Neil bhatt: ‘વિરાટ’ અને ‘પાખી’એ પરિવારની હાજરીમાં ધામધૂમથી કર્યા લગ્ન, ‘સઈ’એ પાઠવ્યા અભિનંદન – actor neil bhatt and aishwarya sharma ties knot in presence of family members

0


હાઈલાઈટ્સ:

  • નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માએ રિવાજો પ્રમાણે પરિવારની હાજરીમાં લગ્ન કર્યા.
  • લગ્ન માટે ઐશ્વર્યાએ બાંધણીમાંથી લાલ રંગનો લહેંગો તૈયાર કરાવ્યો હતો.
  • ઐશ્વર્યાને મંગળસૂત્ર પહેરાવ્યા બાદ નીલે કહ્યું- ‘(લગ્ન) થઈ ગયા.’

સીરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ના વિરાટ અને પાખી રીલ લાઈફમાં ભલે પતિ-પત્ની ના બની શક્યાં પરંતુ અસલ જિંદગીમાં તેઓ જીવનસાથી બની ગયા છે. 30 નવેમ્બરે વિરાટનો રોલ કરતાં એક્ટર નીલ ભટ્ટ અને પાખીનો રોલ કરતી એક્ટ્રેસ ઐશ્વર્યા શર્માએ લગ્ન કર્યા છે. ઐશ્વર્યા અને નીલના લગ્ન ઉજ્જૈનમાં પારંપારિક રિવાજો પ્રમાણે પૂર્ણ થયા છે. નીલના વરઘોડાથી માંડીને ફેરા સુધીના વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે મિસ્ટર એન્ડ મિસિસ ભટ્ટે પણ લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે.

વિકી-કેટરિના માટે બુક કરવામાં આવેલા રૂમનું અધધધ ભાડું, શાહરૂખ-કરીનાને ક્યાં અપાશે ઉતારો?

નીલ અને ઐશ્વર્યાએ લગ્નની તસવીરો શેર કરતાં લખ્યું, “એકથી બે, હુંથી અમે, તારા અને મારાથી આપણા સુધી આપણે સંગાથ મેળવ્યો છે.” નીલ-ઐશ્વર્યાએ આ તસવીરો શેર કરતાં જ વિવિધ સેલિબ્રિટીઝ અને ફેન્સ કપલને શુભેચ્છાઓ આપી રહ્યા છે. લગ્નમાં નીલ અને ઐશ્વર્યાએ પ્રેમનો લાલ રંગ પસંદ કર્યો હતો. ઐશ્વર્યાએ લાલ રંગની બાંધણીનો લહેંગો પહેર્યો હતો અને તેની બાંયમાં મોટું સ્વસ્તિક લગાવાયેલું જોવા મળે છે. જ્યારે નીલે સફેદ રંગની ધોતી, કુર્તો અને લાલ રંગની પાઘડી અને શાલ ઓઢી હતી.

ઐશ્વર્યાને પરણવા માટે નીલ ઉજ્જૈનના મહીદપુરમાં પહોંચ્યો હતો. નીલના ફ્રેન્ડે તેના વરઘોડાનો વિડીયો શેર કર્યો છે. જેમાં નીલ ઘોડા પર બેઠેલો જોવા મળે છે. લગ્નનો ઉત્સાહ નીલના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો. નીલની આગળ જાનૈયાઓ નાચી રહ્યા હતા ત્યારે તે પણ ઘોડા પર બેસીને થોડો-થોડો ડાન્સ કરતો જોવા મળે છે.

