ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટને પડકારતી અરજી હાઈકોર્ટે ફરીવાર ફગાવી, રાજ્ય સરકારના પ્રયાસોને વખાણતાં પ્રોજેક્ટને આપી લીલીઝંડી – gujarat high court rejects petition against gandhi ashram redevelopment and hails government

0


અમદાવાદ: ગાંધી આશ્રમ (Gandhi Ashram)ના નવીનીકરણ વિરુદ્ધ કરવામાં આવેલી જાહેરહિતની અરજી ગુજરાત હાઈકોર્ટે ફરી એકવાર ફગાવી છે. જાહેરહિતની અરજી મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી (Tushar Gandhi) દ્વારા કરવામાં આવી હતી. 5 માર્ચ 2021ના રોજ રાજ્ય સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ઠરાવને તુષાર ગાંધીએ પડકાર્યો હતો. સરકારી અધિકારીઓ અને આશ્રમનું સંચાલન કરતાં ટ્રસ્ટના પ્રતિનિધિઓની કાઉન્સિલ સાથે મળીને આશ્રમના નવીનીકરણનો પ્રોજેક્ટ પાર પાડશે તેવો નિર્ણય થયો હતો.

અરજીકર્તાની દલીલો નકારતાં ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીએ પિટિશનનો નિકાલ કર્યો હતો. તેમણે કહ્યું, “પ્રસ્તાવિત પ્રોજેક્ટ થકી ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતોને પ્રોત્સાહન મળશે. જે એકંદરે સમાજ અને માનવજાત માટે હિતકારી રહેશે. આ ગાંધી આશ્રમ માનવજાતના દરેક વયજૂનથા લોકો માટે સંસ્કારો અને શિક્ષણનું કેંદ્ર બનશે.”

26 નવેમ્બર 2021ના રોજ રાજ્ય સરકારે હાઈકોર્ટમાં ખાતરી આપી હતી કે, ગાંધી આશ્રમના 5 એકરના મુખ્ય ભાગને મૂળ સ્થિતિમાં જાળવી રાખીને તેની આસપાસ નવીનીકરણનું કામ હાથ ધરાશે. જેથી હાઈકોર્ટે આ પ્રોજેક્ટ વિરુદ્ધ થયેલી જાહેરહિતની અરજીને ફગાવી હતી. મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જોકે, યોગ્યતાના આધારે આ કેસની સુનાવણી હાઈકોર્ટમાં કરવા માટે ત્યાં પાછો મોકલ્યો હતો.

ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગાંધીવાદી વિચારધારા ધરાવતા અને તેનું પાલન કરતાં વધુમાં વધુ લોકોને નવીનીકરણની કામગીરી કરવાનારી કમિટીમાં સ્થાન આપવાની માગ સાથે અરજીકર્તાએ વાંધો ઉઠાવ્યો હતો. તુષાર ગાંધીએ ભય વ્યક્ત કર્યો હતો કે, જો આ પ્રોજેક્ટ અંગેના મહત્વના નિર્ણયોની પ્રક્રિયામાં તેમજ તેની અમલવારીમાં ગાંધીવાદી વિચારધારા ધરાવતાં વધુ લોકો સામેલ નહીં હોય તો આશ્રમના ગાંધીજી દ્વારા પ્રસ્થાપિત કરાયેલા સિદ્ધાંતોનું જ હનન થશે.

આશ્રમની જમીન પર સંચાલિત પાંચ ટ્રસ્ટે રાજ્ય સરકારના 1200 કરોડ રૂપિયાના રિનોવેશન અને રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને સંમતિ આપી છે. જેના આધારે હાઈકોર્ટે કહ્યું કે, રાજ્ય સરકારે ખાતરી આપી હતી કે, તેઓ સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટ, ખાદી ગ્રામોદ્યોગ પ્રયોગ સમિતિ, હરિજન આશ્રમ ટ્રસ્ટ, સાબરમતી આશ્રમ ગૌશાળા ટ્રસ્ટ અને હરિજન સેવક સંઘ એમ પાંચેય ટ્રસ્ટની મંજૂરી અને સહકાર સાથે જ રિડેવલપમેન્ટનું કામ હાથ ધરશે. જેથી અહીં અરજીકર્તાએ વ્યક્ત કરેલો ભય નાબૂદ થઈ જાય છે. ઉપરાંત સરકારે એ પણ ખાતરી આપી છે કે, આ બધા જ ટ્રસ્ટના પ્રતિનિધિઓને ગવર્નિંગ કાઉન્સિલમાં સામેલ કરવામાં આવશે.

મહાત્મા ગાંધીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે રિસર્ચ હાથ ધરવામાં આવ્યું હતું અને તેના આધારે જ પ્રોજેક્ટની પરિકલ્પના કરવામાં આવી છે. રાજ્ય સરકારની આ કામગીરી સામે પણ હાઈકોર્ટે સંતોષ વ્યક્ત કર્યો હતો. હાઈકોર્ટે આગળ કહ્યું, “અમને આશા અને ખાતરી છે કે, રાજ્ય સરકારે આપેલો વિશ્વાસ માત્ર પત્ર પૂરતો જ સીમિત નહીં હોય પરંતુ ગાંધીજીના વિચારો વિશ્વભરમાં ફેલાય તે હેતુસર કરવામાં આવેલી કલ્પનાને યોગ્ય દિશામાં વાળવામાં પણ આવશે.”Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here