લેબોરેટરીમાં તમારો રિપોર્ટ પેથોલોજીસ્ટ તૈયાર કરે છે કે કોઈ લાયકાત વગરનો કર્મચારી? – in large numbers pathology labs are owned and run by unqualified people

0


હાઈલાઈટ્સ:

  • કોરોનાકાળમાં મોટી સંખ્યામાં થયો પેથોલોજી લેબોરેટરીમાં વધારો.
  • અનેક લેબોરેટરીમાં સુપ્રીમ કોર્ટના આદેશનું થઈ રહ્યું છે ઉલ્લંઘન.
  • અસોસિએશન તરફથી સુપ્રીમમાં અનેકવાર પિટિશન દાખલ કરાઈ.

અમદાવાદ- હવે તમે પોતાના કોઈ મેડિકલ ટેસ્ટ કરાવવા માટે શહેરની કોઈ પણ પેથોલોજી લેબોરેટરીમાં જાઓ તો સુનિશ્ચિત કરજો કે તમારા રિપોર્ટ કોઈ લાયકાત ધરાવતા પેથોલોજીસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવે. ઉલ્લેખની છે કે કોરોના મહામારી શરુ થઈ ત્યારથી અથવા તો કહી શકાય કે પાછલા 18 મહિનામાં પેથોલોજી લેબોરેટરીની સંખ્યામાં ખૂબ વધારો થયો છે. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે આમાંથી ઘણી લેબોરેટરી એવા લોકો દ્વારા ચલાવવામાં આવે છે જેમની પાસે આ ક્ષેત્રનું પૂરતું જ્ઞાન નથી, જેઓ લાયકાત ધરાવતા નથી. અને આ હરકત ગેરકાયદે તો છે જ, સુપ્રીમ કોર્ટના આદેશોનું પણ ઉલ્લંઘન છે.

ગુજરાત અસોસિએશન ઓફ પેથોલોજીસ્ટ એન્ડ માઈક્રોબાયોલોજીસ્ટના પ્રેસિડન્ટ ડોક્ટર દિલિપ દવે જણાવે છે કે, રાજ્યમાં 1800-2000 લેબોરેટરી એવી છે જેનું સંચાલન યોગ્ય નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેમની પાસે એમડી પેથોલોજી ડિગ્રી છે અથવા ક્લિનિકલ પેથોલોજીમાં ડિપ્લોમા સર્ટિફિકેટ છે. એમબીબીએસ પછી આ ડિગ્રી મેળવવામાં આતી હોય છે. પરંતુ આની સરખામણીમાં ગુજરાતમાં લગભગ 5000 લેબોરેટરી એવી છે જે સુપ્રીમ કોર્ડના આદેશોનું ઉલ્લંઘન કરે છે. સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર, પેથોલોજી લેબોરેટરી રિપોર્ટની ચકાસણી કરવાની અને હસ્તાક્ષર કરવાની સત્તા માત્ર એમડી પેથોલોજીસ્ટ અથવા એમડી માઈક્રોબાયોલોજીસ્ટને જ હોય છે.

ગૌણ સેવા પેપર લીકઃ અસિત વોરા શંકાના ઘેરામાં, કેમ ત્રણ વર્ષથી એક જ પ્રેસને કોન્ટ્રાક્ટ?

