farmer protest: વિરોધ પ્રદર્શનમાં માર્યા ગયેલા ખેડૂતોની કોઇ માહિતી નથી, એવામાં વળતર આપવાનો સવાલ જ નથી – govt said we dont have data of farmers death during protest

0


હાઈલાઈટ્સ:

  • કેન્દ્ર સરકારે વિરોધ પ્રદર્શનમાં માર્યા ગયેલા ખેડૂતોને વળતરનો મુદ્દો ફગાવ્યો
  • ખેડૂત સંગઠનો મૃત્યુ પામેલા ખેડૂતો માટે શહીદનો દરજ્જો અને વળતરની માંગ કરી રહ્યા છે
  • ‘માર્યા ગયેલા ખેડૂતોને વળતર નહીં’ કોંગ્રેસ સહિત વિપક્ષે કેન્દ્ર સામે મોરચો ખોલ્યોનવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની મોતને લઇને ખેડૂત સંગઠનો સરકાર પાસે વળતર માંગી રહ્યા છે, પરંતુ સરકારનું કહેવુ છે કે, વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલા ખેડૂતોએ જીવ ગુમાવ્યો એ વિશે એમની પાસે કોઇ માહિતી નથી. ખેડૂત સંગઠનના નેતાઓ દાવો કરી રહ્યા છે કે, વિરોધ પ્રદર્શન દરમિયાન 700થી વધુ ખેડૂતોના મોત નીપજ્યા છે. હવે સરકારના જવાબે રાજકીય વિવાદને જન્મ આપ્યો છે જેને વિપક્ષ દળો મુદ્દો બનાવી સરકારને ઘેરવાના પ્રયત્ન કરી રહ્યા છે.

લોકસભા શિયાળુ સત્રમાં ખેડૂતોના મૃત્યુઆંક અને વળતરને લઇને સરકારને સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, કૃષિ મંત્રાલય પાસે વિરોધ પ્રદર્શનને લીધે માર્યા ગયેલા એકપણ ખેડૂતની માહિતી નથી. એવામાં મૃત્યુ પામેલા ખેડૂતોને નાણાંકીય સહાય પેટે વળતર આપવાનો કોઇ પ્રશ્ન જ ઉભો થતો નથી.

ઉલ્લેખનીય છે કે, વિતેલા એક વર્ષથી વધુ સમયથી દિલ્હીની સરહદો પર ખેડૂતો સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેને લઇને ખેડૂત સંગઠનના નેતા 700 ખેડૂતો માર્યા ગયા હોવાનો દાવો કરી રહ્યા છે. સંગઠનના નેતાઓ આ ખેડૂતોને શહીદનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યા છે.

જોકે કેન્દ્ર દ્વારા વિરોધ પ્રદર્શનમાં માર્યા ગયેલા ખેડૂતોને વળતર આપવાના મુદ્દાને ફગાવી દેવામાં આવ્યો છે. એવામાં કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે, સરકારે કેવી રીતે કહી શકે છે કે એમની પાસે મોતનો આંકડો નથી. જ્યારે વિરોધ પ્રદર્શન દરમિયાન 700થી વધુ ખેડૂતો જીવ ગુમાવી ચૂક્યા છે. કોંગ્રેસે એવો આરોપ પણ લગાવ્યો છે કે, કોવિડને લીધે દેશમાં 50 લાખથી વધુ લોકોના મોત થયા છે પરંતુ સરકારના આંકડા કહે છે કે માત્ર 4 લાખ લોકોના મોત થયા છે.

‘સરકાર દિમાગ ઠીક કરી લે, નહીંતર 26 જાન્યુઆરી દૂર નથી’, MSP પર રાકેશ ટિકૈતે આપી ધમકી
ટ્રેકટર રેલી સ્થગિત, આખરે વાતચીતના ટેબલ પર આવવા આંદોલનકારી ખેડૂતો તૈયારઆંદોલન ખતમ નથી થયું, હવે પીએમને પૂછીશુ કે ખેડૂતોની આવક બમણી કેવી રીતે કરશોSource link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here