ritesh singh: રાખી સાવંત સાથે નથી થયા રિતેશના લગ્ન, બિગ બોસ 15માંથી બહાર થયા બાદ કર્યો ખુલાસો – rakhi sawant husband ritesh singh spoke about their marriage and relationship

0


હાઈલાઈટ્સ:

  • રિતેશ સિંહ અને રાખી સાવંતે હકીકતમાં લગ્ન કરી લીધા છે, તે અંગે હતી અટકળો
  • સ્નિગ્ધા પ્રિયા પાસેથી ડિવોર્સ મળ્યા બાદ રાખી સાવંત સાથે લગ્ન કરીશઃ રિતેશ સિંહ
  • 2019માં કંપનીની ઈવેન્ટના સંદર્ભમાં રિતેશ સિહે રાખી સાવંતનો કર્યો હતો સંપર્ક

એક કન્ટેસ્ટન્ટ કે જે બિગ બોસના ઘરમાં એન્ટર થયો ત્યારથી ચર્ચામાં હતો તે છે રિતેશ સિંહ ઉર્ફે રિતેશ કુમાર. પહેલા જ દિવસથી લોકોને શું તે જ રાખી સાવંતનો પતિ છે તે અંગે નવાઈ લાગતી હતી અને તેણે તેવો દાવો પણ કર્યો હતો. હાલમાં જ્યારે રિતેશની પહેલી પત્ની સ્નિગ્ધા પ્રિયા અને દીકરા સાથેની તસવીર વાયરલ થઈ ત્યારે અટકળોએ જોર પકડ્યું હતું. બોમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં, સ્નિગ્ધાએ દાવો કર્યો હતો કે, રિતેશ સાથે હજી તેના ડિવોર્સ થયા નથી અને તેને રાખીના પતિ તરીકે જોઈને નવાઈ લાગી હતી. તેણે તેમ પણ કહ્યું હતું કે, તેણે એપ્રિલ, 2017માં તેની સામે ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો હતો. રિતેશ હવે રાજીવ અડાતિયા સાથે બિગ બોસના ઘરમાંથી બહાર થઈ ગયો છે. બોમ્બે ટાઈમ્સ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરતાં રિતેશે રાખી સાવંત સાથેના તેના વર્તન તેમજ સ્નિગ્ધાએ તેના પર લગાવેલા આરોપો વિશે વાત કરી હતી.

ઘરમાં તારી રાખી સાવંત સાથેની ગેરવર્તણૂક ટીકાનો ભાગ બની હતી. શું તને લાગે છે કે, આ જ કારણથી લોકોએ તને વોટ ન આપ્યા અને તું બહાર થયો?
‘હા, હું બહાર થવાથી દુઃખી છું, કારણ કે હું જે રીતે રમી રહ્યો હતો તે રીતે લાંબા સમય સુધી ટકીશ તેવી અપેક્ષા હતી. પરંતુ મને લાગે છે કે, રાખી સાથે મેં જે રીતે વર્તન કર્યું તે લોકોને પસંદ આવ્યું નથી અને મને વોટ ન આપ્યા. તેમને મારા હેતુ અંગે ગેરસમજણ થઈ. મારું રાખી પ્રત્યેનું વર્તન ગેમનો ભાગ હતો. હું ઘરવાળાને વિશ્વાસ અપાવવા માગતો હતો કે, હું વ્યક્તિગત રીતે ગેમ રમી રહ્યો છું અને રાખીના આશરે નહીં. ઘરમાં બે ભાગ પડી ગયા હતા. એક રાખીને સપોર્ટ કરતો હતું જ્યારે અન્ય મારા પક્ષમાં હતું. પ્લાન હતો કે શરૂઆતમાં રાખીને અલગ રાખવી અને આમ તેને સપોર્ટ કરવો. હું માનુ છું કે મારે આ અંગે રાખીને જાણ કરી દેવી જોઈતી હતી’.

