Covid vaccine for kids: બાળકોની સુરક્ષા માટે લાખો ખર્ચતાં ગુજરાતી મા-બાપ, કોરોનાની રસી અપાવવા જાય છે વિદેશ – parents in gujarat taking their kids to abroad for vaccination to get protected from coronavirus

0


હાઈલાઈટ્સ:

  • રસી વિના બાળકને સ્કૂલે મોકલવા માટે મા-બાપ રાજી નથી.
  • વિદેશની ટ્રીપના લાખો રૂપિયા ખર્ચીને પોતાના સંતાનને રસી અપાવી રહ્યા છે મા-બાપ.
  • વિદેશ જઈને બાળકોને રસી અપાવા ઉપરાંત પોતે પણ બૂસ્ટર ડોઝ લે છે વાલીઓ.

અમદાવાદ/સુરત: રાજદીપ બ્રહ્મભટ્ટ અને તેમનાં પત્ની સિદ્ધિ હાલમાં જ અમેરિકાથી અમદાવાદ પરત ફર્યા છે. બ્રહ્મભટ્ટ દંપતી અમેરિકા કોઈ બિઝનેસ ટ્રીપ કે સામાજિક પ્રસંગમાં હાજરી આપવા નહોતા ગયા. 19 દિવસની તેમની આ ટ્રીપ પાંચ વર્ષના ટ્વિન્સ બાળકો સર્વ અને સત્વને કોરોનાની રસી અપાવા ગયા હતા.

બાળકોને શાળાએ મોકલવા કે નહીં? ચિંતિત વાલીઓને બાળરોગના નિષ્ણાંતોએ આપી સલાહ

નારણપુરામાં રહેતા સિદ્ધિ બ્રહ્મભટ્ટે કહ્યું, “અમારા બાળકોનો જન્મ અમેરિકામાં જ થયો હોવાથી ત્યાંનું નાગરિકત્વ ધરાવે છે અને તેઓ રસી લેવા માટેની લાયકાત પણ ધરાવે છે. ભારતમાં બાળકો માટેની રસી હજી આવી નથી ત્યારે અમે વિચાર્યું કે, અમારા ટ્વિન્સને કોરોનાથી બચાવા માટે ત્યાં જઈને રસી અપાવી દેવી જોઈએ.”

રાજદીપના કહેવા પ્રમાણે, સ્કૂલો ફરી શરૂ થઈ છે અને એટલે જ તેઓ બાળકોને રસી અપાવા માટે પ્રેરાયા હતા. “કોરોનાની બીજી લહેર દરમિયાન અમારા પરિવારના એક સભ્યને ગુમાવ્યા છે. અમારા બાળકોનું સંપૂર્ણ રસીકરણ થઈ જાય પછી જ અમે તેમને સ્કૂલે મોકલવા માગીએ છીએ. જેથી અમને તેમની સુરક્ષાની ખાતરી રહે. ડૉક્ટરની સલાહ લીધા બાદ મેં અને મારી પત્નીએ પણ બૂસ્ટર ડોઝ લઈ લીધો છે”, તેમ રાજદીપે ઉમેર્યું.

બ્રહ્મભટ્ટ દંપતી જ નહીં બીજા કેટલાય કપલે પોતાના સંતાનોની સુરક્ષા માટે વિદેશમાં જઈ તેમને રસી અપાવી છે. ભારતમાં બાળકો માટેનું રસીકરણ શરૂ થવામાં હજી વાર છે ત્યારે ગુજરાતમાં રહેતા માતાપિતા મહામારી દરમિયાન પોતાના સંતાનોની સુરક્ષા માટે કંઈપણ કરી છૂટવા તૈયાર છે.

સુરતમાં રહેતા ડાયમંડ મેન્યુફેક્ચરિંગ યુનિટના માલિક અભિષેક પટેલે 6 વર્ષના દીકરા ઋધાનને કોવિડ વેક્સીનના બંને ડોઝ અપાવી દીધા છે. તેમણે ઈઝરાયેલાના ટેલ-અવીવ જઈને દીકરાને કોરોનાની રસી અપાવી છે. પત્ની શિવાની અને દીકરા સાથે આ જરૂરી ટ્રીપ કરવા તેમણે 2.28 લાખ રૂપિયા ખર્ચ્યા હતા.

મહામારી શરૂ થઈ તે પહેલા જ સુરત આવીને વસેલા અભિષેક પટેલનું ટેલ-અવીવમાં પણ મકાન છે. ઈઝરાયેલથી ટેલિફોનિક વાતચીત કરતાં તેમણે અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું, “સાત મહિના પછી બૂસ્ટર ડોઝ લેવા માટે અમે ફરીથી ઈઝરાયેલ જઈશું. ઋધાને રસીનો બીજો ડોઝ લઈ લીધો છે અને મને લાગે છે કે તે હવે સુરક્ષિત છે. હવે તે સ્કૂલમાં જઈને ભણશે, ઓનલાઈન નહીં. ટિકિટ પાછળ મેં પરિવારના સભ્યોના માથાદીઠ 1000 ડોલર ખર્ચ્યા છે પરંતુ મારા દીકરાની સુરક્ષા માટે આ ખર્ચ પણ વ્યાજબી છે.”

અમદાવાદની જાણીતી મીઠાઈની દુકાનના બે બેંક અકાઉન્ટમાંથી ઉપડી ગયા 75 લાખ રૂપિયા

શિવાની પટેલે કહ્યું, “ભારતમાં હાલ બાળકો માટે કોરોનાની કોઈ રસી ઉપલબ્ધ નથી અને હજી રસી આવતાં કેટલાક મહિના નીકળી જશે. એટલે જ અમે ઈઝાયેલ જઈને રસી અપાવાનો નિર્ણય લીધો. હવે અમારો દીકરો સ્કૂલે જઈ શકશે.”

આ ઉપરાંત અહેવાલો છે કે લોકો પોતાના બાળકોને રસી અપાવા માટે દુબઈ પણ જઈ રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે, ઘણાં લોકો પોતાના બાળકોને કોરોના સામે સુરક્ષા અપાવા માટે વેક્સીન-વેકેશન લઈ રહ્યા છે.

અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ અસોસિએશનના (AHNA)ના પ્રમુખ ડૉ. ભરત ગઢવીએ કહ્યું કે, તેમને એવા કેટલાક કિસ્સા જાણવા મળ્યા છે જ્યાં લોકો વિદેશમાં વેકેશન માટે જાય ત્યારે જો તક મળે અને મંજૂરી હોય તો પોતાના સગીર વયના સંતાનોનું વેક્સીનેશન ત્યાં કરાવી દે છે. “વિદેશોમાં પુખ્ત વયની વસ્તીને રસીનો બૂસ્ટર ડોઝ આપવો પણ સામાન્ય વાત છે”, તેમ ડૉ. ગઢવીએ ઉમેર્યું.

ઈન્ડિયન એકેડમી ઓફ પિડીયાટ્રિક્સના એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્ય ડૉ. ચેતન ત્રિવેદીએ કહ્યું, ઓમિક્રોન અને સ્કૂલો ખુલ્યા બાદ બાળકો માટે રસીકરણની ઈન્ક્વાયરી વધી છે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here