sp ring road bridge collapse in ahmedabad: અમદાવાદ: એસપી રિંગ રોડ પર નિર્માણાધીન બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો – a section of a bridge under construction on sp ring road collapsed in ahmedabad

0


| I am Gujarat | Updated: Dec 21, 2021, 11:37 PM

શહેરના સરદાર પટેલ રિંગ રોડ પર નવો બની રહેલો બ્રિજનો ભાગ તૂટી પડ્યો છે. બોપલથી શાંતિપુરા જવા માટે બની રહેલો બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો

 

હાઈલાઈટ્સ:

  • સરદાર પટેલ રિંગ રોડ પર નવનિર્માણ બ્રિજનો ભાગ તૂટી પડ્યો
  • બોપલથી શાંતિપુરા જવા માટે બની રહેલો બ્રિજનો ભાગ તૂટી પડ્યો
  • ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો, કોઈ જાનહાનિ નહીં

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ રિંગ રોડ પર નવો બની રહેલો બ્રિજનો ભાગ તૂટી પડ્યો છે. બોપલથી શાંતિપુરા જવા માટે બની રહેલો બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયર વિભાગના ત્રણ ફાયર ફાઈટર ઘટના સ્થળે જવા માટે રવાના થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મહત્વનું છે કે, બોપલથી શાંતિપુરા જતા રિંગ રોડ પર વાયએમસી ક્લબ રોડના ટર્નિંગ પાસે છેલ્લાં છ મહિનાથી ઔડા દ્વારા બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે.
(વધુ વિગતો ઉમેરાઈ રહી છે)

આસપાસના શહેરોના સમાચાર

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ

Web Title : a section of a bridge under construction on sp ring road collapsed in ahmedabad
Gujarati News from I Am Gujarat, TIL Network



Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here