Nidhi Bhanushali: બેસ્ટફ્રેન્ડને ડેટ કરી રહી છે ‘તારક મહેતા..’ ફેમ નિધિ ભાનુશાળી?, રોડ ટ્રીપ બંને ગયા હતા સાથે – taarak mehta ka ooltah chashmah fame actress nidhi bhanushali spoke about her relationship with rishi arora

0


હાઈલાઈટ્સ:

  • રોડ ટ્રીપની શરૂઆત નિધિએ મુંબઈથી કરી હતી અને લદ્દાખ જઈને આવી છે.
  • નિધિની સાથે રોડ ટ્રીપ પર તેનો યુએસથી પાછો આવેલો ફ્રેન્ડ રોહન અરોરા પણ ગયો હતો.
  • નિધિ અને રોહન સાથે ટ્રીપ પર ગયા હતા ત્યારે બંને કપલ હોવાની ચર્ચા શરૂ થઈ છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સોનુ એટલે કે એક્ટ્રેસ નિધિ ભાનુશાળી પોતાના બોલ્ડ લૂકના કારણે ચર્ચામાં આવી ચૂકી છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલ છોડ્યા પછી નિધિ ટીવીના પડદાથી દૂર છે. થોડા મહિના પહેલા નિધિ રોડ ટ્રીપના કારણે ચર્ચામાં આવી હતી. આજકાલ નિધિ શું કરી રહી છે અને રોડ ટ્રીપ પર જે રિશી અરોરા નામના યુવક સાથે ગઈ હતી તે કોણ છે? તેના વિશે એક્ટ્રેસે હાલમાં જ ખુલાસો કર્યો છે. અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવી સાથેની વાતચીતમાં નિધિએ અંગત લાઈફ સહિતના વિવિધ મુદ્દે વાત કરી છે.

મિસિસ બનવા તૈયાર છે ‘ઈન્ડિયન આઈડલ 12’ ફેમ સાયલી કાંબલે, જણાવ્યો લગ્નનો પ્લાન

સૌથી પહેલા નિધિએ રોડ ટ્રીપ વિશે વાત કરતાં કહ્યું, “હું મારા ફ્રેન્ડ રિશી અરોરા સાથે રોડ ટ્રીપ પર ગઈ હતી. અમે લાંબી ટ્રીપ કરવાના હતા પરંતુ કોરોનાના કારણે ટૂંકાવી પડી. લોકડાઉન અડધું થયું તે સમયગાળાની આસપાસ રિશી યુએસથી પાછો આવ્યો હતો. અમને બંનેને ટ્રાવેલિંગ ખૂબ પસંદ છે. ટ્રીપ પર અમારી સાથે અમારું પાલતું ડોગ હતું ત્યારે અમે પોતાની જ કાર લઈને જવાનો નિર્ણય કર્યો હતો. લાંબા સમયથી મારી અંદર ટ્રાવેલિંગનો કીડો સળવળી રહ્યો હતો. આજકાલ ઘરની અંદર પુરાઈ રહેવું શ્વાસ રુંધાવા જેવું લાગે છે એટલે અમે રફ એન્ડ ટફ રોડ ટ્રીપ પ્લાન કરી હતી. આ દરમિયાન અમે ટેન્ટમાં રહ્યા હતા.”

રોડ ટ્રીપ દરમિયાન નિધિ અને રિશીએ ઘણાં રાજ્યોની મુલાકાત લીધી છે. તેણે કહ્યું, “અમે ટ્રીપની શરૂઆત પશ્ચિમ મહારાષ્ટ્રથી કરી હતી. ત્યાંથી અમે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, દિલ્હી, ગુડગાંવ અને હિમાચલપ્રદેશ પહોંચ્યા હતા. અમે જમ્મુ-કાશ્મીરમાં પણ રોકાયા હતા અને સૌથી વધુ સમય અમે લદ્દાખમાં વિતાવ્યો હતો.”

nidhi rishi

નિધિ ભાનુશાળીએ થોડા મહિનાઓ પહેલા બિકીનીમાં તસવીરો શેર કરી હતી અને તેણે ખાસ્સી ચર્ચા જગાવી હતી. પોતાના લૂકના કારણે નિધિ ટ્રોલ પણ થઈ હતી. ત્યારે આવી બાબતોથી તેના પેરેન્ટ્સ પરેશાન થાય છે? આ સવાલનો જવાબ આપતાં નિધિએ કહ્યું, “મારા પેરેન્ટ્સ જાણે છે કે તેમણે કોનો ઉછેર કર્યો છે. તેઓ ખૂબ સારા છે અને સમજણશક્તિ ધરાવે છે નહીં તો શું તેઓ મને 6 મહિના રોડ ટ્રીપ પર જવાની પરવાનગી આપત? હા, તેમને મારી ચિંતા છે પરંતુ સામાન્ય મા-બાપની જેમ. તેઓ પોતાની દીકરીના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની ચિંતા કરે છે. તેમને ખબર છે કે, કમ્પ્યૂટરની પાછળ બેસીને કંઈપણ લખતાં લોકો કેવા હોય છે. તેમને ખબર છે કે મને કશું તોડી નહીં શકે.”