આ અસોસિએશનના પૂર્વ અધ્યક્ષ અને પેથોલોજીસ્ટ ડોક્ટર રાજેન્દ્ર લાલાણી જણાવે છે કે, અમે ઘણીવાર આ મુદ્દો ઉઠાવ્યો છે, પરંતુ અમારા પ્રયાસો નિરર્થક સાબિત થાય છે. કોઈ પણ દર્દીની સારવાર માટે સૌથી મહત્વની બાબત છે તેની બીમારીની ઓળખ થવી અને તેના માટે પેથોલોજી લેબોરેટરી મહત્વનો ભાગ ભજવે છે. માટે તે લાયકાત ધરાવનારા લોકો દ્વારા ચલાવવામાં આવે એ અત્યંત જરુરી છે. તંત્રએ આ વાત સુનિશ્ચિત કરવા માટે યોગ્ય પગલા લેવા જોઈએ.
નિષ્ણાંતોનું કહેવું છે કે રાજ્યમાં મોટી સંખ્યામાં એવી પેથોલોજી લેબોરેટરી કાર્યરત છે જેમની માલિકી અને સંચાલન લેબોરેટરી ટેક્નિશિયન દ્વારા કરવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં તેમણે પેથોલોજીસ્ટના સુપરવિઝનમાં કામ કરવું જોઈએ. આટલું જ નહીં, આ ટેક્નિશિયન પેથોલોજીસ્ટની ગેરહાજરીમાં રિપોર્ટ પર હસ્તાક્ષર પણ કરતા હોય છે. ઘણાં પ્રોફેશનલ્સ પર પણ આરોપ છે કે તેઓ વ્યક્તિગત સુપરવિઝન કર્યા વગર જ લેબ રિપોર્ટ્સને સર્ટિફિકેટ આપતા હોય છે. અને લેબોરેટરીના સંચાલકોને પોતાની સ્કેન્ડ સાઈનનો ઉપયોગ કરવાની મંજૂરી આપતા હોય છે.

ઓમિક્રોનઃ એકવારમાં નથી મળતું પરિણામ, મોટાભાગના દર્દીએ બે વખત ટેસ્ટ કરાવવો પડ્યો
એક તબીબી નિષ્ણાંત જણાવે છે કે, અમારા ધ્યાનમાં એવા કિસ્સા આવ્યા છે જ્યાં સરકારી કોલેજોમાં કામ કરતા અમુક પેથોલોજીસ્ટ આ હસ્તાક્ષર વેચવાની આ ગેરકાયદેસરની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. એક કિસ્સો એવો પણ સામે આવ્યો હતો જેમાં સરકારી હોસ્પિટલમાં કામ કરતા પેથોલોજીસ્ટની સહીનો ઉપયોગ વડોદરા, કરજણ, બારડોલી, હાલોલ સહિત નવ અલગ અલગ લેબોરેટરીમાં કરવામાં આવતો હતો. અને આના પરથી સમસ્યાની ગંભીરતાનો અંદાજો લગાવી શકાય છે.

રાજેન્દ્ર લાલાણી જણાવે છે કે, અસોસિએશન તરફથી સુપ્રીમ કોર્ટમાં એક રિવ્યુ પીટિશન ફાઈલ કરવામાં આવી હતી જેમાં દલીલ કરવામાં આવી હતી કે એપેક્સ કોર્ટના આદેશનું પાલન કરવામાં નથી આવી રહ્યું. ઘણાં કેસમાં તો પેથોલોજીસ્ટ માત્ર સહી કરવાની તગડી ફી લેતા હોય છે. તેઓ એક લેબ પાસેથી સહીના બદલામાં દર મહિને 15થી 20 હજાર રુપિયા લેતા હોય છે. આ પ્રકારની લેબોરેટરી પ્રોફેશનલ્સ, ટેક્નિશિયન, બીએસસી-એમએલટી વગેરે સાથે સંપર્ક સાધતી હોય છે. આ પ્રવૃત્તિ ઘણી સામાન્ય બની ગઈ છે અને દેશભરમાં ચાલી રહી છે. લેબ રિપોર્ટ પર પેથોલોજીસ્ટના હસ્તાક્ષર હોવાને કારણે દર્દીઓ પણ કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરતા ખચકાય છે. ઈન્ડિયન મેડિકલ અસોસિએશનના ગુજરાત રાજ્યના સેક્રેટરી ડોક્ટર મેહુલ શાહ જણાવે છે કે, બીમારીની ઓળખ થાય તે માટે લેબોરેટરી રિપોર્ટ ઘણો મહત્વનો ભાગ ભજવે છે. પ્લેટલેટ કાઉન્ટ ઘટી જવા વગેરે જેવા કેસમાં પેથોલોજીસ્ટ મશીનમાં દર્શાવવામાં આવેલા આંકડાને વેરિફાય કરે છે. જો પેથોલોજીસ્ટ જ હાજર નહીં હોય તો રિપોર્ટ યોગ્ય તૈયાર નહીં થાય અને આનાથી દર્દીની સારવાર પ્રભાવિત થશે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here