Ahmedabad session court: અ’વાદઃ દાણચોરીના કેસની 45 વર્ષે સુનાવણી, પણ ત્યાં સુધીમાં તો બધું રફેદફે થઈ ગયું! – after 45 year smuggling case falling apart during trial at ahmedabad session court

0


અમદાવાદઃ દાણચોરીનો એક કેસમાં આખરે 45 વર્ષ કોર્ટમાં સુનાવણી શરું થઈ જોકે કેસ શરું થતા જ બંધ થઈ જાય તેવી સ્થિતિમાં છે. કારણ કે 45 વર્ષે આ કેસમાં તમામ બાબતો રફદફે થઈ ગઈ હોય તેવો ઘાટ રચાયો છે. આરોપીઓ વિરુદ્ધ ન તો કોઈ કેસ પેપર છે ન કોઈ ફરિયાદી, કોઈ સાક્ષી નથી, કોઈ પુરાવા નથી, અને અટલું જ નહીં તપાસ એજન્સીઓ પાસે આ કેસને સંબંધિત બધા આરોપીઓ પણ નથી. કસ્ટમ અધિકારીઓએ દાણચારીનો માલ જપ્ત કર્યાના 45 વર્ષ પછી સુનાવણી દરમિયાન દાણચોરીના કેસની આ સ્થિતિ હતી.

1976માં સિન્થેટિક ફેબ્રિક્સ અને મેટાલિક યાર્નની દાણચોરીના આરોપમાં 12 આરોપીઓમાંથી માત્ર બે જ શહેરની સેશન કોર્ટમાં હાજર રહ્યા હતા. તેથી, જ્યારે વિભાગે કોર્ટને કહ્યું કે તે કેસના કાગળો ખોવાઈ ગયો છે અને કેસ સાથે સંકળાયેલા અધિકારીઓ ક્યાં છે તેની કોઈ માહિતી નથી, ત્યારે બંને આરોપીઓએ કોર્ટને તેમની લાંબી અગ્નિપરીક્ષા સમાપ્ત કરવા વિનંતી કરી અને તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા.

કેસની વિગતો અનુસાર ડિસેમ્બર 1976માં કસ્ટમ અધિકારીઓએ કચ્છ મારફતે ભારતમાં રૂ. 1.54 લાખની કિંમતના સિન્થેટિક કાપડ અને ધાતુના યાર્નની દાણચોરી કરતી ટ્રકને પકડી પાડી હતી. વિભાગે 14 વ્યક્તિઓના નામ આપ્યા હતા પરંતુ 1986માં નોંધાયેલા દાણચોરીના કેસમાં 12 વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો હતો. એકને માફી આપવામાં આવી હતી જ્યારે વિભાગ બાકીના આરોપીઓ માત્ર સાતનો જ સંપર્ક કરી શક્યો હતો. આ કેસ 1989માં ટ્રાયલ માટે સેશન્સ કોર્ટમાં મોકલવામાં આવ્યો હતો.

આ કેસ 2019માં સુનાવણી માટે આવ્યો અને કોર્ટને ખબર પડી કે મુખ્ય આરોપી જુમ્મા હિંગોરિયાનું મૃત્યુ થઈ ગયું છે. લગભગ 25 વર્ષ પહેલા વધુ એક આરોપીની હત્યા કરવામાં આવી હતી, જોકે તેના મૃત્યુની પુષ્ટિ થઈ શકી ન હતી તેથી કોર્ટે તેની સામે ટ્રાયલ આગળ ધપાવી હતી. જોકે સુનાવણીમાં માત્ર બે આરોપી તેમના એડવોકેટ મારફત હાજર રહ્યા હતા.

ટ્રાયલ દરમિયાન કસ્ટમ વિભાગે કોર્ટને કહ્યું કે કેસ પેપર્સ ટ્રેસેબલ નથી. જ્યારે કોર્ટે ફરિયાદ પક્ષને કેસ પેપર્સ રિકન્સ્ટ્રક્ટ કરવાનું કહ્યું ત્યારે કસ્ટમ વિભાગે દસ્તાવેજોની ફોટોકોપી કરવામાં પણ લાચારી દર્શાવતા કહ્યું કે કેસને ચાર દાયકાથી વધુ સમય વીતી જતા મોટાભાગના દસ્તાવેજો ગૂમ થઈ ગયા છે. આ ઉપરાંત આ કેસના સ્પેશિયલ પ્રોસિક્યુટરનું પણ 2020માં નિધન થયું હતું. કેસને અંતિમ ફટકો ત્યારે મળ્યો જ્યારે વિભાગે કોર્ટને જાણ કરી કે આ કેસ સાથે સંકળાયેલા કોઈપણ અધિકારીઓનો સંપર્ક કરી શકાયો નથી અને તેઓના રહેઠાણ અંગે પણ વિભાગ અજાણ છે.

આ પરિસ્થિતિને કારણે બે આરોપીઓ નિરંજન ટેકચંદાણી અને રસિકલાલ ઠક્કર કે જેઓ હવે વરિષ્ઠ નાગરિક છે, તેમણે કોર્ટને વિનંતી કરી કે તેઓ હવે વય-સંબંધિત શારીરિક નબળાઈઓ ધરાવે છે. “ઘણા લાંબા સમયથી કોર્ટ ટ્રાયલનો સામનો કર્યો છે, અને ફરિયાદી પણ કોઈ પુરાવા મૂકવાની સ્થિતિમાં હોય તેવું લાગતું નથી. તેથી તેમની સામેનો કેસ બરતરફ થવો જોઈએ,” તેવી તેમના વકીલે દલીલ કરી હતી. એડિશનલ સેશન્સ જજ એમ એ ભાટીએ તેમના આદેશમાં જણાવ્યું કે કેસ પેપર્સ, ફરિયાદી, સાક્ષીઓ અને કેટલાક આરોપીઓની ગેરહાજરીમાં આરોપીઓ વિરુદ્ધ કેસ ચલાવવું અશક્ય હતું, અને આ કેસમાં દોષિત ઠેરવવા માટે કોઈ પુરાવા નથી.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here