‘ક્યારેય ફોન નથી ઉપાડતા’, KBC 13ના મંચ પર જયા બચ્ચને ખોલી અમિતાભ બચ્ચનની પોલ – kaun banega crorepati 13 jaya bachchan complains about amitabh bachchan on show

0


હાઈલાઈટ્સ:

  • કૌન બનેગા કરોડપતિના 1000ના એપિસોડ પૂરા થયા.
  • નવ્યા નવેલી અને શ્વેતા નંદા સ્પેશિયલ મહેમાન બન્યા.
  • વીડિયો કોલથી પત્ની જયા બચ્ચન પણ શૉમાં જોડાયા.

કૌન બનેગા કરોડપતિની અત્યારે 13મી સીઝન ચાલી રહી છે. ટુંક જ સમયમાં આ રિયાલિટી શૉના 1000 એપિસોડ પૂરા થશે. 1000મા એપિસોડને સ્પેશિયલ બનાવવા માટે હોટ સીટ પર અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન અને દોહિત્રી નવ્યા નવેલી નંદાને બોલાવવામાં આવ્યા હતા. મેકર્સે આ એપિસોડના પ્રોમો રીલિઝ કર્યા છે. પ્રોમો જોઈને લાગી રહ્યું છે કે એપિસોડ ઘણો મજાનો હશે. નવ્યા અને શ્વેતા મળીને અમિતાભ બચ્ચનની ઘરની ઘણી વાતો લોકો સાથે શેર કરશે. આ એપિસોડમાં વીડિયો કોલના માધ્યમથી જયા બચ્ચન પણ જોડાવવાના છે. તે પણ બિગ બીની પોલ ખોલશે.

સૈફ અને રાણીની જોડીનો જાદુ બેઅસર, બોક્સ ઓફિસ પર ધોવાઈ ગઈ Bunty Aur Babli 2

પ્રોમોમાં જોઈ શકાય છે કે અમિતાભ બચ્ચનની સામે શ્વેતા નંદા અને નવ્યા નવેલી નંદા બેઠા છે અને વીડિયો કોલના માધ્યમથી જયા બચ્ચન જોડાયેલા છે. જયા બચ્ચન ફરિયાદ કરે છે કે, તમે આમને ફોન કરો, કોઈ દિવસ ફોન નહીં ઉપાડે. અમિતાભ બચ્ચન સ્પષ્ટતા આપે છે કે, ઈન્ટરનેટમાં સમસ્યા હોય તો માણસ શું કરે. આ સાંભલીને નવ્યા અને શ્વેતા અમિતાભને ઘેરે છે. તે કહે છે કે, સોશિયલ મીડિયા પર ફોટો મૂકશો, ટ્વિટ કરશો, તે કઈ રીતે શક્ય બને છે.


ત્યારપછી નવ્યા પોતાના નાનાને પ્રશ્ન કરે છે કે, જ્યારે અમે પાર્લરથી આવીએ છીએ ત્યારે તમે નાનીને કહો છો કો તે કેટલા સારા લાગે છે. તો તમે ખોટું બોલો છો કે ખરેખર તે સારા લાગે છે. બિગ બી આ સવાલ સાંભળીને કમેરા તરફ જયા બચ્ચનને જુએ છે અને કહે છે, જયા તમે કેટલા સારા લાગો છે. પરંતુ જયા બચ્ચન કહે છે, ખોટું બોલતી વખતે તમે સહેજ પણ સારા નથી લાગતા.

અમદાવાદ એરપોર્ટ પર સલમાન ખાનને VIP ગેટ પરથી જતો કેમ રોકવામાં આવ્યો?
મેકર્સે શેર કરેલા આ પ્રોમો પરથી લાગી રહ્યું છે કે આ એપિસોડ ઘણો મજાનો હશે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે શાનદાર શુક્રવાર એપિસોડમાં આ બન્ને ખાસ મહેમાનો આવવાના છે. બિગ બીએ પોતાના બ્લોગમાં પણ આ એપિસોડનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યુ હતું કે, શોના 1000 એપિસોડ પૂરા થવાના છે ત્યારે મેં જ મેકર્સને આગ્રહ કર્યો હતો કે પરિવારના લોકોને બોલાવવામાં આવે અને તેઓ મારી વાત માની ગયા હતા.

Source link

What’s your Reaction?
+1
1
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here