bile in stomach, ખાટાં ઓડકાર, ગેસ, છાતીમાં બળતરા પેટમાં વધતા પિત્તની છે નિશાની, આયુર્વેદના 3 ઉપાયથી મેળવો તત્કાળ રાહત – ayurvedic expert dr dixa bhavsar shares some easy kitchen remedies to reduce excess bile in stomach

0


​પિત્તના લક્ષણો

શરીરમાં વધારે ગરમી

એસિડ રિફ્લક્સ, ગેસ અથવા અપચો

સાંધાનો દુઃખાવો અને સોજા

ઉબકા, ડાયરિયા અથવા કબજિયાત

ક્રોધ અને ગુસ્સો, ચિડિયો સ્વભાવ

શરીરમાં દુર્ગંધ

વધારે પરસેવો થવો

પેટમાં દુઃખાવો

ખોટા ઓડકાર

પીળી અથવા ગ્રીન ઉલટી

કિસમિસનું પાણી

પિત્તને ઘટાડવા માટે તમારે કાળા કિસમિસનું પાણી પીવું જોઇએ. તેમાં નેચરલ એન્ટી-ઓક્સિડન્ટ હોય છે અને તેની તાસીર ઠંડી હોય છે. તેને પીવાથી બ્લીડિંગ, હેર ફૉલ અને એનિમિયાથી પણ રાહત મળે છે. આ પીરિયડ્સ દરમિયાન થતા દુઃખાવા અને કબજિયાતને પણ દૂર કરે છે.

​કેવી રીતે બનાવશો કિસમિસનું પાણી

એક મુઠ્ટી કાળા કિસમિસ લો અને તેને યોગ્ય રીતે ધોઇને આખી રાત એક ગ્લાસ પાણીમાં પલાળો. બીજા દિવસે સવારે પલાળેલી કિસમિસને પાણીમાં પીસી લો અને સ્વાદિષ્ટ અને ઠંડક આપતી કિસમિસનું પાણી પી લો. આ પાણીને દરરોજ સવારે અથવા ભોજનના એક કલાક પહેલાં અને એક કલાક પછી પણ પી શકો છો.

​ચોખાનું પાણી

જો તમારાં શરીરમાં વધારે ગરમી રહે છે તો તમારે ચોખાનું પાણી પીવું જોઇએ. તેનો શરીર પર ઠંડો પ્રભાવ પડે છે. જો તમને ઉપર જણાવેલા લક્ષણોનો અનુભવ થાય છે, તો તમારે નિયમિત રીતે ચોખાનું પાણી પીવું જોઇએ.

​વરિયાળીનું પાણી

એસિડિટીથી રાહત મેળવવા માટે તમે એક કપ પાણીમાં વરિયાળીને ઉકાળીને પી શકો છો. વરિયાળીમાં તેલની માત્રા હોય છે જે પાચનમાં સહાયક છે અને સોજાને દૂર કરે છે. તે પેટની સપાટીને પણ શાંત રાખે છે અને એસિડિટી દરમિયાન થતી બળતરાંને પણ દૂર કરે છે.

​કેવી રીતે બનાવશો વરિયાળીનું પાણી

એક ચમચી વરિયાળીનો પાઉડર લો અને તેને એક ગ્લાસ ઠંડા પાણીમાં એક ચમચી સિંધવ નમક સાથે મિક્સ કરો. મીઠી વરિયાળીને શરબતની માફક તૈયાર કરીને પીવો. આ સિવાય તેને બપોરના ભોજનના 2 કલાક બાદ ખાઇ શકો છો.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.



Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here