ક્યારે આવશે કોરોનાની ત્રીજી લહેર? ઓમિક્રોન હશે કારણ? IIT –Kના સંશોધકોએ કરી ધારણા – third wave of corona might be triggered by omicron variant says iit k research

0


હાઈલાઈટ્સ:

  • IITના સંશોધકોએ કરી કોરોનાની ત્રીજી લહેરને લગતી આગાહી.
  • પહેલી અને બીજી લહેરના ડેટાને આધારે રિપોર્ટ તૈયાર કરવામા આવ્યો.
  • નવો ઓમિક્રોન વેરિયન્ટ ત્રીજી લહેરનુ કારણ બની શકે છે.

હૈદરાબાદ- IIT કાનપુરના સંશોધકોની આગાહી અનુસાર કોરોનાની ત્રીજી લહેર ફેબ્રુઆરીમાં શરુ થઈ શકે છે અને શક્ય છે કે નવો ઓમિક્રોન વેરિયન્ટ આ લહેર માટેનું કારણ બને. ઓનલાઈન પ્રી-પ્રિન્ટ સર્વ MedRxivમાં પ્રકાશિત એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જો કોરોનાની ત્રીજી લહેર વિષ અનુમાન લગાવવામા આવે તો દુનિયાભરમા અત્યારે જે બની રહ્યું છે તેને જોતાં આ રિપોર્ટમાં ધારણા કરવામાં આવે છે કે, ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ડિસેમ્બરમાં શરુ થઈ શકે છે અને ફેબ્રુઆરીની શરુઆતમા તે ચરમસીમાએ પહોંચશે.

ભારતમા કોરોનાની ત્રીજી લહેરની આગાહી કરવા માટે સંશોધકોની ટીમે Gaussian Miture Model તરીકે ઓળખતા એક ટૂલનો ઉપયોગ કર્યો હતો. આ રિસર્ચ રિપોર્ટ તૈયાર કરવા માટે ભારતમાં આવેલી કોરોનાની પહેલી અને બીજી લહેરના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સિવાય દુનિયાના વિવિધ દેશોમાં ઓમિક્રોન વાયરસને કારણે વધતી કેસની સખ્યાને પણ ધ્યાનમાં લેવામાં આવી હતી.

ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટીઓ માટે કડક નિયમો બનાવે રાજ્યોની સરકાર, કેન્દ્રએ આપ્યો આદેશ

સંશોધકોએ જણાવ્યુ કે, અભ્યાસ અનુસાર કોરોનાના કેસ 735 દિવસ પછી ચરમસીમાએ પહોંચે છે. અમે 30 જાન્યુઆરી 2020ના રોજ પ્રાથમિક અવલોકન કર્યુ હતું. જ્યારે ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. તેના 735 દિવસ પછી કોરોનાની પ્રથમ લહેર આવી હતી. આ આંકડા અનુસાર જોવા જઈએ તો 15મી ડિસેમ્બર 2021ની આસપાસ કેસ વધવાની શરુઆત થઈ ગઈ હતી, અને ત્રીજી લહેર ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં આવી શકે છે.

ગુજરાતમાં કોરોનાના નવા કેસોનો આંકડો 100ને પાર, વધુ બેના મોત
IIT કાનપુરના ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સ એન્ડ સ્ટેટેસ્ટિક્સની આ ટીમમાં સબારા પ્રસાદ રાજેશભાઈ, સુભ્ર શંકર ધાર અને શલભ જોડાયા હતા. સશોધકોનુ કહેવું છે કે, કોરોનાની પહેલી અને બીજી લહેર પછી પ્રશ્ન થઈ રહ્યો હતો કે શુ ત્રીજી લહેર આવશે અને ક્યારે. તો આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે અમારી ટીમે આંકડાશાસ્ત્રની પદ્ધતિનો ઉપયોગ કરીને ડેટાના આધારે રિપોર્ટ તૈયાર કર્યો છે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here