‘ચૂપ થઈને બેસી જા, તારા મમ્મીને ફરિયાદ કરવી પડશે’, કિરણ ખેરે બાદશાહનો ક્લાસ લીધો – india’s got talent kirron kher scolds badshah for being late on set

0


હાઈલાઈટ્સ:

  • ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટના જજ છે કિરણ ખેર, શિલ્પા શેટ્ટી અને બાદશાહ.
  • શિલ્પા શેટ્ટીએ રિયાલિટી શૉના સેટ પરથી શેર કર્યો મજાનો એક વીડિયો.
  • બાદશાહ સેટ પર મોડો આવ્યો તો કિરણ ખેરે તેનો ક્લાસ લઈ લીધો.

રિયાલિટી શૉ ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ માટે શૂટિંગ શરુ થઈ ગયું છે. આ શૉને શિલ્પા શેટ્ટી, કિરણ ખેર અને બાદશાહ જજ કરશે. બાદશાહ અત્યારે આ શૉની સાથે સાથે પોતાના નવા ગીત જુગનૂને કારણે પણ વ્યસ્ત છે. સોશિયલ મીડિયા પર ગીત ઘણું વાયરલ થયું છે. પરંતુ સિંગર અને રેપર બાદશાહે વિચાર્યુ પણ નહીં હોય કે સેટ પર મોડા પહોંચવાને કારણે તેણે કિરણ ખેરની ફટકાર પડશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ શૂટ દરમિયાન શિલ્પા શેટ્ટી અને કિરણ ખેર સમયસર પહોંચી ગયા, પણ બાદશાહ 15 મિનિટ મોડો પહોંચ્યો હતો.

કિરણ ખેરની દીકરી બનવા માગે છે શિલ્પા શેટ્ટી, આ લાલચે કહ્યું- ‘મને દત્તક લઈ લો’

બાદશાહ મોડો આવ્યો જેના કારણે કિરણ ખેરે તેનો ક્લાસ લીધો. શિલ્પા શેટ્ટીએ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં શિલ્પા શેટ્ટી કહે છે કે, હું અને કિરણ 15 મિનિટથી બાદશાહની રાહ જોઈ રહ્યા છીએ, પણ તે હજી સુધી નથી આવ્યો. તે જ સમયે બાદશાહ આવી પહોંચે છે તો કિરણ ખેર કહે છે કે, અમે હંમેશા બાદશાહની જ રાહ જોતા હોઈએ છીએ. એક વાત કહો બાદશાહ જી, તમને કેમ આટલી વાર લાગે છે? તમે વાળ બનાવી રહ્યા હતા? 15 મિનિટ થઈ ગઈ, અમે ટચ અપ કરી લીધું, વાળ ઠીક કરી લીધા. અને તમારા વાળ…વાળ ક્યાં છે તમારા? તમારા હેર અને મેકઅપ વાળા કરે છે શું? આ શું રીત છે? હું તમારા મમ્મીને ફરિયાદ કરીશ.


કિરણ ખેર જ્યારે બાદશાહને ધમકાવે છે તો શિલ્પા શેટ્ટી હસવાનું નથી રોકી શકતી. તે આખી વાતચીતની ખૂબ મજા લે છે. બાદશાહ કહે છે કે હવેથી તે આવી ભૂલ નહીં કરે. કિરણ ખેર, બાદશાહ અને શિલ્પા શેટ્ટીની આ મસ્તીને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શિલ્પા શેટ્ટી સેટ પરથી ઘણાં વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. આ પહેલા પણ તેણે કિરણ ખેર સાથેનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે ઘરેણાં અને સાડીની ચર્ચા કરે છે.
નોંધનીય છે કે કિરણ ખેરને બ્લડ કેન્સર થઈ ગયુ હતું. સારવાર પછી તેમણે ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ માટે શૂટિંગની શરુઆત કરી છે. અત્યાર સુધી તેમણે કામથી બ્રેક લીધો હતો.

વિકી-કેટરિના માટે બુક કરવામાં આવેલા રૂમનું અધધધ ભાડું, શાહરૂખ-કરીનાને ક્યાં અપાશે ઉતારો?

Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here