ભીલાડ આરાધના સ્કૂલ દ્વારા CHC હોસ્પિટલમાં વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરાઈ.

0

CHC રેફરલ હોસ્પિટલના ડોક્ટર નેહલ પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

ઉમરગામ તાલુકાના ભીલાડ આરાધના સ્કૂલના ચેર પર્સન ક્રિષ્ના સિંગ પરમારના અધ્યક્ષતા હેઠળ અને તેમના શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભીલાડ CHC  રેફરલ હોસ્પિટલમાં વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમ અંતર્ગત ભીલાડ ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ અને સભ્ય કપિલ ભાઈ જાદવ,સભ્ય રાજેશ ભાઈ વારલી સહિત CHC રેફરલ હોસ્પિટલના ડોક્ટર નેહલ પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જ્યાં શાળા ના બાળકોએ લોકોમાં એઇડ્સ પ્રત્યે જાગૃતતા લાવવાના પ્રયાસો હાથ ધરતા બેનરો લઇ સ્કૂલ પરિસરથી સરકારી હોસ્પિટલ સુધી પગપાળા માર્ચ કરવામાં આવ્યો હતો.ત્યારબાદ કાર્યક્રમ અંતર્ગત આમંત્રિત મહેમાનોને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.અને આખા વર્ષ દરમિયાન હોસ્પિટલમાં સેવા બજાવનાર ડોક્ટર્સ અને નર્સને પણ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.ત્યારબાદ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર નેહલ પટેલએ લોકોમાં અને વિદ્યાર્થીઓમાં એઇડ્સના રોગ વિશેની જાણકારી આપી જાગૃતા લાવવામાં આવી હતી.

What’s your Reaction?
+1
1
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here