છારાનગર પોલીસ અત્યાચાર: બે IPS અધિકારી સહિત છ પોલીસકર્મીઓને સમન્સ મોકલાયું – metropolitan court summoned 6 police officials including two ips in chharanagar atrocity case

0


હાઈલાઈટ્સ:

  • 27 જુલાઈ 2018ના રોજ છારાનગરમાં દારૂની રેડ પાડવામાં આવી હતી.
  • પોલીસે દરોડા દરમિયાન સ્થાનિકો પર દમન ગુજાર્યો હોવાનો આરોપ મૂકાયો.
  • મેટ્રોપોલિટન કોર્ટે છ પોલીસકર્મીઓને અત્યાચારના કેસમાં સમન્સ પાઠવ્યા.

અમદાવાદ- બુધવારના રોજ મેટ્રોપોલિટન કોર્ટ દ્રા બે આઈપીએસ અધિકારી સહિત છ પોલીસકર્મીઓને સમન્સ પાઠવ્યા છે. આ બે આઈપીએસ અધિકારી અશોક યાદવ અને શ્વેતા શ્રીમાળી છે. છારાનગરમાં થયેલા અત્યાચારના બનાવમાં તેમને પ્રાથમિક તપાસમાં જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જુલાઈ 2018માં છારા સમાજના અમુક લોકોને મારવાના, અપશબ્દો કહેવાના અને ધમકી આપવાના કેસમાં આ સમન્સ પાઠવવામાં આવ્યા છે.

પોલીસે એફઆઈઆર દાખલ કરવાનો ઈનકાર કરતા છારાનગરના રહેવાસી અને થિએટર એક્ટિવિસ્ટ આતિશ ઈન્દ્રેકરે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. તેમણે કોર્ટમાં આરોપ મૂક્યો કે, જોઈન્ટ કમિનશનર ઓફ પોલીસ યાદવ, ડીસીપી શ્રીમાળી અને તે સમયના સરદારનગર પોલીસ ઈન્સ્પેક્ટર આર.એન.વિરાણીના નેતૃત્વમાં પોલીસે લોકો સાથે મારપીટ કરી હતી. 27 જુલાઈ, 2018ના રોજ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને તે સમયે ફરિયાદી આતિશ ઈન્દ્રેકર પણ ઈજાગ્રસ્ત થયા હતા. તેમના એડવોકેટ જયેન્દ્ર ભાવેકરે કોર્ટમાં જણાવ્યું કે પોલીસકર્મીઓએ દારૂ હોવાની શંકામાં દરોડા પાડ્યા અને પછી ત્યાં હિંસા આચરી.

ગુજરાતમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા પાછી ઠેલાઈ, 14ના બદલે 28 માર્ચથી શરૂ થશે

આતિશ ઈન્દ્રેકર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે કોર્ટે પોલીસકર્મીઓ દ્વારા કરવામાં આવેલા અત્યાચારની નોંધ લીધી અને તેમને સમન્સ મોકલવામાં આયા. કોર્ટે જણાવ્યું કે, પુરાવાના આધારે કહી શકાય કે આ દરોડા ઉચ્ચ પોલીસકર્મીઓના સુપરવિઝનમાં પાડવામાં આવ્યા હતા. ફરિયાદીએ આરોપ મૂક્યો છે કે, તે વિસ્તારના અમુક લોકો જ્યારે પોલીસકર્મીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા ગયા તો તેમની ગેરકાયદેસર રીતે અટકાયત કરવામાં આવી હતી.

બર્થ-ડેની ઉજવણી માતમમાં ફેરવાઈ, દહેગામ પાસે નર્મદા કેનાલમાં અમદાવાદના ચાર યુવાનો ડૂબ્યા
કોર્ટનું માનવું છે કે પોલીસકર્મીઓનો આ વ્યવહાર તેમની ફરજ અંતર્ગત નથી આવતો, માટે તેમને સમન્સ પાઠવવામાં આવ્યા. કોર્ટે જણાવ્યું કે, ફરજના નામ પર ગુનો આચરવાનો અધિકાર કોઈ પણ વ્યક્તિને નથી. જો પોલીસ દ્વારા કરવામાં આવેલી ગુનાહિત પ્રવૃત્તિ ફરજનો ભાગ નથી અને તે સત્તાનો દુરુપયોગ છે તો, સીઆરપીસીના સેક્શન 197 અંતર્ગત તેમને સુરક્ષા પૂરી પાડવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે અગાઉ અન્ય રહેવાસીઓની ફરિયાદને આધારે મેટ્રોપોલિટન કોર્ટે પોલીસની આ પ્રવૃત્તિ પર ધ્યાન આપ્યુ હતું અને પોલીસકર્મીઓને સમન્સ પાઠવ્યા હતા. પરંતુ બે ફરિયાદીઓએ પીછેહઠ કરી હતી.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here