પિતાના પગલે પુત્ર! અફેરની વાત સામે આવ્યા પછી પારિતોષ અને કિંજલના લગ્ન તોડાવશે અનુપમા? – one more divorce likely to happen in shah house as anupamaa gets to know about sons affair

0


ટીવી સીરિયલ અનુપમા ટીઆરપીની લિસ્ટમાં મોટાભાગે પહેલા નંબર પર હોય છે. અનુપમા સીરિયલ ઘણી જ લોકપ્રિય છે. લોકોને શૉમાં દર્શાવવામાં આવતા ટ્વિસ્ટ અને ટર્ન ખૂબ પસંદ આવતા હોય છે. અનુજ અને વનરાજના અકસ્માતના ટ્રેક પછી શાહ પરિવારમાં થોડા સમય માટે ખુશીઓ આવી હતી, પરંતુ હવે ફરી એકવાર પરિવાર પર આભ ફાટવાનું છે. એક બાજુ અનુજના સ્વાસ્થ્યને કારણે અનુપમા પરેશાન છે ત્યારે પોતાના દીકરાની એક ભૂલનો પર્દાફાશ થવાને કારણે તે સ્તબ્ધ થઈ જશે. દીકરી સમાન વહુ કિંજલ અને નવજાત પૌત્રી માટે અનુપમા શું નિર્ણય લેશે તે જોવાની વાત છે?

Imlieના ફેન્સ માટે ચોંકાવનારા સમાચાર! એક સાથે ત્રણ લીડ એક્ટર્સે છોડ્યો શૉ, જણાવ્યું આ કારણ

કિંજલ-પારિતોષની નામકરણ સેરેમની દરમિયાન પારિતોષના અફેરની વાત અનુપમાને જાણવા મળશે. કિંજલની મમ્મી રાખી દવે આ વાત પહેલાથી જાણે છે. તે પણ હવે પારિતોષનો સામનો કરશે અને તેની પોલ ખોલી કાઢશે. અપકમિંગ એપિસોડમાં જોવા મળશે કે અનુપમાના હાથમાં પારુતોષનો ફોન આવી જશે. તે ફોનમાં સંજનાનો મેસેજ સાંભળશે. સંજના પારિતોષને કહે છે કે તે મળવા માટે રાજકોટથી અમદાવાદ આવી રહી છે. આ સાંભળીને અનુપમાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે. તે પારિતોષનો હાથ પકડીને વાત કરવા માટે અંદર લઈ જાય છે.

અનુપમા અને વનરાજ પછી હવે શાહ પરિવારમાં વધુ એક છૂટાછેડા થવા જઈ રહ્યા છે.આ સિવાય અટકળો તો એવી પણ છે કે કિંજલ અને પારિતોષની દીકરીનું પણ કોઈ કારણોસર મૃત્યુ થઈ જશે. અનુપમા પોતાની વહુ અને દીકરાના છૂટાછેડા કરાવશે. વનરાજની હકીકત સામે આવ્યા પછી અનુપમાએ પણ આ જ નિર્ણય લીધો હતો. કિંજલ અનુપમાને આદર્શ માને છે. તે એક સ્વતંત્ર યુવતી છે. રિપોર્ટ્સ તો એવા પણ છે કે કિંજલનું પાત્ર કરનાર અભિનેત્રીએ શૉ છોડી દીધો હોવાને કારણે આ ટ્વિસ્ટ લાવવામાં આવ્યો છે.

Uorfi Javed અને એક્સ-બોયફ્રેન્ડ વચ્ચે શરૂ થઈ નવી દોસ્તી! ‘ઝલક દિખલા જા 10’માં Paras Kalnawatના પર્ફોર્મન્સના કર્યા વખાણ

આ સિવાય સીરિયલમાં જોવા મળશે કે અનુજ અનુપમાની માફી માંગે છે. અનુજે અનુપમા પર ગુસ્સો કર્યો હતો જેના કારણે તે પોતાની સરખામણી વનરાજ સાથે કરે છે. અનુપમા તેને રોકે છે અને કહે છે કે તેણે પોતાની સરખામણી વનરાજ સાથે ક્યારેય ના કરવી જોઈએ. અને તેણે વધારે વિચારવાની પણ જરૂર નથી.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here