ઈન્ટરવ્યૂ દરમિયાન નિધિએ રિશી અરોરાનું નામ ઘણી વખત લીધું હતું. શું નિધિ રિશીને ડેટ કરી રહી છે? આ સવાલનો જવાબ આપતાં નિધિએ કહ્યું, “રિશી મારો ફ્રેન્ડ છે. તે મારો બેસ્ટફ્રેન્ડ પણ છે. તે મારો વર્ક-પાર્ટનર છે. તે ઘણાં પ્રકારે મારો પાર્ટનર છે. પરંતુ હું તેને ડેટ નથી. ડેટિંગ ગૌણ વસ્તુ છે. સૌથી પહેલા તો બે વ્યક્તિ વચ્ચે પરસ્પર સમજૂતી-સંગતતા હોવી જોઈએ. હું અને રિશી એકબીજાને સારી રીતે સમજીએ છીએ. હું તેની સાથે મારું આખું જીવન વહેંચી શકું છું. મારે અમારા બોન્ડ પર કોઈ લેબલ લગાવાની જરૂર નથી.”

ભવ્ય ગાંધી (‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો જૂનો ટપ્પુ) સાથે પણ નિધિનું નામ જોડવામાં આવ્યું હતું. ત્યારે આ વિશે વાત કરતાં તેણે કહ્યું, “હાલ અમે ખાસ સંપર્કમાં નથી. પરંતુ મને આનંદ છે કે, તેને નજીકથી જાણવાની અને તેની ફ્રેન્ડ બનવાની તક મળી.”

નિધિએ શો છોડ્યા પછી કલાકારોની દ્રષ્ટિએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કેટલાક ફેરફાર આવ્યા છે, શું નિધિ આજે પણ આ શો જુએ છે? જવાબ આપતાં તેણે કહ્યું, “મેં ઘણાં લાંબા સમય પહેલા જ સીરિયલ જોવાની છોડી દીધી હતી. હું શોમાં કામ કરતી હતી ત્યારે પણ નિયમિતપણે નહોતી જોતી. આમ પણ હું વધારે ટીવી નથી જોતી. શો નિયમિત જોયા વિના પણ પૂર્વ કો-એક્ટર્સ સાથે સંબંધો જાળવી શકાય છે. હાલમાં જ હું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ડાયરેક્ટર માલવ રાજદા અને પ્રિયા આહુજાના લગ્નમાં ગઈ હતી અને ત્યાં શોના ઘણાં એક્ટર્સ સાથે મુલાકાત થઈ હતી.”

20 વર્ષનો થયો ‘ગોગી’, પરિવાર અને TMKOCના સેટ પર કેક કાપીને કર્યું સેલિબ્રેશન

નિધિએ હાલ એક્ટિંગમાંથી બ્રેક લીધો છે? જવાબ આપતાં તેણે કહ્યું, “ના. મને કંઈક સારું મળશે તો ચોક્કસથી કામ કરીશ. હું થોડા અઠવાડિયા માટે જ ઘરે આવી છું. હું મારા મમ્મી-પપ્પાને ખૂબ મિસ કરતી હતી અને તેઓ પણ મને યાદ કરતા હતા. જોકે, હું 2022માં ફરીથી ટ્રાવેલિંગ માટે ઉપડી જઈશ.” નિધિએ એમ પણ જણાવ્યું કે, તેને દરિયાકિનારાના વિસ્તારોમાં ફરવું વધારે ગમે છે.

થોડા સમય પહેલા જ ચર્ચા હતી કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતાનો રોલ કરતી એક્ટ્રેસ મુનમુન દત્તા અને ટપ્પુનો રોલ કરતાં એક્ટર રાજ અનડકતનું અફેર ચાલી રહ્યું છે. સીરિયલના સેટ પર પાંગરી રહેલા પ્રેમ વિશે નિધિને પૂછતાં તેણે કહ્યું, “મને આમાંથી બહાર જ રાખો. સત્ય શું છે તેની મને ખબર નથી. હું એવું કંઈ જ નહીં કહું જેનાથી વિવાદ થાય.” ઉલ્લેખનીય છે કે, અફેરની ચર્ચા શરૂ થયા પછી મુનમુન અને રાજે આ વાત ખોટી હોવાનું કહ્યું હતું.

નિધિ ભાનુશાળી પહેલા ઝીલ મહેતા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુનો રોલ કરતી હતી. નિધિએ 2012માં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જોડાઈ હતી અને 2019માં તેણે શો છોડી દીધો હતો.

Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here