rahul tewatia marriage: IPLમાં એક ઓવરમાં 5 છગ્ગા ફટકારનારા રાહુલ તેવટિયાએ રિદ્ધિ પન્નુ સાથે લીધા સાત ફેરા – ipl star rahul tewatia ties knots with ridhi pannu

0


હાઈલાઈટ્સ:

  • ભારતીય ટીમનો ઓલરાઉન્ડર રાહુલ તેવટિયા રિદ્ધિ પન્નુ સાથે લગ્નના બંધનમાં બંધાયો.
  • તેના લગ્નમાં યુજવેન્દ્ર ચહલ, રિષભ પંત, નીતિશ રાણા સહિતના ખેલાડીઓએ હાજરી આપી.
  • રાહુલ તેવટિયાએ આઈપીએલમાં શેલ્ડન કોટ્રેલની ઓવરમાં 5 છગ્ગા ફટકાર્યા હતા.

નવી દિલ્હી: ભારતનો ઓલરાઉન્ડર રાહુલ તેવટિયા રિદ્ધિ પન્નુ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમનારા તેવટિયાના લગ્નમાં લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ, વિકેટકીપર રિષભ પંત અને બેટ્સમેન નીતિશ રાણા સહિત ઘણા ક્રિકેટર પહોંચ્યા હતા.

તેવટિયાએ રિદ્ધિ સાથે આ વર્ષે 3 ફેબ્રુઆરીએ સગાઈ કરી હતી. સગાઈમાં પણ ઘણા ઈન્ટરનેશનલ સ્ટાર ક્રિકેટર્સએ હાજરી આપી હતી. હરિયાણાના 28 વર્ષના તેવટિયાને ડોમેસ્ટિક ક્રિકેટમાં એક સારા ઓલરાઉન્ડર તરીકે ઓળખવામાં આવે છે. તેવટિયા એ જ ખેલાડી છે, જેણે આઈપીએલમાં શેલ્ડન કોટ્રેલની ઓવરમાં 5 છગ્ગા ફટકાર્યા હતા.

Rahul Tewatia Marriage1

ટીમ ઈન્ડિયાના ‘લૉર્ડ’ શાર્દુલ ઠાકુરે ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, ક્યારે કરશે લગ્ન?
આઈપીએલમાં સારા પ્રદર્શન પછી તેવટિયાને ટીમ ઈન્ડિયામાં ઈંગ્લેન્ડ સામે આ વર્ષની શરૂઆતમાં ટી20 સીરિઝમાં સ્થાન મળ્યું હતું. જોકે, તેને પ્લેઈંગ ઈલેવનમાં તક નહોંતી મળી. જોકે, એ સમયે તેણે જે સમય ડ્રેસિંગ રૂમમાં વીતાવ્યો તેનાથી તેનો આત્મવિશ્વાસ વધ્યો હશે.

Rahul Tewatia Marriage2

વિરાટે અનુષ્કા સાથેની સુંદર તસવીર શેર કહી રોમેન્ટિક વાત, એક્ટ્રેસે આવું કહીને ઉડાવી મજાક
આઈપીએલમાં તેવટિયાએ પોતાની લેગ સ્પિન બોલિંગથી 48 મેચમાં 32 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 7.71 રહ્યો. તેવટિયાએ આઈપીએલમાં અત્યાર સુધીમાં 124.34ની સ્ટ્રાઈક રેટથી 521 રન બનાવ્યા છે.

આઈપીએલની 15મી સીઝનમાં તેવટિયા કઈ ટીમ તરફથી રમશે, તેને લઈને હજુ સ્થિતિ સ્પષ્ટ નથી. કેમકે, આઈપીએલ 2022 પહેલા ખેલાડીઓનું મેગા ઓક્શન થવાનું છે, જેમાં ઘણા સ્ટાર ખેલાડી જૂની ફ્રેન્ચાઈઝી તરફથી રમતા નહીં જોવા મળે.

બોપલમાં વેચાતા આ ‘ઓરિયો ભજીયા’નો ટેસ્ટ તમે કર્યો કે નહીં?Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here