ચોરોને દુકાન માલિક પર દયા આવી ગઈ, માફીનામા સાથે પાછો કર્યો બધો જ સામાન – getting know the financial condition of shop owner thieves returned goods with apology letter

0


હાઈલાઈટ્સ:

  • ઉત્તરપ્રદેશથી ચોરીની એક રસપ્રદ ઘટના સામે આવી છે.
  • ચોરોએ વેલ્ડિંગની દુકાનમાંથી ઓજારોની ચોરી કરી હતી.
  • દુકાન માલિક પર દયા આવતા બધો સામાન પાછો કર્યો.

બાંદા- ઉત્તરપ્રદેશના બાંદામાં એક રસપ્રદ ઘટના સામે આવી છે. અહીં ચોરોએ પહેલા એક વેલ્ડિંગની દુકાનમાથી હજારોની કિમતનો સામાન ચોરી કર્યો અને પછી દુકાન માલિકની આર્થિક સ્થિતિ વિષે ખબર પડી તો તેમનું હૃદયપરિવર્તન થઈ ગયુ. ચોરોએ દુકાન માલિકનો બધો જ સામાન પાછો કર્યો અને આટલુ જ નહી, સાથે માફી પણ માંગી. તેમણે ચોરીનો સામાન એક ગુણ અને ડબ્બામાં પેક કર્યો અને તેની ઉપર એક કાગળ ચોંટાડ્યો, જેમાં માફી માંગવામાં આવી હતી. આ ઘટનાની ચર્ચા તે વિસ્તારના લોકો જ નહીં પોલીસકર્મીઓમાં પણ ચાલી રહી છે.

આ ઘટના બાંદાના બિસંડા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહીંના ચંદ્રાયલ ગામમાં રહેતા દિનેશ તિવારીની આર્થિક સ્થિતિ ઘણી ખરાબ છે. થોડા સમય પહેલા જે તેમણે 40 હજાર રુપિયા દેવું કરીને વેલ્ડિંગનું કામ શરુ કર્યુ હતું. 20 ડિસેમ્બરના રોજ તે દરરોજની જેમ પોતાની દુકાને પહોંચ્યા તો તાળુ તૂટેલુ મળ્યું અને સામાન પણ ગાયબ થઈ ગયો હતો. તેમણે બિસંડા પોલીસ સ્ટેશનમાં ઘટનાની જાણકારી આપી હતી.

પોલીસ સ્ટેશનમાં પોલીસ હાજર ન હોવાને કારણે તે ફરિયાદ નહોતા નોંધાવી શક્યા. 22 ડિસેમ્બરના રોજ તેમને ગામના અમુક લોકોએ કહ્યું કે તેમનો સામાન દૂર એક જગ્યાએ પડેલો છે. ચોર દિનેશનો સામાન ગામના જ એક સુમસામ રસ્તા પર ફેંકીને જતા રહ્યા હતા. દિનેશે જોયું કે એક ગુણમાં તેમનો સામાન પડેલો હતો અને એક કાગળ પણ મૂકવામાં આવ્યુ હતું.

સાત ફેરા કે મંત્ર નહીં પણ ભારતના બંધારણની શપથ લઈને યુવક-યુવતીએ કર્યાં લગ્ન

કાગળમાં લખેલુ હતું કે, આ દિનેશ તિવારીનો સામાન છે. અમને બહારની એક વ્યક્તિ પાસેથી તમારી જાણકારી મળી છે. જેણે અમને તમારી દુકાનનું સરનામુ આપ્યું તેણે કહ્યુ હતું કે તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી. પરંતુ જ્યારે અમને તમારી વાસ્તવિક સ્થિતિની જાણ થઈ તો ઘણું દુખ થયું, માટે અમે તમારો સામાન પાછો આપીએ છીએ. લોકેશનમાં ભૂલ થવાને કારણે આમ થયું છે.

ક્યારે આવશે કોરોનાની ત્રીજી લહેર? ઓમિક્રોન હશે કારણ? IIT –Kના સંશોધકોએ કરી ધારણા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સામાન પાછો મળવાને કારણે દિનેશ તિવારીના ખુશીનું કોઈ ઠેકાણુ નથી. તેમણે કહ્યું કે, મારી વેલ્ડિંગની દુકાનમાં 20 ડિસેમ્બરના રોજ ચોરી થઈ. જ્યારે હું દુકાન પહોંચ્યો તો બે વેલ્ડિંગ મશીન, એક વજન તોલવાનો કાંટો, એક મોટી કટર મશીન, એક ગ્લેન્ડર અને એક ડ્રિલ મશીન સહિત કુલ છ વસ્તુઓ ચોરી થઈ હતી. પોલીસ સ્ટેશન પહોંચ્યો તો કહેવામાં આવ્યું કે, ઘટનાસ્થળે તપાસ કરવા માટે આવશે પરંતુ કોઈ આવ્યુ નહીં.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here