છ વર્ષથી પથારીવશ હતા, ચાર કલાકની જટિલ સર્જરી પછી ચાલતા થયા પેટલાદના મહિલા – petlad woman bed ridden for the last six years can now walk after successful knee and hips surgery

0


હાઈલાઈટ્સ:

  • 10 વર્ષથી સંધીવાની બીમારીનો શિકાર હતા 61 વર્ષીય મહિલા.
  • પેટલાદ તાલુકાના જેસરવા ગામમાં રહે છે દર્દી કૈલાસબેન સુથાર.
  • ચારુસેટ હોસ્પિટલના તબીબોએ ચાર કલાકમાં પાર પાડી સર્જરી.

આણંદ- આર્થરાઈટીસ એટલે સાંધાની બીમારી, જેને સામાન્ય ભાષામાં આપણે સંધીવા પણ કહેતા હોઈએ છીએ. આજકાલ લોકોમાં આ બીમારીની ફરિયાદ ઘણી વધી ગઈ છે. સંધીવાને કારણે ઘણાં લોકોને ચાલતી વખતે, પલાંઠી વાળતી વખતે, નીચે બેસતી અને ઉઠતી વખતે તકલીફ થતી હોય છે. પહેલા મોટાભાગે વૃદ્ધોમાં આ પ્રકારની ફરિયાદ જોવા મળતી હતી, હવે નાની ઉંમરના લોકોને પણ સંધીવાની સમસ્યા થતી હોય છે. સંધીવાના આયુર્વેદિક ઉપયાર પણ ઘણાં છે, પરંતુ રોગ વધે નહીં તે માટે ડોક્ટરને મળીને ટ્રીટમેન્ટ શરુ કરવી જરુરી હોય છે.

પતિએ Whatsapp પર કહ્યું ‘આપણે સાથે નહીં રહી શકીએ’, ડિવોર્સ પેપર કુરિયર કર્યા

સંધીવાના એક દર્દીનો આવો જ કેસ ચાંગા સ્થિત ચારુસેટ હોસ્પિટલથી સામે આવ્યો છે. ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના ઓર્થોપેડિક વિભાગના નિષ્ણાંત તબીબોએ તાજેતરમાં જ એક 61 વર્ષીય મહિલાની જટિલ અને સફળ સર્જરી હાથ ધરી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર, આ મહિલા પાછલા છ વર્ષથી પથારીવશ હતા. આટલુ જ નહીં, તેઓ પાછલા 10 વર્ષથી આ દુ:ખાવાથી પીડિત હતા. દુ:ખાવાને કારણે તેમને ચાલવામાં પણ તકલીફ પડતી હતી.

કેસની વિગતવાર વાત કરીએ તો, પેટલાદ તાલુકાના જેસરવા ગામમાં રહેતા 61 વર્ષીય કૈલાસબેન સુથાર સંધીવાથી પીડાતા હતા. પાછલા 10 વર્ષથી તેઓ દુ:ખાવો સહન કરતા હતા. તેઓ ચાલી નહોતા શકતા અને પાછલા છ વર્ષથી તો તેઓ પથારીવશ હતા. તેમણે સારવાર માટે ચારુસેટ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હોસ્પિટલમાં તબીબોએ પ્રાથમિક કરી અને રિપોર્ટ કર્યા તો જાણવા મળ્યું કે, ઢીંચણ અને થાપાના ટ્રાન્સપ્લાન્ટની જરુર છે. આ ટ્રાન્સપ્લાન્ટ જટિલ હોવાને કારણે સૌપ્રથમ એક ઢીંચણ અને એક થાપાનું ઓપરેશન કરવામાં આવ્યું.

લેબોરેટરીમાં તમારો રિપોર્ટ પેથોલોજીસ્ટ તૈયાર કરે છે કે કોઈ લાયકાત વગરનો કર્મચારી?
થાપાનું ઓપરેશન બે કલાક અને ઢીંચણનું ઓપરેશન બે કલાક ચાલ્યુ હતું. કુલ ચાર કલાક ચાલેલી આ જટિલ સર્જરી પછી કૈલાસબેન સુથાર હવે દુ:ખાવા વિના ચાલી શકે છે. વર્ષોથી કૈલાસબેન સુથાર આ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા, પરંતુ હવે સફળ સર્જરી પછી તેમણે પથારીવશ નહીં રહેવુ પડે અને હરી-ફરી પણ શકશે. નિષ્ણાંત તબીબોની મદદને કારણે આ સર્જરી સફળતાથી પૂરી થઈ શકી હતી.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here