બે જીવતા કારતુસ અને એક તમંચા સાથે એક યુવક એસઓજી ટીમ દ્વારા ઝડપાયો

0

યુપી થી રૂ.૫૦૦૦ માં ખરીદી વાપી લાવ્યો હતો.

 એસઓજીની ની ટિમ સોમવારે વલસાડ જીલ્લાના વાપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી ત્યારે તેઓને બાતમી મળી હતી કે એક યુવક તંમન્ચો લઈને વાપી રેલવે સ્ટેશન થી ઝંડા ચોક પાસે આવનાર છે. બાતમી ના આધારે એસઓજી ની ટિમ દ્વારા ઝંડા ચોક પાસે વોચ ગોઠવી હતી તે દરમ્યાન બાતમી વાળો યુવક આવતા તેને કોર્ડન કરી એસોજીની ટીમે તેને ઝડપી પાડ્યો હતો.

તપાસ કરતા યુવક પાસેથી એક તંમન્ચો અને 2 જીવતા કાર્ટૂસ મળી આવ્યા હતા જે બાબતે યુવકને પૂછપરછ કરતા તેણે પોતાનું નામ સુરજ વિષ્ણુદત્ત પાઠક જણાવ્યું હતું એસઓજીની ટિમ દ્વારા મુદ્દામાલ અંગે વધુ પૂછપરછ કરતા તેને આ તંમન્ચો 4 થી5 દિવસ પહેલા તેના વતન યુપી ખાતે મરકા અને બભેરું ગામના રોડ ઉપર 1 ઇસમ પાસેથી 5000rs માં ખરીદી કરી હતી અને પૈસા ની જરૂરિયાત હોય વાપીમાં કોઈ ગ્રાહક મળી જાય તો વેચાણ કરવા માટે તે નીકળ્યો હતો જેથી આરોપી સૂરજ ને પકડી પાડી યુપીથી માલ આપનારને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ વલસાડ જીલ્લાના વાપી ટાઉન પોલીસ મથકને સૌપી હતી

What’s your Reaction?
+1
1
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here