3 કલાક, 950 કિમી, 2 ગ્રીન કોરિડોર: અમદાવાદના બ્રેઈન ડેડ યુવકના ફેફસા દિલ્હી મોકલવાયા – lungs of ahmedabad’s brain dead man transplanted in delhi hospital

0


હાઈલાઈટ્સ:

  • મગજમાં લોહી જામી જવાને કારણે અમદાવાદનો યુવક બ્રેઈન ડેડ થયો.
  • યુવકે ફેફસા દાન કરવાનો નિર્ણય લીધો હતો, દિલ્હીમાં થયું ટ્રાન્સપ્લાન્ટ.
  • અમદાવાદથી દિલ્હી ફેફસા પહોંચાડવા માટે બે ગ્રીન કોરિડોર બનાવાયા.

નવી દિલ્હી- અમદાવાદના એક બ્રેઈન ડેડ યુવકે કરેલા અંગદાનના નિર્ણયને કારણે દિલ્હીમાં દાખલ એક દર્દીનો જીવ બચી ગયો છે. બુધવારના રોજ અમદાવાદના એક યુવકના ફેફસા નીકાળીને દિલ્હી લઈ જવામાં આવ્યા અને ત્યાં એક દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. બન્ને શહેરોના તબીબો, હોસ્પિટલના સ્ટાફ અને અન્ય કર્મચારીઓની મહેનતને કારણે એક વ્યક્તિનો જીવ બચી શક્યો છે. આ અંગોને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે બે ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર બાબતની જાણકારી ધરાવનાર એક અધિકારીએ જણાવ્યં કે, ફેફસાનું મેરઠના 54 વર્ષીય વ્યક્તિના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવ્યું. આ વ્યક્તિ પાછલા ઘણાં વર્ષોથી ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝથી પીડિત છે. દક્ષિણ દિલ્હીમાં સ્થિત એક પ્રાઈવેટ હોસ્પિટલમાં આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું.

રિવાજોને નેવે મુકી વિધવા વહુના બીજા લગ્ન કરાવ્યા સાસરિયાઓએ, કોરોનાથી થયું હતું દીકરાનું મોત

હોસ્પિટલના અધિકારીઓએ એક નિવેદનમાં કહ્યું કે, અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને એરપોર્ટ વચ્ચે એક ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો. ત્યારપછી તેના અંગોને વિમાનના માધ્યમથી દિલ્હી લાવવામાં આવ્યા. દિલ્હીમાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટથી સાકેત વિસ્તારમાં સ્થિત મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ વચ્ચે વધુ એક ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો.

મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન હવે ગાંધીનગર સુધી જશે
એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, બ્રેઈન ડેડ શખ્સના ફેફસા કોઈ પણ વિલંબ વગર દિલ્હી પહોંચાડવામાં આવ્યા. 3 કલાકમાં 950 કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું. મેક્સ હેલ્થકેર હોસ્પિટલ તરફથી પ્રાપ્ત જાણકારી અનુસાર, કેસની ઈમર્જન્સીને ધ્યાનમાં રાખીને ગ્રીન કોરિડોરનું નિર્માણ પ્રાથમિક ધોરણે કરવામાં આવ્યું. આઠ કલાકમાં ફેફસાની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદના એક 44 વર્ષીય યુવકે પોતાના ફેફસા દાન કર્યા હતા. આ યુવકના મગજમાં લોહી જામી જવાને કારણે તેને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે પાછલા થોડા સમયમાં લોકોમાં અંગદાન બાબતે જાગૃતિ આવી છે. મોટી સંખ્યામાં લોકો પોતાની હયાતીમાં જ મૃત્યુ પછી અંગદાનનો નિર્ણય લઈ લેતા હોય છે. અમુક કેસમાં પોતાના સ્વજનને ગુમાવ્યા પછી તેમના પરિવાર દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવે છે, જેના કારણે અન્ય લોકોના જીવ બચી શકે છે. વિવિધ સંસ્થાઓ અને હોસ્પિટલો દ્વારા અંગદાનને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્નો કરવામાં આવે છે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here