વૈશાલી મર્ડર કેસ: સુખવિંદરના પંજાબથી વલસાડ આવવાનો તમામ ખર્ચ બબીતાએ ઉઠાવ્યો હતો – singer vaishali murder case babita bore all expenses of contract killer sukhwinders journey from punjab to valsad

0


વલસાડ: સિંગર વૈશાલી મર્ડર કેસમાં રોજ રોજ નવા અપડેટ્સ આવી રહ્યા છે. ત્યારે હવે આ કેસમાં પંજાબથી પકડાયેલા આરોપી સુખવિંદર સિંહ ભાટીએ પોલીસ સમક્ષ ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુખવિંદરના પંજાબથી વલસાડ આવવા સહિતનો તમામ ખર્ચ બબીતાએ ઉઠાવ્યો હતો. તપાસ દરમિયાન સુખવિંદર પાસેથી પુરાવા પણ મળી આવ્યા છે. સાથે જ એ પણ જાણવા મળ્યું છે કે, આરોપી છેલ્લા 11 વર્ષથી બબીતાના સંપર્કમાં હતો. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં જાણીતી એવી ગાયિકા વૈશાલી બલસારાની લાશ તેની કારમાં 27 ઓગસ્ટના રોજ પાર નદીના કિનારેથી તેની કારમાં મળી આવી હતી જે બાદ PM રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું.

બીજા કોન્ટ્રાક્ટ કિલરની પંજાબમાંથી ધરપકડ
પારડી પોલીસે વૈશાલી બલસારાની હત્યાનો ગુનો નોંધી પોલીસ દ્રારા 8 જેટલી ટીમ બનાવી હત્યાનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા હતા. મુખ્ય સૂત્રધાર બબીતા અને હત્યાની સોપારી લેનાર કોન્ટ્રાકટ કિલર છેલ્લા 11 વર્ષથી સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્ર બની છે. વલસાડ પોલીસે ઝીણવટભરી તપાસ કરીને બબીતાની ધરપકડ કરી હતી. જેમાં રાજ્ય બહારથી કોન્ટ્રાક્ટ કિલરો બોલાવી વૈશાલીની હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસ દ્વારા તે દિશામાં પણ તપાસ હાથ ધરી હતી. જેમાં એક કિલર ત્રિલોકસિંહની ધરપકડ કર્યા બાદ હવે બીજા કોન્ટ્રાક્ટ કિલર સુખવિંદરસિંહ ભાટીની ધરપકડ કરીને પૂછપરછ હાથ ઘરવામાં આવી હતી.

હજી એક આરોપી પોલીસ પકડથી દૂર!
જેમાં વૈશાલીને મારી નાખવા માટે બબીતાએ આરોપીને 8 લાખમાં સોપારી આપી હોવાનું જાણવા મળ્યું છે. હત્યા પહેલા બબીતાએ જ કોન્ટ્રાકટ કિલરને ગુજરાત આવવા માટેના ભાડાના રૂપિયા અને સુરતની હોટલમાં રહેવાના રૂપિયા આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મર્ડર કેસમાં વલસાડ જિલ્લા પોલીસ કોન્ટ્રાક્ટ કિલરને પકડવા માટે રાજ્યની બહાર તપાસ ચાલી રહી છે. સાથે વૈશાલી મર્ડર કેસમાં પકડાયેલા આરોપીઓને જેલ મોકલી દેવાયા છે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here