o brain suspended: TMC સાંસદ ડેરેક ઓ બ્રાયનને શિયાળુ સત્ર પૂરતા કર્યા સસ્પેન્ડ, સભાપતિ તરફ ફેંકી હતી રુલ બુક – tmc mp o brain suspended from winter session of rajya sabha

0


હાઈલાઈટ્સ:

  • સભાપતિ તરફ રુલ બુક ફેંકવા સામે ઓ બ્રાયન સામે કાર્યવાહી કરવામાં આવી
  • શિયાળુ સત્ર પૂરુ ના થાય ત્યાં સુધી ટીએમસી સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા
  • હાલમાં કોંગ્રેસ અને વિપક્ષ સાંસદોને સસ્પેન્ડ કરવા પર રાજ્યસભામાં હંગામો ચાલી રહ્યો છે

નવી દિલ્હીઃ કોંગ્રેસ સહિત વિપક્ષના સસ્પેન્ડ કરાયેલા સાંસદોને મુદ્દે થયેલા હંગામા વચ્ચે ટીએમસીના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયન સામે વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તેમને રાજ્યસભામાં ગેરવર્તન કરવા બદલ શિયાળુ સત્રથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે 21 ડિસેમ્બરે ચૂંટણી કાયદા પર સંશોધન બિલ પર ચર્ચા દરમિયાન સભાપતિ તરફ રુલ બુક ફેંકી હતી. જેની સામે એમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

એ સમયે ચેર પર હાજર સસ્મિત પાત્રાએ કહ્યું કે, ટીએમસી સાંસદે પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો અને નાયમ ચેરમેનએ એનો જવાબ આપ્યો હતો. પાત્રા મુજબ થોડા સમય પછી ડેરેક ઓ બ્રાયને રુલ બુકને ચેરમેન તરફ ફેંકી હતી જેનાથી સભાપતિ, સેક્રેટરી જનરલ કે ટેબલ પર બેઠેલા અધિકારીઓને ઇજા થઇ શકતી હતી. આ સંદર્ભે સંસદીય કાર્ય રાજ્ય મંત્રી વી મુરલીધરને રજૂ કરેલા પ્રસ્તાવ ને સદનમાંથી પાસ કરીને ટીએમસી સાંસદને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલા વિપક્ષના 12 સાંસદોના મુદ્દે વિરોધ ચાલી રહ્યો છે. સરકારનું કહેવુ છે કે, માફી પત્ર વગર સસ્પેન્શન પાછું ખેંચી શકાશે નહીં.

આ મુદ્દે સદનના નેતા પીયુષ ગોયલે કહ્યું કે અમે વિચાર્યુ હતું કે સાંસદોને સસ્પેન્ડ કરવાથી વિપક્ષ કંઇક સિખશે, પરંતુ આવી ઘટના ફરીવાર બની છે. ગોયલનું કહેવુ છે કે ડેરેક ઓ બ્રાયને નિયમ પુસ્તિકાને ફેંદી દીધી, જે એમણે નહોતું કરવાનું.

બીજી તરફ રાજ્યસભામાંથી સસ્પેન્ડ થયા પછી ઓ બ્રાયને એક ટ્વીટ કરી કહ્યું- આ પહેલા મને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો ત્યારે કેન્દ્ર નવા કૃષિ કાયદા લઇને આવી હતી. આપણે સૌ જાણીએ છીએ કે એ પછી શું થયું.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here