Divorce case: ભરણપોષણના ₹45 લાખ લીધા બાદ પણ પતિને છોડવા તૈયાર નથી પત્ની, ડિવોર્સના આદેશને પડકાર્યો – wife challenges divorce order after taking 45 lakh rupees alimony from husband

0


હાઈલાઈટ્સ:

  • આ કેસ પર વધુ સુનાવણી 21 ડિસેમ્બરના રોજ થવાની છે.
  • કોર્ટે પત્નીને પૂછ્યું- શું તમે વધુ 45 લાખ રૂપિયા લેવા માગો છો?
  • ડિવોર્સ સામેની અપીલ પેન્ડિંગ હોવાથી પતિ બીજા લગ્ન પણ નથી કરી શકતો.

અમદાવાદ: હાઈકોર્ટ સમક્ષ એક હાઈપ્રોફાઈલ ડિવોર્સનો કેસ આવ્યો છે. જેમાં પતિએ પત્ની પર ક્રૂરતાના આક્ષેપો કરતાં ફેમિલી કોર્ટે તેના આધારે ડિવોર્સનો આદેશ આપ્યો હતો. પરંતુ સાથે જ પત્નીને કાયમી ભરણપોષણ પેટે 45 લાખ રૂપિયા આપવાનું પણ કહ્યું હતું. પતિએ પત્ની માટે રૂપિયા 45 લાખ જમા કરાવી દીધા છે. પરંતુ પત્નીએ ડિવોર્સના આદેશ વિરુદ્ધ હાઈકોર્ટ સમક્ષ અપીલ કરી છે. પરિસ્થિતિ એવી છે કે પતિને બીજી સ્ત્રી સાથે સંબંધ છે અને તેનાથી બે બાળકો પણ છે. હવે તે આ સંબંધને કાયદેસર કરીને લગ્ન કરવા માગે છે. પરંતુ ડિવોર્સના આદેશની સામે અપીલ પેન્ડિંગ હોવાથી લગ્ન કરી શકે તેમ નથી.

પોસ્ટ ઓફિસે શરૂ કરી ખાસ સુવિધા, આધાર કાર્ડ-પેન્શન માટે હયાતી જેવા કામ ઘરે બેઠા થશે

હાઈકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે પતિ અને પત્ની બંનેની રજૂઆતો સાંભળ્યા બાદ અપીલ પર અંતિમ નિર્ણય કરવા 21 ડિસેમ્બર પર કેસ મુકરર કરવામાં આવ્યો છે. કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે, ‘લગ્નના સંબંધમાં ગમે તે થયું હોય પરંતુ પતિ કે પત્ની બંનેમાંથી કોઈએ પણ પરિસ્થિતિનો ગેરલાભ ના લેવો જોઈએ.’

સ્થાનિક અખબાર નવગુજરાત સમયના અહેવાલ પ્રમાણે, આ કેસની સુનાવણીમાં કોર્ટે પત્નીના વકીલને પૂછ્યું હતું કે, “હવે તેઓ શું ઈચ્છે છે? પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ છે અને તેનાથી બે બાળકો પણ છે તેમ છતાંય પતિ પાસે પરત જવા માગે છે? શું તમારે વધુ 45 લાખ રૂપિયા જોઈએ છે? જો એવું હોય તો જણાવી દો. આ લગ્ન સંબંધમાં જે કંઈ થયું છે તે કોઈને ગમે એવું નથી. પરંતુ હવે કોઈ પરિસ્થિતિનો ગેરલાભ ના ઉઠાવો જોઈએ. હવે બધું ભૂલી જાવ અને આગળ વધો. આ લગ્નમાં હવે કંઈ બચ્યું નથી.”

પત્નીના પક્ષે એવી દલીલ કરવામાં આવી હતી કે, ‘અપીલની સુનાવણી થાય અને તેનો નિર્ણય આવે તે અગત્યનું છે કારણકે ફેમિલી કોર્ટે પતિના નિવેદનોને સત્ય માની લઈને પત્ની પાસે પુરાવા માગ્યા હતા અને ડિવોર્સની ડિક્રી મંજૂર કરી હતી.’

પતિ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે, “ફેમિલી કોર્ટે કાયમી ભરણપોષણ તરીકે રૂપિયા 45 લાખ ચૂકવવાનો આદેશ કર્યો હતો. જે જમા કરાવી દીધા છે અને સામા પક્ષે લઈ લીધા છે. મારા બાળકો અને મહિલા સાથેના સંબંધને કાયદેસરનું નામ આપવા માગીએ છીએ. અપીલનો જ્યાં સુધી નિકાલ ના આવે ત્યાં સુધી બીજા લગ્ન કરી શકાય તેમ નથી. 10 વર્ષથી અમારી વચ્ચે કોઈ સંબંધ નથી અને મારા પિતા હોસ્પિટલમાં હતા ત્યારે તે જોવા પણ નહોતી આવી.”

ખાનગીકરણનો વિરોધ: સરકારી બેન્કોના કર્મચારીઓ બે દિવસની હડતાલ પર ઉતરશે

આ કેસની સુનાવણીમાં અગાઉ પણ કોર્ટે પત્નીને એવી ટકોર કરી હતી કે, “તમારું ભવિષ્ય શું છે? શું તમે એવી વ્યક્તિ સાથે ફરી રહી શકશો જેના બીજી મહિલા સાથે વર્ષોથી સંબંધ છે? જો બીજી મહિલા અને તેના બાળકોને છોડી દેવાય તો તે મુશ્કેલીમાં મુકાશે, તમને ફાઈનલ ભરણપોષણ તરીકે એક યોગ્ય રકમ મળી રહી છે. જેથી હવે જીવનમાં આગળ વધી જાવ.”

આ કેસમાં એવો કાયદાકીય મુદ્દો પણ કોર્ટ સમક્ષ ઉપસ્થિત થયો હતો કે જો પતિને નીચલી કોર્ટે ડિવોર્સ આપ્યા હોય અને તેની વિરુદ્ધ પત્નીએ અપીલ દાખલ કરી ફેમિલી કોર્ટના આદેશને પડકાર્યો હોય, તો શું આ અપીલ પેન્ડિંગ હોય તે દરમિયાન પતિ કાયદેસર રીતે બીજા લગ્ન કરી શકે? વર્તમાન કાયદાકીય સ્થિતિ મુજબ જો પત્નીએ અપીલ કરી હોય અને તે પેન્ડિંગ હોય તો પતિ બીજા લગ્ન ન કરી શકે. તેથી આ અપીલમાં હવે હાઈકોર્ટની ખંડપીઠ જે ચુકાદો આપશે તે મહત્વનો બની રહેશે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here