રાખી સાવંત અને દીકરા રિતેશના લગ્નથી ખુશ નથી માતા, વહુને મળવાની ઈચ્છા વ્યક્ત કરી – ritesh’s mother didn’t know about her son’s marrriage with rakhi sawant

0


રાખી સાવંતનો પતિ રિતેશ બિગ બોસ 15ના ઘરમાંથી બહાર આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી રાખી સાવંતે જાહેર કર્યુ હતું કે તેના રિતેશ નામના યુવક સાથે લગ્ન કર્યા છે પરંતુ તે કોઈ દિવસ પતિ સાથે જોવા નહોતી મળી અને તેણે પતિની તસવીર પણ શેર નહોતી કરી. બિગ બોસના ઘરમાં પહેલીવાર લોકોએ રાખી સાવંતના પતિને જોયો. ચોંકાવનારી બાબત એ છે કે રિતેશના માતાને પણ બિગ બોસ જોઈને દીકરાના લગ્ન વિશે ખબર પડી.

2022માં પરણી જશે મલાઈકા-અર્જુન? તેમના ભાવીમાં શું લખાયેલું છે જ્યોતિષે જણાવ્યું

રિતેશ ઘરમાં આવ્યો પછી તેની કથિત પ્રથમ પત્નીએ અનેક આરોપ મૂક્યા હતા. પત્નીએ ભાઈ રવિકાંત પાસે રિતેશ વિરુદ્ધ ફરિયાદ કરાવડાવી હતી. ફરિયાદ અનુસાર, રિતેશના પત્નીનું નામ સ્નિગ્ધા પ્રિયા છે. 1 ડિસેમ્બર 2014ના રોજ રિટાયર્ડ સ્ટેશન માસ્ટર રાજેશ પ્રસાદના દીકરા રિતેશ રાજ સાથે થયા હતા. તેણે આરોપ મૂક્યો છે કે લગ્ન પછી પતિ રિતેશ, સાસુ, સસરા અને નણંદ તેની સાથે મારપીટ કરતા હતા. કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને નિરાકરણ પણ આવી ગયુ હતું. રિતેશના ભાઈના જણાવ્યા અનુસાર, પટણા હાઈકોર્ટે વર્ષ 2019માં બન્નેને સમાધાન કરવાનો આદેશ આપ્યો હતો. સ્નિગ્ધા પોતાના માતાપિતા સાથે બેતિયા રહે છે.

બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે ‘Spider-man: No Way Home’, 100 કરોડ ક્લબમાં એન્ટ્રી
રિતેશ બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યો છે ત્યારે તેના માતા મધુબાલા દેવીનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, તેમને પણ રિતેશ અને રાખીના લગ્ન વિષે જાણકારી નહોતી. પાડોશીઓએ ટીવી પર બિગ બોસ જોઈને તેમને આ વાત જણાવી હતી. તેમના જણાવ્યા અનુસાર, રિતેશ આઈઆઈટીથી એન્જિનિયરિંગ કરીને બેંગ્લોરમાં નોકરી કરતો હતો. ત્યારપછી તે વિદેશ અવરજવર કરતો હતો. જો કે તેમણે જણાવ્યું કે, તેમનો રિતેશ સાથે સંપર્ક નથી થઈ શક્યો. મધુબાલા દેવી રાખી સાવંત સાથે દીકરાના લગ્નથી ખુશ નથી. પરંતુ તે એકવાર રાખીને મળવા માંગે છે. તેમણે કહ્યું કે, રાખીને મળ્યા પછી હું કહી શકીશ કે વહુ તરીકે તે કેવી છે. તેની પ્રથમ પત્ની ઘરની જેમ નહોતી રહી. રિતેશ સાથે મારપીટ કરીને સંબંધ પતાવી દીધો.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here