tejasswi prakash: BB 15: તેજસ્વી પ્રકાશે કર્યો પ્રેમનો એકરાર, કરણ કુંદ્રાએ કિસ કરી તો શરમાઈ ગઈ – bigg boss 15 tejasswi prakash confessed her love karan kundrra hugged and kissed her

0


બિગ બોસ 15ના ઘરમાં ‘ટિકિટ ટુ ફિનાલે’ ટાસ્ક શરૂ થયો ત્યારથી, કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ વચ્ચેના સંબંધોમાં થોડી ખટાશ જોવા મળી હતી. જો કે, તેમના સંબંધો ફરીથી સુધર્યા હોવાનું લાગી રહ્યું છે. બિગ બોસ 15ના લેટેસ્ટ એપિસોડમાં તેમની વચ્ચે ફરીથી થોડો રોમાન્સ જોવા મળ્યો હતો.

સ્કૂલની પરીક્ષામાં પૂછાયું કરીના અને સૈૈફના દીકરાનું નામ, વાલીઓએ ઉઠાવ્યો વાંધો
એપિસોડની શરૂઆતમાં, કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ ગાર્ડન એરિયામાં બેસીને વાતો કરી રહ્યા હતા. તે સમયે કરણે કહ્યું હતું કે ‘હું તારી ગેમ જોઈ રહ્યો છું’. તેના પર તેજસ્વીએ કહ્યું હતું, જે ગેમ છે તે સ્પષ્ટ દેખાઈ રહી છે. બાદમાં કરણે તેજસ્વીને શું તે વાત કરવા ઈચ્છે છે કે કેમ તેમ પછ્યું હતું. તેજસ્વીએ જવાબમાં કહ્યું હતું ‘મને નથી લાગતું’, તેની વાત સાંભળીને કરણ ગુસ્સે થઈ ગયો હતો અને ‘તારો એટિટ્યૂડ ખતમ જ નથી થતો’ તેમ કહીને તકિયો ફેંકી ત્યાંથી જતો રહ્યો હતો.


કરણ કુંદ્રાએ તેમ પણ કહ્યું હતું કે, તે સ્થિતિ ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે પરંતુ તેજસ્વી તરફથી તેમ થઈ રહ્યું નથી. પોતાને ઉંમરના આઠ વર્ષ મોટો ગણાવતા કરણે તેજસ્વીને તેનું સન્માન જાળવવાનું પણ કહ્યું હતું. સાથે જ તેણે કહ્યું હતુ કે, ‘જો તને કોઈ તકલીફ હોય તો કહી દે, હું તારાથી દૂર થઈ જઈશ’

‘ઉતરણ’ ફેમ શ્રીજીતા ડેએ એફિલ ટાવરની સામે બોયફ્રેન્ડ સાથે કરી સગાઈ, શેર કરી તસવીરો
આ સિવાય કરણ કુંદ્રાએ તેજસ્વી પ્રકાશ સાથે તેમના સંબંધોને લઈને વાત કરી હતી તેમજ સવાલ ઉઠાવ્યો હતો કે ‘આપણે એકબીજાથી દૂર રહી શકીએ છીએ, બરાબર ને?’. જે બાદ બેડરૂમ એરિયામાં તેજસ્વી પ્રેમનો એકરાર કરતાં થોડી ઈમોશનલ થઈ ગઈ હતી. તેણે કહ્યું હતું ‘જ્યારે તમે કોઈને પ્રેમ કરો છોનો ત્યારે આ બધું વધારે પીડા આપે છે’

આટલું સાંભળતા જ કરણને તેજસ્વી પર પ્રેમ ઉભરાઈ આવ્યો હતો. તેણે તેને ગળે લગાડી હતી તેમજ ગાલ પર કિસ પણ કરી હતી. જે જોઈને તેજસ્વી શરમાઈ હતી.





Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here