અમદાવાદમાં આભ ફાટ્યું: સાયન્સ સિટી-બોડકદેવમાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો – heavy rain in ahmedabad science city and bodakdev received up to 4 inches of rain

0અમદાવાદ:

છેલ્લા ઘણા દિવસોથી ભારે ઉકળાટ બાદ શનિવારે બપોર પછી અમદાવાદ-ગાંધીનગર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. શરૂઆતમાં ઝરમર વરસાદ બાદ અમદાવાદમાં એક કલાકમાં જ જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ. આંકડા પર નજર કરીએ તો શહેરના સાયન્સ સિટી અને બોડકદેવ વિસ્તારમાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. થોડા સમયમાં આટલો બધો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તાર સહિત ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ. વરસાદને લઈને અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. તો બીજી તરફ ભારે ઉકળાટ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી.

અમદાવાદમાં ક્યાં કેટલો વરસાદ?
AMC દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર સવારે 6થી રાતના 8 વાગ્યા દરમિયાન સૌથી વધારે સાયન્સ સિટીમાં 4 ઈંચ જેટલો, બોડકદેવમાં સાડા ત્રણ ઈંચ, ગોતા-ચાંદલોડિયામાં અડધો ઈંચથી વધુ, સરખેજ અને જોધપુરમાં બે ઈંચ જેટલો, બોપલમાં અઢી ઈંચ તો મકતમપુરામાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા.

5 દિવસ ભારે વરસાદની આગાહી
પ્રાપ્ત માહિતી અનુસાર આગામી 5 દિવસ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વલસાડ, સુરત, નવસારી, ડાંગ, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથમાં વરસાદની આગાહી છે. ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે.

અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર, વરસાદ દરમિયાન 40 કિલોમીટર પ્રતિકલાક્ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તારીખ પર નજર કરીએ તો 12,13,14 સપ્ટેમ્બરે ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી છે. બીજી બાજુ, 13 અને 14 સેપ્ટેમ્બરે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે.

વરસાદ સાથે વીજળી પડતા 5 લોકોના મોત
શનિવારે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ સાથે વીજળી પડતાં કુલ 5 લોકોના મોત થયાના સમાચાર મળ્યા છે. જેમાં ખાસ કરીને દાહોદ અને સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, શનિવારે બપોર પછી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. પહેલા કાળા ડિબાંગ વાદળોથી અંધારૂં છવાયું અને પછી વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here