અફઘાનિસ્તાનની વાયરલ મિસ્ટ્રી ગર્લઃ જેની સુંદરતાની થઈ રહી છે પ્રશંસા, તેણે કર્યો મોટો ખુલાસો – asia cup 2022 mystery girl wazhma ayoubi reveals she was unwell calls team india favourite team

0


એશિયા કપ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં અફઘાનિસ્તાને ધમાકેદાર શરૂઆત કરી હતી. પ્રથમ ગ્રુપ મેચમાં ટીમે શ્રીલંકા અને બાદમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. સુપર-4માં તમામને ટીમ પાસે ઘણી આશા હતી પરંતુ તે એક પણ મેચ જીતી શકી નહીં. પાકિસ્તાન અને શ્રીલંકા વિરુદ્ધ તેને નજીવા અંતરથી પરાજય મળ્યો હતો. જોકે, ભારત સામે તેને 101 રનના જંગી અંતરથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ પણ સ્ટેડિયમમાં તેમના સમર્થકોની ઓટ આવી નથી. એક અફગાનિસ્તાની મિસ્ટ્રી ગર્લનો ફોટો ટુર્નામેન્ટની શરૂઆતમાં વાયરલ થયો હતો જેનું નામ વાજમા અયુબી છે.

ઈન્ટરનેટ પર છવાઈ ગઈ અયુબી
વાજમા અયુબીને જ્યારે પ્રથમ વખત સ્ટેડિયમમાં જોવા મળી અને તેની તસ્વીર સોશિયલ મીડિયા પર ઘણી જ વાયરલ થઈ હતી. પ્રત્યેક વ્યક્તિ તેની જ ચર્ચા કરી રહી હતી. આ અત્યંત સુંદર વાજમા અયુબી અફઘાનિસ્તાનની બિઝનેસવુમેન અને સોશિયલ એક્ટિવિસ્ટ છે. તે પોતાની ફેશન બ્રાન્ડ ચલાવે છે. 28 વર્ષીય અયુબી પોતાની કારકિર્દી બનાવવા માટે અફઘાનિસ્તાનથી દુબઈ શિફ્ટ થઈ ગઈ હતી.

ભારતને ગણાવી ફેવરિટ ટીમ
એશિયા કપમાં અફઘાનિસ્તાનનો અંતિમ મુકાબલો ભારત સામે હતો. આ મેચ પહેલા વાજમા અયુબી ઘણી અસ્વસ્થ હતી તેમ છતાં તે મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચી હતી. તેણે ભારતને પોતાની ફેવરિટ ટીમ ગણાવી હતી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, અમારે બ્લૂ ટાઈગર્સ અને એશિયા કપ 2022માં અમાર સુંદર ઝંડા સાથે એક અંતિમ ટ્રિબ્યુટ, હું અસ્વસ્થ હતી પરંતુ હું મારી બે ફેવરિટ ટીમોની અંતિમ મેચ જાવાનું ચૂકી શકુ નહીં.

અંતિમ મેચમાં કોહલી આવ્યો ફોર્મમાં, ભારતનો વિજય
ભારત અને અફઘાનિસ્તાન એશિયા કપમાં પોતાની અંતિમ મેચમાં આમને સામને થયા હતા. બંને ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. આ મેચમાં ભારતે 101 રનથી વિજય નોંધાવ્યો હતો. આ મેચની સૌથી મહત્વની વાત એ રહી હતી કે વિરાટ કોહલીએ 1021 દિવસ બાદ પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની 71મી અને આંતરરાષ્ટ્રીય ટી20માં પ્રથમ સદી ફટકારી હતી. ભારતે બે વિકેટે 212 રન નોંધાવ્યા હતા. જ્યારે અફઘાનિસ્તાની ટીમ 111 રન જ નોંધાવી શકી હતી. એશિયા કપમાં રવિવારે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ફાઈનલ રમાશે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here