madalsa sharma: ‘કાવ્યા’એ પરિવાર સાથે કરી ક્રિસમસની ઉજવણી, પતિ સાથે લાલ કપડામાં કર્યું ટ્વિનિંગ – anupamaa fame madalsa sharma aka kavya celebrates christmas with husband and family

0


હાઈલાઈટ્સ:

  • સીરિયલ ‘અનુપમા’માં ‘કાવ્યા’નું પાત્ર ભજવી રહી છે મદાલસા શર્મા
  • ‘અનુપમા’ની કાવ્યાએ ક્રિસમસ સેલિબ્રેશનમાં રિયલ પતિ સાથે કર્યો ડાન્સ
  • ‘અનુપમા’માં ‘કાવ્યા’નું પાત્ર ભજવી ઘર-ઘરમાં જાણતી થઈ મદાલસા શર્મા

સાઉથની ફિલ્મોમાં એક્ટિંગનો જાદુ પાથર્યા બાદ એક્ટ્રેસ મદાલસા શર્માએ પોપ્યુલર સીરિયલ ‘અનુપમા’ થકી ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો છે. ટીઆરપી ચાર્ટમાં ઘણા મહિનાઓથી નંબર વનનો તાજ જાળવી રાખનારી સીરિયલ ‘અનુપમા’માં મદાલસા શર્મા ‘કાવ્યા’નું પાત્ર ભજવી રહી છે. કાવ્યાનું પાત્ર નેગેટિવ છે, તેમ છતાં દર્શકો તેને એટલો જ પ્રેમ કરી રહ્યા છે, જેટલો બાકીના પાત્રોને કરે છે.

આજે (25 ડિસેમ્બર) ક્રિસમસ છે અને તેની ઉજવણી આપણા દેશમાં પણ ધામધૂમથી થઈ રહી છે. ત્યારે કાવ્યા તરીકે ઘર-ઘરમાં જાણીતી થયેલી મદાલસા શર્માએ પણ પતિ મિમોહ ચક્રવર્તી, માતા-પિતા તેમજ પરિવારના અન્ય સભ્યો સાથે ગત મોડી રાતે ક્રિસમસની ઉજવણી કરી હતી. જેની તસવીરો અને વીડિયો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

પૃથ્વી અંબાણીનો ક્યૂટ વીડિયો થયો વાયરલ, તેને રમાડતા જોવા મળ્યા દાદા મુકેશ અંબાણી


મદાલસા શર્માએ પતિ સાથેનો એક બૂમરેંગ વીડિયો શેર કર્યો છે. જેમાં બંને ડાન્સ કરી રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં ‘મેરી ક્રિસમસ’ સોન્ગ વાગી રહ્યું છે. પર્વ સાથે મેચિંગ કરતા કપલે રેડ કપડામાં ટ્વિનિંગ કર્યું છે. મદાલસાએ રેડ કલરનું ક્રોપ ટોપ અને બ્લેક સ્કર્ટ પહેર્યું છે, આ સિવાય તેણે હેર બેન્ડ પણ લગાવી છે. તો મિમોહે રેડ શર્ટ, ડેનિમ તેમજ સાન્તા કેપ પહેરી છે. અન્ય વીડિયોમાં તે નાઈટ સૂટમાં જોવા મળી રહી છે.

MS

મદાલસા શર્માએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક સેલ્ફી શેર કરી છે. જે તેના પતિએ ક્લિક કરી છે. તસવીરમાં એક્ટ્રેસના માતા-પિતા પણ છે અને બધાના હાથમાં વાઈન જોવા મળી રહી છે. આ સિવાય અન્ય જે તસવીર શેર કરી છે તેમાં તેને કોઈની સાથે પોઝ આપતી જોઈ શકાય છે. તે વ્યક્તિ એક્ટ્રેસનો મિત્ર છે કે પછી પરિવારનો સભ્ય તે હજી સ્પષ્ટ થયું નથી.

સ્કૂલની પરીક્ષામાં પૂછાયું કરીના અને સૈૈફના દીકરાનું નામ, વાલીઓએ ઉઠાવ્યો વાંધો


મદાલસા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર પણ એક પોસ્ટ શેર કરીને ફેન્સને ક્રિસમસ વિશ કર્યું છે. તેણે રેડ બ્લાઉઝ અને સાડીમાં તસવીર શેર કરી છે અને સાથે લખ્યું છે ‘નાતાલની પૂર્વસંધ્યાએ તમારા હૃદયને ભગવાન પ્રેમથી ભરી દે અને ભગવાન તમારા સપનાને વાસ્તવિકતામાં ફેરવી દે તેવી આશા. તમને તમામને નાતાલની શુભેચ્છા’.

અગાઉ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે પોતાના પાત્ર વિશે વાત કરતાં મદાલસા શર્માએ જણાવ્યું હતું કે, ‘કાવ્યા આત્મનિર્ભર છે અને તેને જે જોઈએ છે તે મેળવવા માટે કંઈપણ કરી છૂટે છે. આપણે બધા પણ અસલ જિંદગીમાં આવા જ છીએને. મારા મમ્મી-પપ્પા અને સાસુ-સસરા બંનેને મને શોમાં જોવી ગમે છે. મારા પતિ મિમોહને પણ મારું પાત્ર ગમે છે’. આ સિવાય એક્ટ્રેસે કહ્યું હતું કે, તે પરિવાર સાથે હોય ત્યારે કામ અંગે ખાસ ચર્ચા કરતી નથી. ઘરે આખો પરિવાર સાથે મળીને કામ સિવાયની વાત કરે છે.

Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here