અચાર-પાપડ નહીં આ બિઝનસથી કરોડો કમાય છે ‘માધ્વી ભાભી’, જીવે છે લક્ઝરી લાઈફ – tmkoc fame sonalika joshi aka madhvi bhabhi is business woman in real life too

0


હાઈલાઈટ્સ:

  • શરુઆતથી તારક મહેતા કા ઉલટા ચશ્માનો ભાગ છે સોનાલિકા જોશી.
  • શૉમાં આત્મારામ તુકારામ ભિડેની પત્ની માધ્વી ભાભીનું પાત્ર ભજવે છે.
  • રિયલ લાઈફમાં પણ બિઝનસ વુમન છે સોનાલિકા, જીવે છે લેવિશ લાઈફ.

તારક મહેતા કા ઉલટા ચશ્મા ટીવીના એક એવા પ્રોગ્રામનું નામ છે જેના વિષે ભાગ્યે જ કોઈએ નહીં સાંભળ્યુ હોય. પાછલા 13 વર્ષથી આ સીરિયલ લોકોના દિલો પર રાજ કરી રહી છે. આ સીરિયલના ફેન્સ મોટી સંખ્યામાં છે. સીરિયલ આટલો લાંબો સમય ચાલી એટલે નિશ્ચિત છે કે અમુક કલાકારોએ પોતાના અંગત અથવા પ્રોફેશનલ કારણોસર તેનો સાથ છોડવો પડ્યો હશે, પરંતુ અમુક કલાકારો સીરિયલની શરુઆતથી જ આની સાથે જોડાયેલા છે. તેમાંથી જ એક પાત્ર માધ્વી ભાભીની આપણે વાત કરવાના છીએ. માધવી ભાભી એટલે ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી આત્મારામ તુકારામ ભિડેના પત્ની. માધવી ભાભીનું અસલ નામ સોનાલિકા જોશી છે. તે રિયલ લાઈફમાં એક સફળ બિઝનસવુમન છે.

લગ્ન બાદ કેટરિના કૈફે શરૂ કર્યું ફિલ્મનું શૂટિંગ, સેટ પર જોવા મળી સિમ્પલ લૂકમાં

સોનાલિકા સીરિયલ શરુ થઈ ત્યારથી જ માધવી ભાભીનું પાત્ર ભજવી રહી છે. સીરિયલમાં બતાવવામાં આવ્યું છે કે માધ્વી ભાભી અચાર પાપડનો ઘરેલુ બિઝનસ કરે છે. પરંતુ ઘણાં ઓછા લોકો જાણતા હશે કે તે રિયલ લાઈફમાં પણ સફળ બિઝનસવુમન છે. તે પાછલા ઘણાં વર્ષોથી ડિઝાઈનિંગના બિઝનસ સાથે સંકળાયેલા છે. આ બિઝનસથી તે કરોડો રુપિયા કમાણી કરે છે. શૉમાં માધ્વી ભાભીનું પાત્ર એક મિડલ ક્લાસ મહિલાનું છે, પરંતુ રિયલ લાઈફમાં તે એક લક્ઝરી લાઈફ જીવે છે.

સોનાલિકા જોશીએ મુંબઈના પોશ વિસ્તારમાં 3 BHK ફ્લેટ ખરીદ્યો હતો. સોનાલિકા જોશી આ ફ્લેટ ખરીદતા પહેલા પતિ સમીર જોશી અને દીકરી આર્યા સાથે બોરીવલીના એક 1 BHK ફ્લેટમાં ભાડેથી રહેતી હતી. સોનાલિકા જણાવે છે કે તેને વાસ્તુમાં ઘણો વિશ્વાસ છે. માટે તેના ઘરમાં દરેક વસ્તુ વાસ્તુ અનુસાર ગોઠવવામાં આવી છે. તે કહે છે કે, મને મારા ઘર સાથે ઘણો લગાવ છે, અહીં મને પોઝિટિવિટી મળે છે. સોનાલિકા જોશીને મોંઘી ગાડીઓનો શોખ છે. તેની પાસે શાનદાર ઘર સિવાય અનેક લક્ઝરી ગાડીઓનું ઘણું સારું કલેક્શન છે. તેની પાસે 18 લાખની MG હેક્ટર, સ્વેન્કી મારુતિ અને ટોયોટા ઈટિયોસ જેવી મોંઘી ગાડીઓ છે.

નોરા ફતેહીની કારને થયો અકસ્માત, રિક્ષા સાથે અથડાઈ
સોનાલિકાએ 5 એપ્રિલ 2004ના રોજ સમીર જોશી સાથે લગ્ન કર્યા હતા. બન્નેની એક દીકરી છે, જેનું નામ આર્યા જોશી છે. સોશિયલ મીડિયા પર તે પોતાના પરિવાર સાથેની ઘણી તસવીરો શેર કરે છે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here