Chahatt khanna: બે ડિવોર્સ પછી ફરી પ્રેમમાં ‘બડે અચ્છે લગતે હૈ’ની એક્ટ્રેસ? રોહન ગંડોત્રા સાથેના સંબંધનો ખુલાસો – actress chahatt khanna talks about her relationship with actor rohan gandotra

0


હાઈલાઈટ્સ:

  • ચાહતની બંને દીકરીઓની ખૂબ નજીક છે રોહન ગંડોત્રા.
  • ચાહત અને રોહને સાથે 3-4 પ્રોજેક્ટમાં કામ કર્યું છે.
  • રોહનને ચાહતે સૌથી સારો મિત્ર ગણાવ્યો છે.

સીરિયલ ‘બડે અચ્છે લગતે હૈ’થી પોપ્યુલારિટી મેળવનારી એક્ટ્રેસ ચાહત ખન્ના છેલ્લા થોડા સમયથી અંગત લાઈફના કારણે ચર્ચામાં છે. ગોસિપની ગલીઓમાં ગણગણાટ છે કે, ચાહત ખન્ના એક્ટર રોહન ગંડોત્રાને ડેટ કરી રહી છે. સોશિયલ મીડિયા પર એકબીજા સાથેના કોઝી ફોટોગ્રાફ્સ શેર કરવાથી માંડીને એકબીજાને હુલામણા નામ આપતાં તેઓ જોવા મળ્યા છે. ત્યારે ચોક્કસથી કહી શકાય તેમનું બોન્ડ ખૂબ સારું છે. જોકે, ચાહતનું કહેવું છે કે, તેઓ માત્ર સારા મિત્રો છે.

ગોવામાં કરણ જોહરના રૂમના બાથરૂમમાં સારા અલી ખાને એવું શું કર્યું કે સાંભળીને ચોંકી ગયો?

રોહન સાથેના સંબંધ વિશે વાત કરતાં ચાહતે કહ્યું, “હું એક વર્ષ પહેલા એક પ્રોજેક્ટના સંદર્ભે રોહનને મળી હતી. ત્યાર પછી અમે વધુ ત્રણ પ્રોજેક્ટ સાથે કર્યા હતા. કામની વચ્ચે અમને એકબીજામાં સારા મિત્રો મળી ગયા અને અમે અમારા સંબંધને વધુ મજબૂત કરવાનું શરૂ કર્યું. આજે અમે બેસ્ટ ફ્રેન્ડ છીએ. હું એક આંત્રપ્રેન્યોર છું અને તેને પણ બિઝનેસનો ભાગ બન્યે એક વર્ષ થયું છે. ઈન્ડસ્ટ્રીમાં મારા ખૂબ ઓછા મિત્રો છે અને રોહન તેમાંથી એક છે. અમે સાથે કામ કરીએ છીએ એટલે અવારનવાર સાથે સમય પસાર કરતાં પણ દેખાઈએ છીએ.”

રોહનનો બર્થ ડે હતો ત્યારે ચાહતે તેને શુભકામના આપતી પોસ્ટમાં ‘બોબો’ લખ્યું હતું. આ અંગે પૂછાતાં એક્ટ્રેસે કહ્યું, “આ એવો શબ્દ છે જે હું સામાન્ય રીતે વાપરું છું. ક્યારેક હું મારી દીકરી અને મારા પાલતુ ડોગને પણ બોબો કહીને બોલાવું છું. એટલે આ રોહન માટેનું ખાસ નામ છે એવું નથી.”

ચાહત ઝોહર અને અમાયરા નામની બે દીકરીઓની મા છે. ઝોહર અને અમાયરા બંનેને રોહન સાથે સારું ફાવે છે. “મારી બંને દીકરીઓ રોહનને સારી રીતે જાણે છે અને તે તેમના મિત્ર જેવો છે. રોહન અવારનવાર તેમને મળવા આવે છે અને ઘણીવાર એવું બને કે લાંબા સમય સુધી રોહન તેમને ના મળી શકે તો તેઓ મને તેના વિશે સવાલ કરે છે. મારી બંને દીકરીઓ રોહન સાથે ભળી ગઈ છે તે સારી બાબત છે”, તેમ ચાહતે ઉમેર્યું.

સુષ્મિતા સેને 15 વર્ષ નાના બોયફ્રેન્ડ રોહમન સાથે કરી લીધું બ્રેકઅપ? હવે નથી રહેતા સાથે!

ચાહત માટે સારી મિત્રતા ખૂબ મહત્વ ધરાવે છે અને તેના જિંદગીમાં જે પણ છે તેના માટે તે કૃતજ્ઞ છે. ચાહતે વાત પૂરી કરતાં કહ્યું, “હું સિંગલ મધર છું અને પર્સનલ-પ્રોફેશન લાઈફમાં મેં ખરાબ દિવસો જોયા છે. મારા મિત્રો તરફથી મળેલો ભરપૂર સહયોગ મારા માાટે જરૂરી છે અને ખૂબ મહત્વ ધરાવે છે.”

ઉલ્લેખનીય છે કે, ચાહત ખન્નાએ બેવાર લગ્ન કર્યા હતા અને બંને વખતે તેને કડવા અનુભવ થયા હતા. તેણે પૂર્વ પતિ સામે ઘરેલુ હિંસાના આરોપ પણ મૂક્યા હતા. બંને લગ્નજીવનમાંથી મુક્ત થયા બાદ ચાહત હવે પોતાની દીકરીઓને એકલા હાથે ઉછેરી રહી છે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here