અંકિતા લોખંડેના બર્થ ડે પર સુશાંતની બહેને કહી સુંદર વાત, શેર કરી બંનેની જૂની તસવીર
તારી પત્ની, સ્નિગ્ધા પ્રિયાએ કહ્યું કે, તું હજી પણ તેને પરિણીત છે, તો રાખી સાથે લગ્ન કર્યો હોવાનો તારો દાવો શું સાચો નથી?
હા, તે સાચું છે કે મેં હજી ડિવોર્સ લીધા નથી. જે લોકોને લાગે છે કે હું ખોટો છું તેમણે મારા તરફથી કહાણી સાંભળવાની જરૂર છે. એક મહિલા પુરુષ સામે આરોપો લગાવે તેનાથી તે ખોટો બની જતો નથી. મેં એટલા માટે મૌન સેવ્યું કારણ કે હું મારા અંગત જીવન વિશે વાત કરવાની સ્થિતિમાં નહોતો. હું મારા બાળક માટે પણ ચૂપ રહ્યો. તેણે મારું જીવન ખરાબ કરી નાખ્યું પરંતુ હું મારા બાળકનું કરવા માગતો નહોતો. હું પીડિત છું, જેના પર સતત સવાલ થયા. રાખીની વાત છે તો, અમે ઔપચારિક લગ્ન અથવો કોર્ટ મેરેજ કર્યા નથી. અમે ભગવાનને સાક્ષી માનીને અમારા સંબંધોને આગળ વધાર્યા છે.

સ્નિગ્ધાએ તારી સામે ઘરેલુ હિંસાનો કેસ કર્યો છે. તારું આ વિશે શું કહેવું છે?
તેણે મારા પર ઘરેલુ હિંસાના જે આરોપ લગાવ્યા છે તે ખોટા છે. સ્નિગ્ધા એક વખત નહીં પરંતુ બેવાર અન્ય વ્યક્તિ સાથે ભાગી ગઈ હતી. તે ક્યાં છે તેની જાણ ન હોવાથી મેં ફરિયાગ પણ નોંધાવી હતી અને તેની પાસે ડિવોર્સ માગ્યા હતા. તેણે મને હિંસક વ્યક્તિ ગણાવ્યો જે તેને રોજ મારતો હતો. જો હું ખરાબ હોઉ તો તે મને ડિવોર્સ આપવા માટે કેમ તૈયાર ન થઈ? કેમ તે અચાનક સામે આવી અને જ્યારે હું બિગ બોસના ઘરમાં હતો ત્યારે મારા વિશે વાત કરી? તેનો હેતુ મને પરેશાન કરવાનો છે. જો તેના આરોપો સાચા હોત તો રાખી મારી સાથે રહેત? મેં હંમેશાથી કહ્યું છું કે, હું બિહારનો છું અને બેલ્જિયમમાં રહું છું. સ્નિગ્ધા પ્રિયાનો હેતુ મારી પાસેથી પૈસા કઢાવવાનો છે.

દેવોલીના ભટ્ટાચાર્જીના મમ્મીએ રશ્મિ દેસાઈને કહી ‘સ્વાર્થી’, કહ્યું ‘પહેલા જ દીકરીને ચેતવી હતી’
તારા રાખી સાવંત સાથેના સંબંધો કઈ સ્થિતિ પર છે?
મનના સંબંધો મારા રાખી સાથેના છે. રાખી મને પતિ માને છે અને હું તેને પત્ની માનુ છું. એકવાર ડિવોર્સ મળી જાય બાદમાં હું રાખી સાથે લગ્ન કરીશ. જ્યારે મારી પર્સનલ લાઈફમાં ઉદાસિનતા હતી ત્યારે તેણે મને સપોર્ટ આપ્યો હતો. તે સમયે હું પાગલ થઈ જાત અથવા આલ્કોહોલિક.

તારી રાખી સાવંત સાથે મુલાકાત ક્યાં અને કેવી રીતે થઈ?
2019ની શરૂઆતમાં મારી કંપની માટે ઈવેન્ટ ઓર્ગેનાઈઝ કરી રહ્યો હતો તે સંદર્ભમાં વોટ્સએપ પર રાખી સાથે વાત થઈ હતી. તેણે મને તરત જ પ્રપોઝ કર્યું હતું, પરંતુ મેં તેને અવગણી હતી અને તેની કોન્ટ્રોવર્શિયલ ઈમેજના કારણે રિલેશનશિપમાં રહેવાનું ટાળ્યું હતું. જે બાદ જુલાઈમાં અમે મુંબઈની હોટલમાં મળ્યા હતા અને પ્રેમમાં પડ્યા હતા. અમે ભગવાનને સાક્ષી માનીને 28 જુલાઈ, 2019માં લગ્ન કર્યા હતા. આ સંબંધોને પવિત્ર માનુ છું.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here