરીબ વિદ્યાર્થીઓ માટે નીટનું કોચિંગ સેન્ટર ખોલવા માગુ છું. જેમાં તેમને મફત શિક્ષણ અપાશે”, તેમ પ્રદીપ કુમારે જણાવ્યું. તેમના આ નિઃસ્વાર્થ ઈરાદામાં દીકરા બિજીન સ્નેહાંશનો પણ સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. બિજીન સ્નેહાંશ એલિસબ્રિજ ખાતે આવેલી NHL મેડિકલ કોલેજમાં MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે.

દિલ્હી યુનિવર્સિટીમાંથી કર્યો છે અભ્યાસ

1987માં દિલ્હીમાં પ્રદીપ કુમાર સિંહે ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં 71 ટકા મેળવ્યા હતા. દિલ્હી યુનિવર્સિટીમાંથી તેમણે બેચલર ઈન આર્ટ્સ (ઈકોનોમિક્સ)ની ડિગ્રી મેળવી હતી. તેમણે દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી બિઝનેસ ઈકોનોમિક્સમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. તેમણે કહ્યું, “શરૂઆતમાં મેં કેટલાય બિઝનેસ જર્નલ્સ માટે કામ કર્યું હતું. બાદમાં મેં મારો વેપાર બિઝનેસ ટુ બિઝનેસ (B2B) પ્લેટફોર્મ પર શિફ્ટ કરી દીધો હતો.”

ક્વીન એલિઝાબેથ પછી શાહી પરિવારનું સત્તા હસ્તાંતરણ કેવી રીતે થશે?

આ રીતે આવ્યો વિચાર

2019માં બિજીન સ્નેહાંશે નીટની પરીક્ષા આપી હતી અને 595 ગુણ મેળવ્યા હતા. “જ્યારે મારા દીકરાએ નીટની પરીક્ષાની તૈયારી શરૂ કરી ત્યારે તેને સપોર્ટ કરવા મેં તેમાં રસ લેવાનું શરૂ કર્યું હતું. દરમિયાન મને અહેસાસ થયો કે કોચિંગ ઈન્સ્ટીટ્યૂટ્સ મસમોટી ફી લે છે અને તેના કારણે ગરીબ વિદ્યાર્થીઓ તેમાં એડમિશન લઈ નથી શકતાં”, તેમ પ્રદીપ કુમારે જણાવ્યું.

દીકરા સાથે મળી ગરીબ વિદ્યાર્થીઓને ભણાવવાના શરૂ કર્યા

આ સમસ્યાને દૂર કરવા માટે શું કરી શકાય તેનો વિકલ્પ પ્રદીપ કુમાર અને તેમનો દીકરો વિચારવા લાગ્યા. પ્રદીપ કુમારે આગળ કહ્યું, “મારો દીકરો બાયોલોજીમાં પાવરધો છે જ્યારે કેમેસ્ટ્રી અને ફિઝિક્સ પર મારી પકડ છે. અમે આ વિષયો મફતમાં શીખવવાનું નક્કી કર્યું. હાલ અમે કેટલાક એવા વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ જેમના માતાપિતા મનરેગાના શ્રમિકો છે. આ વિદ્યાર્થીઓને અમારા ઘરે જ શિક્ષણ આપીએ છીએ. જોકે, આ પ્રયત્નમાં વિશ્વાસની એક ખામી હતી કારણકે મેં જ પરીક્ષા ના આપી હોય તો હું અન્યોને કઈ રીતે ભણાવી શકું?”

ફેબ્રુઆરીમાં શરૂ કરી હતી તૈયારી

2021માં નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને નેશનલ મેડિકલ કાઉન્સિલે નીટ માટેની અપર એજ લિમિટ હટાવી દીધી હતી. “એટલે, મેં ટૂંકાગાળામાં જ નીટની પરીક્ષાની તૈયારી કરવાની શરૂ કરી દીધી. જુલાઈમાં યોજાનારી પરીક્ષા માટે મેં ફેબ્રુઆરીથી તૈયારી શરૂ કરી હતી. મેં ખૂબ મહેનત કરી અને 98.98 પર્સન્ટાઈલ મેળવ્યા. જે વિદ્યાર્થીઓ અમારી પાસે ભણવા માટે આવે છે તેમનામાં પણ હું ભરોસો કેળવી શકીશ”, તેમ પ્રદીપ કુમાર સિંહે જણાવ્યું.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here