ભારતમાં 13 કરોડથી વધુ લોકો મેદસ્વિતાનો શિકાર, ગેસ્ટ્રિક બલૂન બની શકે છે સર્જરીનો વિકલ્પ – obesity causes many diseases gastric balloon for weight loss is good alternative of surgery says doctor mohit bhandari

0


અમદાવાદ: મેદસ્વીતા ડાયાબિટિસ, હાર્ટ, લીવર તેમજ કેટલાક પ્રકારના કેન્સર સહિતના ગંભીર રોગો માટે જવાબદાર છે તે અનેક વૈજ્ઞાનિક અભ્યાસોમાં સાબિત થઈ ચૂક્યું છે. એક હદથી વજન વધી જાય અને તે કોઈપણ રીતે ના ઘટતું હોય ત્યારે સર્જરી એકમાત્ર ઉપાય રહે છે. જોકે, ઘણા લોકો સર્જરી કરાવતા અચકાતા હોય છે. મેદસ્વીતા સ્વાસ્થ્ય માટે જોખમી હોવા છતાં જે લોકો સર્જરી કરાવતા અચકાય છે તેમના માટે હવે ગેસ્ટ્રિક બલૂન ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે.

આ અંગે જાણકારી આપતા જાણીતા બારિઆટ્રિક અને એન્ડોસ્કોપિક વેઈટ લોસ સર્જન ડૉ. મોહિત ભંડારીએ જણાવ્યું હતું કે, મેદસ્વિતાની સમસ્યા સમગ્ર દુનિયામાં વધી રહી છે. તેમાંય ચીન પછી ભારત વિશ્વનો બીજો સૌથી વધુ મેદસ્વી લોકો ધરાવતો દેશ બની ચૂક્યો છે. ખાસ કરીને ગુજરાતમાં પણ મેદસ્વી લોકોની સંખ્યા ખૂબ જ વધારે છે. અમદાવાદની જ વાત કરવામાં આવે તો શહેરની 59 ટકા જેટલી વસ્તી વધુ વજન ધરાવે છે. જેમાં 12 ટકા ડાયાબિટિસ અને 15 ટકા લોકોને કોલેસ્ટેરોલ છે.

ડૉ. ભંડારીએ જણાવ્યું હતું કે 100માંથી માંડ 2-4 દર્દી વેઈટ લોસની સર્જરી કરાવવા તૈયાર થતા હોય છે. જોકે, એ વાત પણ મહત્વની છે કે દરેક મેદસ્વી વ્યક્તિને આ સર્જરીની જરુર નથી. ઈન્ટ્રાગેસ્ટિક બલૂન વિશે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, લેટેસ્ટ ટેક્નોલોજી દ્વારા વિકસિત ઈન્ટ્રાગેસ્ટ્રિક બલૂન કેપ્સ્યુલની માફક ગળી શકાય છે. તે દર્દીના પેટમાં જાય ત્યારબાદ તેમાં 550 મિલી લિક્વિડ ભરવામાં આવે છે.

550 મિલી લિક્વિડ ધરાવતો બલૂન પેટમાં હોવાથી મેદસ્વી વ્યક્તિને ભૂખ ઓછી લાગે છે. ચારેક મહિનાના ગાળામાં આ બલૂન જાતે જ સંકોચાઈને શરીરની બહાર નીકળી જાય છે. જો 100 કિલો વજન ધરાવતા મેદસ્વી વ્યક્તિનું વજન સર્જરી દ્વારા 25 કિલો સુધી ઓછું કરી શકાય છે તો આ બલૂન દ્વારા તેનું વજન 15 કિલો જેટલું ઘટી શકે છે. વળી, તેના માટે કોઈ સર્જરી કે એન્ડોસ્કોપીની જરુર નથી પડતી. ગળી શકાય તેવી કેપ્સ્યૂલના આકારનો આ બલૂન પેટમાં ગયા બાદ લિક્વિડથી ભરાઈ જાય છે, અને સ્માર્ટવોચ જેવા ડિજિટલ ડિવાઈસથી પેશન્ટની દરેક હલચલ પર નજર રહે છે, તેમજ ડૉક્ટરને પણ તેનો ડેટા મળતો રહે છે.

ઈન્ટ્રાગેસ્ટ્રિક બલૂનની કોઈ આડઅસર ના હોવાનો દાવો કરતા ડૉ. ભંડારીએ કહ્યું હતું કે ગુજરાતમાં પણ ઘણા દર્દીઓ આ ટ્રીટમેન્ટનો લાભ લઈ ચૂક્યા છે. રેર કેસમાં જો કોઈ દર્દીને ચાર મહિના પહેલા બલૂન કાઢવાનું થાય તો એન્ડોસ્કોપી દ્વારા તેને પંકચર કરીને સરળતાથી કાઢી શકાય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે વજન ઘટાડવા માટેની સર્જરીનો ખર્ચો ચારથી સાડા ચાર લાખ રુપિયા જેટલો થાય છે જ્યારે ઈન્ટ્રાગેસ્ટ્રિક બલૂનની ટ્રીટમેન્ટનો ખર્ચ સાડા ત્રણ લાખની આસપાસ રહે છે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here