જોશમાં આવી સ્ટેજ ઉપર ડાન્સ કરતા કરતા સપના ચૌધરી પડી ગઈ, વાયરલ થયો જૂનો વિડિયો – sapna chaudhary fell while dancing on the stage in excitement, an old video went viral

0


હરિયાણાના સોશિયલ મીડિયા સેન્સેશન સપના ચૌધરી હંમેશા તેના ડાન્સને લઈ ખાસ ચર્ચામાં રહે છે. તેનો ડાંસ હરિયાણા, દિલ્હી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. સપના ચૌધરી આ જગ્યા પર ખાસ ફેન ફોલોઈંગ ધરાવે છે. બિગ બોસમાં જોવા મળ્યા બાદ સપનાએ પોતાની ઓળખ વિશ્વભરમાં બનાવી લીધી છે. સપના ચૌધરી સ્ટેજ પર પોતાના ધમાકેદાર ડાન્સ માટે ખૂબ જાણીતી છે. સપનાના ફેન પેજ પર ડાન્સને લગતા અનેક વિડિયો શેર કરવામાં આવે છે. આ ક્રમમાં સપના એક થ્રોબૈક વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ડાન્સ કરતા કરતા ઓચિંતા જ પડી જાય છે.

પડી જવાની ઘટનાને સપના એક ડાન્સ સ્ટેપ બનાવી લીધુ
વર્ષ 2017નો આ વીડિયો સોશિયલ મીડિયા પર ફરી એક વખત ચર્ચામાં આવી ગયો છે. વિડિયોમાં જોઈ શકાય છે કે સપના લાઈવ સ્ટેજ પર ડાન્સ કરી રહી છે. તે સમયે તે સુપરહિટ ગીત પર ડાન્સ કરતી હતી. સપનાના ડાન્સને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. પણ ડાન્સ કરતાં કરતાં એક તબક્કે ઓચિંતા જ સપના સંતુલન ગુમાવી દે છે અને સ્ટેજ પર જ ધડામ દઈને પડી જાય છે. જો કે ક્ષણ ભરમાં જ તે પોતાની જાતને સંભાળી લે છે પડી જવાની આ ઘટનાને તે એક ડાન્સ સ્ટેપ તરીકે બનાવી લે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડિયોને જોયા બાદ ફેન્સ સપનાની ખૂબ પ્રશંસા કરે છે.

b

અત્રે ઉલ્લેખનીય છે કે સપના ચૌધરી હરિયાણાની ક્વિન તરીકે ઓળખ ધરાવે છે. તેણે અત્યાર સુધીમાં ઈંગ્લિશ મીડિયમ, ચુનરી જયપુર કી, તેરી આંખ કા યો કાજલ જેવા અનેક સુપરહિટ ગીતોમાં જોવા મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સપના ચૌધરી બિગ બોસ 11ની બહુચર્ચિત ખેલાડી હતી. શોમાં તેના બિંદાસ નેચર અને ધાકડ અંદાજથી લોકોના દિલ જીતી લીધા હતા. સપનાએ વીરે કી વેડિંગમાં એક સ્પેશિયલ ડાન્સ નંબર ‘હટ જા તાઉ’ પર પર્ફોમન્સ કરીને બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે અભય દેઅલ સ્ટારર ફિલ્મ નાનૂ કી જાનૂની લવ બાઈટ અને તેરે ઠુમકે સપના ચૌધરી ગીતમાં જોવા મળી હતી.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here