helly patel secured air 31 in neet, NEETની તૈયારી વખતે ઘૂંટણની સર્જરી થઈ પણ હિંમત ના હારી, દેશમાં 31મો રેન્ક મેળવ્યો – helly patel secured air 31 in neet knee surgery failed to deter her

0


કહેવાય છે કે, સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હતો. ત્યારે ભાવનગરમાં રહેલી હેલી પટેલે આ વાતને સાબિત કરી બતાવી છે. તેણે નીટની પરીક્ષાના રિઝલ્ટમાં દેશમાં 31મો રેન્ક મેળવ્યો છે. તૈયારી કરતી હતી ત્યારે તેને ઘૂંટણમાં ઈજા પહોંચી હતી અને સપ્ટેમ્બર 2020માં તેની સર્જરી કરાવી હતી. રોજ ત્રણથી ચાર કલાક ફિઝિયોથેરાપીનું સેશન લીધા બાદ તે રોજ 12 કલાક જેટલો સમય તૈયારી પાછળ કાઢતી હતી.

 

હેલી પટેલે NEETની પરીક્ષામાં દેશમાં 31મો રેન્ક મેળવ્યો છે અને 705 માર્ક્સ હાંસલ કર્યા છે.

હાઈલાઈટ્સ:

  • ભાવનગરની હેલી પટેલે NEETની પરીક્ષામાં મેળવ્યો દેશમાં 31મો રેન્ક
  • NEETની તૈયારીઓ કરતી હતી ત્યારે ઘૂંટણની સર્જરી કરાવી પડી હતી
  • 3 કલાક ફિઝિયોથેરાપીનું સેશન લેતી અને 12 કલાક તૈયારીઓ કરતી હતી
અમદાવાદઃ NEETનું રિઝલ્ટ જાહેર થઈ ગયુ છે. ત્યારે ગુજરાતમાંથી પાંચ વિદ્યાર્થીઓએ ટોપ 50માં રેન્ક મેળવ્યો છે. જેમાં ભાવનગરમાં રહેતી હેલી પટેલનો પણ સમાવેશ થાય છે. હેલી પટેલને આ પરીક્ષા ક્લિયર કરવામાં એક મોટુ વિઘ્ન આવી પડ્યું હતું. તેમ છતા તેણે હિંમત ના હારી અને પરીક્ષાની તૈયારી ચાલુ જ રાખી. આજે તેણે NEETની પરીક્ષામાં દેશમાં 31મો રેન્ક મેળવ્યો છે અને 705 માર્ક્સ (Helly Patel secured AIR 31 in NEET) હાંસલ કર્યા છે. હેલી પટેલ ભાવનગરમાં (Bhavnagar News) આવેલી જ્ઞાનમંજરી સ્કૂલમાં અભ્યાસ કરે છે. જ્યારે તેની માતા ડૉક્ટર અનિતા પટેલ બોટાદમાં ENT સર્જનની પ્રેક્ટિસ કરી રહ્યા છે.

સપ્ટેમ્બર 2020માં ઘૂંટણની સર્જરી કરાવી
હેલી પટેલ NEET UGની પરીક્ષા માટે તૈયારીઓ કરી રહી હતી. આ સમયે તેને એક મોટુ વિઘ્ન નડ્યુ હતુ. તેને ઘૂંટણમાં એક ઈજા થઈ હતી. જે બાદ તેનો ડાબો પગના ઘૂંટણની કેપ ખસી ગઈ હતી. જેના કારણે સપ્ટેમ્બર 2020માં તેને સર્જરી કરાવવાની ફરજ પડી હતી. એક તરફ NEETની પરીક્ષાની તૈયારીઓ અને બીજી તરફ આ તકલીફ. ત્યારે આ તકલીફમાંથી જલ્દી સાજા થવા માટે હેલી પટેલ દરરોજ ત્રણથી ચાર કલાક સુધી ફિઝિયોથેરાપીનું સેશન લેતી હતી. જે છ મહિના સુધી ચાલ્યું હતું.
ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટને પડકારતી અરજી હાઈકોર્ટે ફરીવાર ફગાવી, રાજ્ય સરકારના પ્રયાસોને વખાણતાં પ્રોજેક્ટને આપી લીલીઝંડી
ફિઝિયોથેરાપીના સેશન સાથે તૈયારીઓ કરી
બીજી તરફ, NEETની પરીક્ષાની તૈયારીઓ ચાલી રહી હતી. જેથી તેના માટે સમય કાઢવો પણ અઘરો હતો. જેથી તેણે એક મહિના સુધી બાયોલોજી અને મેથ્સનો અભ્યાસ કર્યો હતો. પરંતુ તે ભવિષ્યમાં મેડિકલ ક્ષેત્રમાં જવા માગતી હતી. હેલી પટેલ કહે છે કે, પરીક્ષાની તૈયારી માટે સખત પરિશ્રમ, ટાઈમ મેનેજમેન્ટ અને નિષ્ઠાના કારણે મને આ સફળતા મળી છે. હું દિલ્હી AIIMSમાં અભ્યાસ કરવા માગુ છું. જ્યારે હું મારું MBBSનો અભ્યાસ પૂર્ણ કરી લઈશ ત્યારે હું એને લઈને નિર્ણય લઈશ. મને આશા હતી કે હું 710 માર્ક્સ સરળતાથી મેળવી લઈશ. પણ હાલ જે પરિણામ આવ્યું છે એનાથી હું ખુશ છું.
Gujarat Weather Forecast: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં આવ્યો પલટો, રાત્રે તૂટી પડ્યો વરસાદ
રોજ 12 કલાક સુધી કરતી હતી અભ્યાસ
હેલી પટેલે ધોરણ 10માં 99.97 પર્સેન્ટાઈલ અને ધોરણ 10માં 99.98 પર્સેન્ટાઈલ મેળવ્યા હતા. હેલી કહે છે કે, ઘૂંટણની સર્જરી બાદ રોજ ત્રણેક કલાક સુધી ફિઝિયોથેરાપીનું સેશન લીધા બાદ હું રોજ 12 કલાક જેટલો સમય તૈયારી પાછળ પસાર કરતી હતી. NEET UGની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓએ NCERT સિલેબસ પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો કે, હેલી પટેલનું જે પરિણામ આવ્યું છે, એનાથી તે ખુશ છે અને હવે તે દિલ્હી એઈમ્સમાં અભ્યાસ કરવા માગે છે.

આસપાસના શહેરોના સમાચાર

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપSource link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here