નીલ અને ઐશ્વર્યાના લગ્ન માટે મંડપને ફૂલોથી સજાવાયો હતો. ઐશ્વર્યા મંડપમાં આવી ત્યારે રાખવામાં આવેલા અંતરપટથી માંડીને નીલે તેને મંગળસૂત્ર પહેરાવ્યું ત્યાં સુધીના વિડીયો સામે આવ્યા છે. ફેરા ફરી રહેલા નીલ અને ઐશ્વર્યા ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. નીલ ઐશ્વર્યાની માંગમાં સિંદૂર ભરે છે ત્યારે એક્ટ્રેસ થોડી ઈમોશનલ થતી દેખાય છે. ત્યારબાદ નીલે ઐશ્વર્યાને મંગળસૂત્ર પહેરાવ્યું હતું અને પછી ઈશારામાં કહ્યું હતું- ‘થઈ ગયા’. ઐશ્વર્યાની બહેનપણી તેને મંગળસૂત્ર બતાવાનું કહે છે ત્યારે તે ખુશીથી દેખાડે પણ છે. અહીં નોંધવા જેવી બાબત છે કે, ઐશ્વર્યાએ માથે ઓઢેલા દુપટ્ટામાં સૌભાગ્યવતી ભવ લખેલું છે. આજકાલ લગ્નમાં આ પ્રકારની ઓઢણી તૈયાર કરાવાનું ટ્રેન્ડમાં છે.

લગ્ન માટે ઐશ્વર્યાએ સફેદ અને લાલ રંગનો સુંદર લહેંગો તૈયાર કરાવ્યો હતો. બાંધણીના આ લહેંગામાં ઐશ્વર્યા ખૂબસૂરત લાગતી હતી. તેની બહેનપણી સાથે ઐશ્વર્યા ગોળ ફરીને લહેંગો બતાવતી જોવા મળે છે. બીજા વિડીયોમાં ઐશ્વર્યાની બહેનપણી તેને ઓઢણી ઓઢાડી રહી છે.

સિંગર શાલ્મલી ખોલગડેએ અત્યંત સાદગીથી કર્યા લગ્ન, અનોખી વરમાળાએ ખેંચ્યું ધ્યાન

એક્ટર વસીમ મુસ્તાક નીલ-ઐશ્વર્યાના લગ્નમાં સામેલ થયો હતો ત્યારે તેણે પણ કપલના લગ્નનો એક વિડીયો શેર કરીને તેમને અભિનંદન પાઠવ્યા છે.

ayesha neil ash

નીલ અને ઐશ્વર્યાના લગ્નમાં એક્ટરની ઓન-સ્ક્રીન પત્ની સઈ એટલે કે એક્ટ્રેસ આયશા સિંહ હાજર નહોતી રહી પરંતુ તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કપલના લગ્નની તસવીર શેર કરીને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે ઐશ્વર્યાએ તેનો આભાર માન્યો હતો.

લગ્ન બાદ નીલ અને ઐશ્વર્યાએ ઉજ્જૈનમાં જ પરિવારના સભ્યો માટે રિસેપ્શનનું આયોજન કર્યું હતું. રિસેપ્શનમાં નીલ અને ઐશ્વર્યાએ જાંબલી રંગના મેચિંગ આઉટફિટ પહેર્યા હતા. મિસિસ ભટ્ટ બનીને ઐશ્વર્યા ખૂબ ખુશ લાગી રહી છે. નીલ અને ઐશ્વર્યા 2 ડિસેમ્બરે ઈન્ડસ્ટ્રીના મિત્રો માટે મુંબઈમાં રિસેપ્શન રાખવાના છે.

લગ્ન પહેલા ઉજ્જૈનમાં જ કપલના પ્રી-વેડિંગ ફંક્શન યોજાયા હતા. જેનો સુંદર વિડીયો ઐશ્વર્યા અને નીલે શેર કર્યો છે. નીલના ઉજ્જૈનમાં સ્વાગતથી લઈને કપલની સગાઈ, સંગીત અને હલદીની ઝલક વિડીયોમાં જોવા મળે છે. દરેક ફંક્શનમાં કપલે પરિવાર સાથે ખૂબ મસ્તી કરી હતી.

જણાવી દઈએ કે, નીલ અને ઐશ્વર્યાની મુલાકાત સીરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ના સેટ પર જ થઈ હતી. ટૂંકી મિત્રતા બાદ તેઓ પ્રેમમાં પડ્યા હતા. આ વર્ષની શરૂઆતમાં કપલે રોકા સેરેમની કરીને સૌને ચોંકાવી દીધા હતા.

Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here